Home /News /business /

Railwayએ હોળી પહેલા બદલ્યો Tatkal ટિકિટ બુક કરવાનો નિયમ

Railwayએ હોળી પહેલા બદલ્યો Tatkal ટિકિટ બુક કરવાનો નિયમ

IRCTCએ તત્કાલ ટિકિટ બુકિંગની અવધિને ઓછી કરી દીધી છે અને તેમાં કેટલાક ફેરફાર પણ કર્યા છે

IRCTCએ તત્કાલ ટિકિટ બુકિંગની અવધિને ઓછી કરી દીધી છે અને તેમાં કેટલાક ફેરફાર પણ કર્યા છે

    રંગોના તહેવાર હોળી પર ઘર જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે (Indian Railway)એ હોળી પહેલા તત્કાલ ટિકિટ (Tatkal Ticket) બુકિંગમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારથી હવે પેસેન્જર્સને તત્કાલ ટિકિટ બુક કરાવવી સરળ થઈ જશે. IRCTCએ તત્કાલ ટિકિટ બુકિંગની અવધિને ઓછી કરી દીધી છે અને તેમાં કેટલાક ફેરફાર પણ કર્યા છે.

    IRCTC મુજબ, ટ્રેન શરૂ થવાના સ્ટેશનથી પ્રવાસના દિવસને છોડીને તત્કાલ ટિકિટ બુકિંગનું એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP)ને બે દિવસોથી ઘટાડીને એક દિવસ કરવામાં આવી રહ્યો છે. હવે ટ્રેનના પ્રસ્થાનની તારીખથી એક દિવસ પહેલા તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરી શકાય છે. એસી ક્લાસ (2A, 3A, CC,) માટે તત્કાલ ટિકિટ સવારે 10 વાગ્યે ખુલે છે જ્યારે સ્લીપર ક્લાસ (SL, FC, 2S) માટે તત્કાલ વિન્ડો સવારે 11 વાગ્યે ખુલે છે.

    તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ

    IRCTC તત્કાલ ટિકિટોને એક PNRથી વધુમાં વધુ ચાર પેસેન્જર્સ માટે બુક કરી શકાય છે. ભારતીય રેલવે મહિલા અને સામાન્ય કોટાની સાથે તત્કાલ કોટા અને ટ્રેન ટિકિટની અનુમતી નથી આપતી. સાથોસાથ ફર્સ્ટ એસી અને એક્ઝીક્યૂટિવ ક્લાસ માટે આ ટિકિટ બુક નથી કરી શકાતી.

    આ પણ વાંચો, 1 એપ્રિલથી ટ્રેન ટિકિટના PNRમાં થશે ફેરફાર, તમને થશે લાભ

    તત્કાલ ટિકિટ માટે આપવો પડશે એકસ્ટ્રા ચાર્જ

    ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ હેઠળ સ્લીપર ક્લાસ માટે ટ્રેન ટિકિટ બુક કરાવવા માટે ઓછામાં ઓછા 100 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા ચાર્જ નક્કી કર્યો છે. એસી ચેર કાર ટિકિટ માટે, ભારતીય રેલવે દ્વારા લગાવવામાં આવેલો ચાર્જ 125-225 રૂપિયા છે. તમે તત્કાલ ટિકિટને IRCTCની વેબસાઇટ https://www.irctc.co.in ઉપરાંત રિઝર્વેશન કાઉન્ટરથી પણ બુકિંગ કરી શકો છો.

    કન્ફર્મ તત્કાલ ટિકિટ કેન્સલ પર રિફન્ડ નહીં

    તત્કાલ ટિકિટ જો કન્ફર્મ છે તો આ ટિકિટને કેન્સલ કરાવવા પર તમને કોઈ રિફન્ડ નહીં મળે. જોકે, જો આ તત્કાલ ટિકિટ વેટિંગમાં છે, તો ટિકિટ કેન્સલ કરાવવા પર રેલવે કેટલીક અમાઉન્ટ કાપીને બાકીના પૈસા આપને પરત કરી દે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Indian railways, Train ticket, આઇઆરસીટીસી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन