Home /News /business /Stock Market : ટ્રેડરોનો હોટફેવરિટ શેર 52 સપ્તાહના હાઈથી 50% તૂટ્યો : રોકાણ કરવું, જાળવી રાખવું કે બહાર નીકળી જવું?

Stock Market : ટ્રેડરોનો હોટફેવરિટ શેર 52 સપ્તાહના હાઈથી 50% તૂટ્યો : રોકાણ કરવું, જાળવી રાખવું કે બહાર નીકળી જવું?

આઈઆરસીટીસી સ્ટોક હાલ ખરીદવો કે ના ખરીદવો?

Stock Market : ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)નો શેર ઓક્ટોબર 2021માં 52-સપ્તાહની ટોચ પર પહોંચ્યા પછી સતત ઘટી રહ્યો છે. BSE પર એક વર્ષની ટોચ રૂ. 1,278.60થી આજે શેર રૂ. 660 સુધી ઘટી ગયો છે

IRCTC Stock : ભારતીય શેરમાર્કેટ (Indian Stock Market) માં છેલ્લા એક સપ્તાહમાં મસમોટો ભૂકંપ આવ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીને પગલે દલાલ સ્ટ્રીટમાં મંદીનો પવન ફૂંકાયો છે. આ કડાકામાં અનેક દિગ્ગજ કંપનીઓના શેર ધોવાયા છે. આ જ યાદીમાં એક ટ્રેડર હોટ ફેવરિટ અને સરકારી કંપની ટોચના સ્થાને છે-IRCTC.

ભારતીય રેલવે (Indian Railway) સાથે સંકળાયેલ IRCTCનો શેર 52 સપ્તાહની ટોચેથી 50% કરતા પણ વધુ નીચે ગગડ્યો છે. ત્યારે દરકે રોકાણકારને વિચાર આવે કે, સસ્તા ભાવે મળી રહેલ આ શેરમાં રોકાણ કરવું જોઈએ કે નહીં? ટૂંકાથી મધ્યમગાળામાં શેરમાં શાનદાર વળતર મળી શકે છે કે નહીં? આવો જાણીએ શું છે એક્સપર્ટ ઓપિનિયન.

ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)નો શેર ઓક્ટોબર 2021માં 52-સપ્તાહની ટોચ પર પહોંચ્યા પછી સતત ઘટી રહ્યો છે. BSE પર એક વર્ષની ટોચ રૂ. 1,278.60થી આજે શેર રૂ. 660 સુધી ઘટી ગયો છે. મતલબ કે તેમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. જોકે શેરનું 52 સપ્તાહનું તળિયું 344.29 રૂપિયા છે.

બજારના નિષ્ણાતોના મતે, કોરોના મહામારીની આગામી લહેરના ડરને કારણે IRCTCના શેર દબાણ હેઠળ છે. નવા કેસ વધતા ચીને લોકડાઉન લાગુ કર્યું છે. આ સિવાય એનર્જી પ્રાઈસમાં વધારો થવાથી IRCTCની કાર્યક્ષમતા નબળી પડવાનું જોખમ છે. પડતર વધતા આગામી ક્વાર્ટરમાં તેના માર્જિન પર અસર પડી શકે છે.

GCL સિક્યોરિટીઝના વાઇસ ચેરમેન રવિ સિંઘલે IRCTCના શેરના ભાવમાં ઘટાડાના કારણો વિશે જણાવ્યું કે “IRCTCના શેર કોરોના મહામારીની આગામી સંભવિત લહેરને કારણે ઘટી રહ્યાં છે. રોકાણકારો આગામી ત્રિમાસિક ગાળામાં IRCTCના બિઝનેસ અંગે નેગેટીવ આઉટલુક ધરાવે છે, કારણ કે તેમને લાગે છે કે ચીનમાં કોરોનાના વધતા કેસ ભારત માટે પણ ખતરાના સંકેત છે. સિવાય ક્રૂડ અને કોલસાના ભાવ ઉંચકાતા ટ્રેનના સંચાલન ખર્ચમાં પણ વધારો થયો છે. આઈઆરસીટીસીને ટ્રેન ઓપરેશનમાં આ વધારાનું નુકસાન સહન કરવું પડી શકે છે."

આ પણ વાંચો - રિલાયન્સ રિટેલ દરરોજ 7 નવા સ્ટોર ખોલ્યા, FY22માં 1.5 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું

નવી ખરીદી કરવી કે નહીં :

GCL સિક્યોરિટીઝના વાઈસ ચેરમેન રવિ સિંઘલે કહ્યું કે વર્તમાન સ્તરે IRCTC સ્ટોકમાં નવી ખરીદી ટાળવાની સલાહ છે. તેમના મતે IRCTC સ્ટોકમાં ઘટાડો ટૂંકાગાળામાં હજી પણ ચાલુ રહી શકે છે. જેમની પાસે આ શેર તેમના પોર્ટફોલિયોમાં છે, તેઓ તેને રૂ. 588ના સ્ટોપ લોસ સાથે રાખી શકે છે. આ સિવાય જે રોકાણકારો આ સ્ટોક ખરીદવા ઈચ્છુક છે, તેઓ તેને રૂ. 630-650ના લેવલની આસપાસ પોર્ટફોલિયોમાં સમાવી શકે છે.

(Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો કૃપા કરીને પહેલા કોઈ પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા દ્વારા થતા કોઈપણ નફા કે નુકસાન માટે News18 જવાબદાર રહેશે નહીં.)
First published:

Tags: Business news, Business news in gujarati, Indian railways, Indian Stock Market, Stock market, Stock market Tips, Stock Markets