નવી દિલ્હી: હોળીનાં તહેવારને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. એટલે કે ફરવાં, નાચવાં અને ગાવાં માટે કોઇ આફને ઇનામ આપે તો આ તો સોનામાં સુંગધ ભળવા જેવી વાત થઇ જાય. IRCTC આપને આ તક આપે છે. IRCTCએ એક ખુબજ મજેદાર સપર્ધાની જાહેરાત કરી છે. આ કોન્ટેસ્ટ હેઠળ આપે આપનાં પસંદીદા બોલિવૂડ સોન્ગ પર પરફોર્મન્સ આપવાનું છે અને બાદમાં ઇનામ જીતી જવાનું છે. જોકે શરત માત્ર એ છે કે, આ સોન્ગ ફક્ત હોળી આધારિત હોવા જોઇએ. હોળી સ્પેશલ સોન્ગની બોલિવૂડમાં કમી નથી.
સ્પર્ધામાં ભાગ લેવાં શું કરવું?
આ સપર્ધા હેઠળ ભાગ લેવા માટે સ્પર્ધકે એક હિટ હોલી સોન્ગને ગાતા તેનાં પર પરફોરમન્સ આપવાનું છે .તેને TikTok એપ પર શેર કરવાની છે. આ સાથે જ આપે એક નોટ લખીને જણાવવું પડશે કે સોન્ગ કેમ તેમનાં માટે ખાસ છે. સાથે જ આપની પસંદીદા ટ્રાવેલ ડેસ્ટિનેશન પણ જણાવવાનું રહેશે.
IRCTC ટ્વિટ દ્વારા આપશે જાણકારી
આ સ્પર્ધા અંગે IRCTC ટ્વિટ કરીને જીતનારાનું નામ જણાવ્યું છે.. ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, 'શું આપે હોળીનાં પોપ્યુલર બોલિવૂડ સોન્ગ ગણગણવાનું શરૂ કરી દીધુ છે? તો હવે TikTok એપ પર ફેમસ હોલી નંબર્સ ગાવો અને IRCTC હોળી કોન્ટેસ્ટની સાથે ફેમસ થઇ જાઓ. IRCTCએ જાણકારી આપી છે કે વિજેતાઓને
ખાસ ગિફ્ટ હેમ્પર પણ આપવામાં આવશે.'