મુંબઈ: ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)ના શેરમાં સોમવારે મોટો કડાકો બોલી ગયો છે. BSE પર ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમત 4,000 રૂપિયા નીચે ચાલી ગઈ હતી. એક સમયે શેરની કિંમત 3,960 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જોકે, ત્યારબાદ શેરની કિંમતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. આ સરકારી કંપનીનો પોતાના કામમાં દબદજો હોવાથી રોકાણકારો આ શેરને પસંદ કરે છે. IRCTCની નાણાકીય સ્થિતિ પણ ખૂબ સારી છે. કંપનીએ બે વર્ષ પહેલા આઈપીઓ (IRCTC IPO) બહાર પાડ્યો હતો. આ આઈપીઓમાં રોકાણકારોને ખૂબ સારું વળતર મળ્યું હતું. જોકે, છેલ્લા થોડા ટ્રેડિંગ સેશનમાં તેના શેરની કિંમતમાં ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય IRCTCના શેરનું લિસ્ટિંગ (IRCTC listing)18 ઓક્ટોબર, 2019ના રોજ થયું હતું. કંપનીના શેરનું લિસ્ટિંગ 320 રૂપિયાના ઇશ્યૂ ભાવ સામે 644 રૂપિયા પર થયું હતું. લિસ્ટિંગના દિવસે આ શેર 779.15 રૂપિયા પર બંધ રહ્યો હતો
નિષ્ણાતોનો અભિપ્રાય
માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે કંપનીના શેરમાં ઘટાડો ચાલુ જ છે અને તે 4,500 રૂપિયાના 20-DMAના નીચે ચાલ્યો ગયો છે. જોકે, આ શેરની 3,700-4,000 રૂપિયા વચ્ચે ખૂબ ડિમાન્ડ છે. કંપનીના શેર્સ માટે રેજિસ્ટન્સ 4500 રૂપિયા છે. આ શેરને લાંબા ગાળાના રોકાણની દ્રષ્ટીએ હજુ પણ ખરીદી કરી શકાય છે. રોકાણકારો દરેક ઘટાડાનો ખરીદીના મોકાત તરીકે ઉપયોગ કરી શકે છે.
IRCTCનો શેર 34%થી વધુ તૂટ્યો
છેલ્લા થોડા ટ્રેડિંગ સેશન દરમિયાન IRCTCનો શેર 34થી વધારે તૂટી ગયો છે. આઈઆરસીટીસીનો શેર અત્યારસુધી 6,393 રૂપિયાનો મહત્તમ સપાટી સુધી પહોંચ્યો છે. આ વર્ષે આ શેરમાં અત્યારસુધી 185 ટકાથી વધારે અને છેલ્લા છ મહિનામાં લગભગ 139 ટકા રિટર્ન મળ્યું છે. નિષ્ણાતો તરફથી આ શેરને વર્તમાન કિંમતે ખરીદી કરવાની અને 3,800 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવાની સલાહ આપવામાં આવી છે. આ માટે શોર્ટ ટર્મ ટાર્ગેટ 4,500 રૂપિયા છે.
મિન્ટના જણાવ્યા પ્રમાણે LKP Securitiesvના સીનિયર ટેક્નિકલ એનાલિસ્ટ રોહિત સિંગરેનું કહેવું છે કે, "રોકાણકારો 3,800 રૂપિયાના સ્ટૉપલૉસ લગાવીને આ શેરની ખરીદી કરી શકે છે. જો શેર આ લેવલથી ઉપર બંધ રહે છે તો આ શેર ફરીથી 4500 સુધી બાઉન્સ બેક થઈ શકે છે."
ત્રિમાસિક ગાળા દરમિયાન ઈ-ટિકિટ બુકિંગની આવક 149 કરોડ રુપિયાની છે. આ આવકને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે તો 104 કરોડ રુપિયા કન્વિન્સ આવકના અને 45 કરોડ રુપિયા નોન કન્વિન્સ આવકના ગણી શકાય છે. રેલનીરની હાલની દૈનિક કેપેસિટી 1.48 મિલિયન લિટરની છે, જેનો પ્રથમ ત્રિમાસિક ગાળા દરમ્યાનનો યુટીલાઈઝેશન રેટ 32 થી 35 ટકાનો હતો.
સોમવારે બંધ ભાવ:
IRCTCનો શેર સોમવારે NSE પર 12.98%ના ઘટાડા સાથે 4022.35 રૂપિયા પર બંધ રહ્યો હતો. એનએસઈ પર શેર 600.20 રૂપિયા તૂટ્યો હતો. જ્યારે BSE પર શેર 597.20 રૂપિયા એટલે કે 12.92%ના ઘટાડા સાથે 4024.65 રૂપિયા પર બંધ રહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર