Home /News /business /

IRCTCનો શેર આજે ફરી 15% તૂટ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

IRCTCનો શેર આજે ફરી 15% તૂટ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

ભારતીય રેલવે (પ્રતીકાત્મક તસવીર)

IRCTC share today: 19 ઓક્ટોબરના રોજ શરૂઆતના કારોબારમાં IRCTCનો શેર 6,393 રૂપિયાની ઑલ ટાઇમ હાઈ (IRCTC touches all time high) સપાટીને સ્પર્શી ગયો હતો.

  મુંબઈ: IRCTCના શેરમાં સતત બીજા દિવસે જોરદાર ઘટાડો આવ્યો છે. બુધવારે શરૂઆતના કારોબારમાં IRCTCનો શેર 15% તૂટીને 4610 રૂપિયા સુધી આવી ગયો હતો. જોકે, બાદમાં થોડો સુધારો નોંધાયો હતો. સવારે 10.05 વાગ્યા IRCTCનો શેર 9.18% નીચે 4953 રૂપિયા પર ટ્રેડ (IRCTC Share today) કરી રહ્યો હતો. મંગળવારે 19 ઓક્ટોબરના રોજ IRCTCના શેરમાં અચાનક 15%નો કડાકો બોલી ગયો હતો. જોકે, બજાર બંધ થતાં થતાં તેમાં થોડો સુધારો થયો હતો. BSE પર તે 8% ઘટીને બંધ થયો હતો. 19 ઓક્ટોબરના રોજ શરૂઆતના કારોબારમાં IRCTCનો શેર 6,393 રૂપિયાની ઑલ ટાઇમ હાઈ (IRCTC touches all time high) સપાટીને સ્પર્શી ગયો હતો.

  IRCTCના શેરમાં 20 ઓક્ટોબર બુધવારે ફ્યુચર ઑપ્શનનો કારોબાર નથી થઈ રહ્યો. NSE પર ફ્યુચર-ઑફ્શન (F&O) પર IRCTC પર બેન મૂકવામાં આવ્યો છે. NSE તરફથી કહેવામાં આવ્યું છે કે આ શેરે 95% માર્કેટ વાઇડ પોઝિશન લિમિટ (MWPL)ને ક્રોસ કરી લેતા F&O પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  રોકાણકારોએ શું કરવું?

  IRCTCના શેરમાં સતત બીજા દિવસ કડાકા સાથે રોકાણકારો આઘાતમાં છે. Profitmart Securitiesના રિસર્ચ હેડ અવિનાથ ગોરક્ષાકરે જણાવ્યુ કે, "છેલ્લા એક મહિનામાં આ શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. લોકો પ્રોફિટ બુકિંગની રાહ જોઈ રહ્યા હતા. જોકે, હવે અહીંથી વધારે ઘટાડો થવાની શક્યતા નથી. કારણ કે તેનો મટો હિસ્સો ભારત સરકાર પાસે છે. જોકે, તેનો મતલબ એવો પણ નથી કે આ ઘટાડા પર પૈસા લગાવવા જોઈએ."

  આ પણ વાંચો: ડોલી ખન્નાએ પોતાના પોર્ટફોલિયોમાં કર્યો બદલાવ, આ મલ્ટીબેગર શેરમાં વધાર્યું રોકાણ, શું તમારી પાસે છે?

  તેમણે કહ્યુ કે, અમુક ટ્રેડિંગ સેશન દરમિયાન બજાર નબળું રહેશે. આથી IRCTCના શેરમાં વધુ ઘટાડો આવી શકે છે. એવી આશા છે કે સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરના પરિણામ સુધી IRCTCનો શેર સીમિય દાયરામાં ટ્રેડ કરતો રહેશે.

  મિન્ટ પ્રમાણે આ મામલે ચૉઇસ બ્રોકિંગના સમીત બગડિયાએ જણાવ્યું કે, "ચાર્ટ પર આઈઆરસીટીસીનો શેરમાં કમજોરી નજરે પડે છે. આથી રોકાણકારોએ હાલ IRCTCના શેરમાં રોકાણથી બચવું જોઈએ. IRCTCના શેરનું મજબૂત રેજિસ્ટેન્સ લેવલ 6000-6100 રૂપિયા પર છે, જ્યારે તેનું સપોર્ટ લેવલ 5000-5100 રૂપિયા પર નજરે પડી રહ્યું છે."

  સપ્ટેમ્બરથી શરૂ થયો તેજીનો સિલસિલો

  આ વર્ષે IRCTCના શેરમાં જોરદાર તેજીનો સિલસિલો સપ્ટેમ્બર માસથી શરૂ થયો હતો. 1 સપ્ટેમ્બરે આ શેરની કિંમત લગભગ રૂ. 2730 હતી, જે સપ્ટેમ્બરનાં અંત સુધીમાં વધીને 4000 સુધી પહોંચી હતી. આ શેર થકી લોકો નફો કમાવવાનું વિચારી જ રહ્યા હતાં કે તેવામાં ઓક્ટોબરમાં પણ શેરમાં તેજી જોવા મળી. મહત્વનું છે કે ઘણા લાંબા સમય સુધી આ શેર રૂ. 2000ની કિંમતની આસપાસ જ સિમિત હતો, પણ જ્યારે કંપની એ શેર સ્પ્લીટ કરવાની જાહેરાત કરી ત્યાર બાદથી શેરમાં તેજી જોવા મળી રહી છે.

  આ પણ વાંચો: Multibagger Stocks: બે વર્ષે પહેલા લિસ્ટ થયેલો આ શેર 1600% ભાગ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

  IRCTC શેરને સ્પ્લીટ કરશે

  શેર સ્પ્લીટ કરવાથી સ્ટોક વધુ અફોર્ડેબલ બની જાય છે જેથી નાના રોકાણકારો પણ તેમાં રોકાણ કરતા હોય છે. IRCTCના કેસમાં પણ આવું જોવા મળ્યું જેને કારણે કંપનીની લિક્વિડીટીમાં વધારો થયો અને તેનું માર્કેટ ઉંચું આવ્યું. વિશ્લેષકોના મત મુજબ કોવિડ 19નાં કેસોમાં ઘટાડો અને મજબૂત બનતા રસીકરણ અભિયાનને કારણે સમગ્ર દેશમાં હાલ અનલોક થયું છે, કોવિડની ત્રીજી વેવના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી, તેથી હવે માર્કેટ મજબૂત બનતું દેખાઈ રહ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock tips, આઇઆરસીટીસી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन