IRCTCથી ટ્રેન ટિકિટ બૂક કરાવવી પડશે મોંઘી, ભરવો પડશે ચાર્જ

News18 Gujarati
Updated: August 31, 2019, 5:28 PM IST
IRCTCથી ટ્રેન ટિકિટ બૂક કરાવવી પડશે મોંઘી, ભરવો પડશે ચાર્જ
IRCTCથી ઇ-ટિકિટ ખરીદવી હવે મોંઘી થશે. ભારતીય રેલવે એ 1 સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ ફરીથી લેવાનો નિર્ણય લીધો છે.

IRCTCથી ઇ-ટિકિટ ખરીદવી હવે મોંઘી થશે. ભારતીય રેલવે એ 1 સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ ફરીથી લેવાનો નિર્ણય લીધો છે.

  • Share this:
IRCTCથી ઇ-ટિકિટ ખરીદવી હવે મોંઘી થશે. ભારતીય રેલવે એ 1 સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ ફરીથી લેવાનો નિર્ણય લીધો છે. IRCTC તરફથી 30 ઓગસ્ટના રોજ જાહેર કરેલા આદેશ અનુસાર હવે આઇઆરસીટીસી નોન વાતાનુકુલિત કેટેગરીની ઇ-ટિકિટ પર 15 રૂપિયા અને પ્રથમ વર્ગ સહિતની તમામ વાતાનુકુલિત ઇ-ટિકિટ પર 30 રૂપિયા સેવા ફી લેશે. ઉપરાંત, જીએસટી અલગ રહેશે. 3 વર્ષ પહેલા મોદી સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સર્વિસ ચાર્જ પાછો ખેંચી લીધો હતો. આ પહેલા આઇઆરસીટીસી નોન-વાતાનુકુલિત કેટેગરીની ઇ-ટિકિટ પર 20 રૂપિયા અને તમામ વાતાનુકુલિત કેટેગરીની ઇ-ટિકિટ પર 40 રૂપિયા ફી લેતી હતી.

આ નિર્ણય શા માટે ?

આ મહિનાની શરૂઆતમાં રેલવે બોર્ડે ઓનલાઇન ટિકિટ પર મુસાફરો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલવા માટે ભારતીય રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશનને મંજૂરી આપી હતી.

 >> 30 ઓગસ્ટે જાહેર કરાયેલા એક પત્રમાં બોર્ડે કહ્યું કે આઇઆરસીટીસીએ ઇ-ટિકિટ બૂકિંગ પર સર્વિસ ચાર્જને વસુલવા વિસ્તૃત યોજના બનાવી છે અને સક્ષમ ઓથોરિટી દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી છે.

>> નાણાં મંત્રાલયે કહ્યું હતું કે સર્વિસ ફી માફ કરવાની યોજના અસ્થાયી છે અને રેલવે મંત્રાલય ગમે ત્યારે ઇ-ટિકિટ લેવાનું શરૂ કરી શકે છે.

>> અધિકારીઓનું કહેવું છે કે આઇઆરસીટીસીએ સર્વિસ ચાર્જ નાબૂદ કર્યા પછી નાણાકીય વર્ષ 2016-17માં ઇન્ટરનેટ ટિકિટની આવકમાં 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

 
First published: August 31, 2019, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading