ટ્રેનમાં આટલાં મોઘાં થશે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, રેલ મંત્રાલયે ભાવ વધારવા IRCTCને મંજૂરી આપી

News18 Gujarati
Updated: December 24, 2019, 12:14 PM IST
ટ્રેનમાં આટલાં મોઘાં થશે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, રેલ મંત્રાલયે ભાવ વધારવા IRCTCને મંજૂરી આપી
પ્રતીકાત્મક તસવીર

ટ્રેનમાં ભોજન કરવું મોંઘું પડશે, નવા ભાવ ક્યારથી લાગુ થશે તેના પર IRCTC ટૂંક સમયમાં નિર્ણય લેશે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railways)થી મુસાફરી કરવી હવે વધુ મોંઘી થવાની છે. કારણ કે રેલવે મુસાફરી દરમિયાન ચા, નાસ્તો અને ખાવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. IRCTC તરફથી સ્ટૉક એક્સચેન્જ એટલે કે બીએસઈ અને એનએસઈને આપેલી જાણકારી મુજબ, રેલવે બોર્ડ (Railway Board) બાદ હવે રેલ મંત્રાલયે રાજધાની (Rajdhani), શતાબ્દી (Shatabdi) અને દુરન્તો (Duranto)માં ચા, નાસ્તો અને ભોજનના ભાવ વધારવાની મંજૂરી આપી દીધી છે. નવા ભાવ મેલ, એક્સપ્રેસ અને બીજી ટ્રેનોમાં પણ લાગુ થશે. નવા ભાવ ક્યારથી લાગુ થશે તેની પર IRCTC ટૂંક સમયમાં નિર્ણય લેશે.

ભાવોની નવી યાદી : એક્સપ્રેસ, મેલ ટ્રેનમાં શાકાહારી નાસ્તો (Vegetarian Breakfast) 35 રૂપિયામાં મળશે, જ્યારે માંસાહારી નાસ્તો (Non-Veg. Breakfast) 45 રૂપિયામાં મળશે. રેલવેએ સ્પષ્ટ કરી દીધું છે કે તમામ ખાવા-પીવાની ચીજોના ભાવોમાં જીએસટી પહેલાથી જ સામેલ છે.

(1) સવારની ચા (Morning Tea Rate list in Train)

>> ફર્સ્ટ ક્લાસ AC અને એક્ઝિક્યૂટિવ ચેર કાર : 35 રૂપિયા
>> સેકન્ડ ક્લાસ AC/3rd AC/ચેરકાર : 20 રૂપિયા
>> દુરન્તો, સ્લીપર ટ્રેનમાં : 15 રુપિયા(2) નાસ્તો (Breakfast Food Rate List in Train)
>> ફર્સ્ટ ક્લાસ AC અને એક્ઝિક્યૂટિવ ચેર કાર : 140 રૂપિયા
>> સેકન્ડ ક્લાસ AC/3rd AC/ચેરકાર : 105 રૂપિયા
>> દુરન્તો, સ્લીપર ટ્રેનમાં : 65 રુપિયા

(3) લંચ/ડિનર (Lunch/Dinner Food Rate List in Train)
>> ફર્સ્ટ ક્લાસ AC અને એક્ઝિક્યૂટિવ ચેર કાર : 245 રૂપિયા
>> સેકન્ડ ક્લાસ AC/3rd AC/ચેરકાર : 185 રૂપિયા
>> દુરન્તો, સ્લીપર ટ્રેનમાં : 120 રુપિયા

(4) સાંજની ચા(Evening Tea Rate List in Train)
>> ફર્સ્ટ ક્લાસ AC અને એક્ઝિક્યૂટિવ ચેર કાર : 140 રૂપિયા
>> સેકન્ડ ક્લાસ AC/3rd AC/ચેરકાર : 90 રૂપિયા
>> દુરન્તો, સ્લીપર ટ્રેનમાં : 50 રુપિયા

(5) ભારતીય રેલવે તરફથી ચિકન કરી (Chicken Curry)નું નવું ઑપ્શન પણ મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

(6) મેલ/એક્સપ્રેસ ટ્રેનમાં ખાવાના ભાવની નવી યાદી (Mail/Express trains: Revised IRCTC tariff for standard meals)
>> નાસ્તો (શાકાહારી) : 40 રૂપિયા
>> નાસ્તો (માંસાહારી) : 50 રૂપિયા
>> સ્ટાન્ડર્ડ મીલ (શાકાહારી) : 80 રૂપિયા
>> સ્ટાન્ડર્ડ મીલ (માંસાહારી એગ કરી સાથે) : 90 રૂપિયા
>> સ્ટાન્ડર્ડ મીલ (માંસાહારી ચિકન કરી સાથે) : 130 રૂપિયા
>> વેજ. બિરયાની : 80 રૂપિયા
>> એગ બિરયાની : 90 રૂપિયા
>> ચિકન બિરયાની : 110 રુપિયા

પ્રતીકાત્મક તસવીર


આ પણ વાંચો, સરકારી નોકરી : ધોરણ-10 પાસ માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર મળશે Job

રેલ મંત્રાલયના સર્કુલરમાં એમ પણ લખવામાં આવ્યું છે કે સ્ટાન્ડર્ડ આઇટમ્સ મેન્યૂ, જનતા મીલ્સનું મેન્યૂ અને ભાવ અને તમામ ટ્રેનોમાં તેનું પાલન કરવાના નિયમ સ્ટેટિક યૂનિટ ઉપર પણ લાગુ થશે. આઈઆરસીટીસી અને ઝોનલ રેલવે એ વાતનું ધ્યાન રાખશે કે ભાવ વધારવાથી ખાવાની ક્વોલિટી અને હાઈજીનમાં સુધારો થશે. તેની તપાસ કરવા માટે સમયાંતરે ગહન નિરીક્ષણ પણ કરવામાં આવશે.

(દિપાલી નંદા, સંવાદદાતા- CNBC આવાજ)

આ પણ વાંચો, Jioનો ધમાકેદાર પ્લાન આજથી શરૂ, આટલા રિચાર્જ પર આખું વર્ષ મેળવો અનલિમિટેડ સર્વિસનો ફાયદો
First published: December 24, 2019, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading