નવી દિલ્લી: સમગ્ર વિશ્વ કોરોનાનો સામનો કરી રહ્યું છે. કોરોનાના કપરા સમયમાં ટ્રાન્સપોર્ટેશન માટે હવાઈયાત્રાને સુરક્ષિત માનવામાં આવે છે. એરલાઈન કંપનીઓ યાત્રીઓને આકર્ષવા માટે અનેક પ્રકારની ઓફર આપી રહી છે, જેથી તેઓ હવાઈયાત્રા કરે. IRCTCએ યાત્રીઓને આકર્ષવા માટે અદભુત ઓફર રજૂ કરી છે. જો ગ્રાહક IRCTCના પ્લેટફોર્મ પરથી ટીકિટ બુક કરશે, તો તેમને ફ્રીમાં રૂ. 50 લાખનો વીમો અને વૈશ્વિક સ્તર પર અનેક લાભ આપવામાં આવશે.
IRCTCની વેબસાઈટ પરથી ટીકિટ બુક કરવા માટે માત્ર રૂ. 50 કન્વેનિયંસ ફી લેવામાં આવશે. પેમેન્ટ કરવા માટે ગ્રાહકોને 50થી વધુ પેમેન્ટ મોડ આપવામાં આવે છે અને ટીકિટ બુક કરવા માટે કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ ન લેતા હોવાનું કંપનીએ જણાવ્યું છે.
આ ફ્રી વીમા યોજના દરેક હવાઈ યાત્રીઓ માટે છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની કોઈપણ ક્લાસની ટીકિટ લેનારને આ લાભ આપવામાં આવશે. ટ્રાવેલ સાઈટ્સ પર આ પ્રકારનો વીમો કરાવવાથી નિશ્ચિત ચાર્જ ચૂકવવાનો રહે છે. આ ટ્રાવેલ સાઈટ્સ એક ટીકિટ પર રૂ. 200 પ્રોસેસિંગ ચાર્જના નામે વસૂલે છે જેની સામે IRCTC માત્ર રૂ. 50 ચાર્જ લે છે.
સ્પેશિયલ યાત્રા ઓફર
કંપની તરફથી રક્ષા ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિને સ્પેશિયલ ભાડા ઓફર આપવામાં આવે છે. ગ્રાહકોને એક સાથે અલગ અલગ શહેરોની ટીકિટ બુકિંગ, ક્રેડિટ શેલ, સુપર સેવર, રી શેડ્યુલિંગ જેવી સુવિધાઓનો લાભ પણ આપવામાં આવે છે. IRCTCએ જણાવ્યું કે તેના પ્લેટફોર્મ પરથી સરળતાથી LTC ટીકિટ બુક કરાવી શકાય છે.
કોરોનાને કારણે અનેક રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ઓફિસો બંધ છે અને બિઝનેસ ઠપ્પ થઈ ગયા છે. આર્થિક ગતિવિધિઓ ધીમી પડવાને કારણે લોકોની અન્ય સ્થળ પર અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. 2 મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઈટથી 1,08,945 યાત્રીકોએ સફર કરી અને નિશ્ચિત સ્થળ પર પહોંચવા માટે 1417 ફ્લાઈટનો ઉપયોગ કર્યો છે. આ દિવસે એરપોર્ટ પર 2,18,756 ફુટફોલ જોવા મળ્યો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર