ટ્રેનમાં સીટ આપવા માટે ના નહીં પાડી શકે TTE, તમે પણ ચેક કરી શકો છો ખાલી સીટ

રેલવેએ ફાઇનલ રિઝર્વેશન ચાર્ટને ઓનલાઇન કરવાનો નિર્ણય કર્યો છે

રેલવેએ ફાઇનલ રિઝર્વેશન ચાર્ટને ઓનલાઇન કરવાનો નિર્ણય કર્યો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક સારું પગલું લેવામાં આવ્યું છે. રેલવેએ ફાઇનલ રિઝર્વેશન ચાર્ટને ઓનલાઇન કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી તમે જાણી શકશો કે કઇ ટ્રેનમાં કેટલી ખાલી સીટ છે. તમે સરળતાથી આઇઆરસીટીસી (IRCTC)ની વેબસાઇટ પર કોઇ પણ ટ્રેનનું રિઝર્વેશન ચાર્ટ જોઇ શકશો. રેલવેના આ નિર્ણય બાદ તમારે ટીટીઇના આંટાફેરા નહીં ખાવા પડે. મુસાફરો કોઇપણ ટ્રેનની ટિકિટ બુક કરતાં સમયે લાઇવ સ્ટેટસ જાણી શકશે.

  ટ્રેનમાં ચાર્ટ બન્યા પછી રેલવે તેને IRCTCની વેબસાઇટ પર મૂકશે. નવી સિસ્ટમમાં ટ્રેન નીકળે તેના ચાર કલાક પહેલાં જે ચાર્ટ બનશે તેની માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવશે. બીજો ચાર્ટ 30 મિનિટ પહેલાં ઉપલબ્ધ હશે. બીજા ચાર્ટમાં પહેલાં ચાર્ટ પછી કેન્સલ થયેલી ટિકિટો બાદ ખાલી પડેલી સીટોની માહિતી હશે.

  આ ચાર્ટમાં ખાલી સીટો જોઇને તમે ટીટીઇને સીધા જ સીટ એલોટ કરવા માટે કહી શકો છો. નવો ચાર્ટ મોબાઇલ અને ડેસ્કટોપ બન્નેમાં દેખાશે. ખાસ વાત એ છે કે, સીટની સ્થિતિ જોવા માટે તમારે આઇઆરસીટીસીની વેબસાઇટમાં લોગિન કરવાની જરૂર નહીં પડે. આનો અર્થ છે કે કોઇપણ રિઝર્વેશન ચાર્ટની સ્થિતિ જોઇ શકશે.

  આ પણ વાંચો: SBI મે મહિનાથી શરૂ કરશે આ નવી સર્વિસ, હવે ગ્રાહકોને સીધો મળશે ફાયદો!

  આવી રીતે ચેક કરો સીટ

  >> રિઝર્વેશન ચાર્ટ જોવા માટે સૌથી પહેલાં www.irctc.co.inની વેબસાઇટ ઓપન કરો.
  >> બુક યોર ટિકિટ વિન્ડોની સૌથી નીચે પીએનઆર સ્ટેટ્સની બાજુમાં જ ચાર્ટ વેકેન્સીનો વિકલ્પ હશે.
  >> આની પર ક્લિક કરતાં તમારી સામે નવી વિન્ડો દેખાશે.
  >> આ વિન્ડોમાં તમારે મુસાફરી અંગે વિગતો નાખવી પડશે.
  >> જેમાં ટ્રેનનું નામ અથવા નંબર, મુસાફરીની તારીખ અને બોર્ડિંગ સ્ટેશનની માહિતી નાંખવી પડશે. જે બાદ ગેટ ટ્રેન ચાર્ટ પર ક્લિક કરો.
  >> આની પર ક્લિક કરતાં જ એક વિન્ડો ખુલશે.
  >> આ વીન્ડોમાં સીટની શ્રેણી હશે. જેમાં સ્લીપર ક્લાસ, સેકન્ડ સીટિંગ, થર્ડ એસી, સેકન્ડ એસી વગેરે વિકલ્પ હશે. તમારી મુસાફરી પ્રમાણે વિકલ્પ પર ક્લિક કરો.
  >> એની પર ક્લિક કરતાં જ તમારી સામે વિન્ડો ઓપન થશે. જેમાં બોર્ડિંગ સ્ટેશનથી ખાલી સીટોની માહિતી મળશે.
  Published by:Azhar Patangwala
  First published: