રેલ યાત્રિ ધ્યાન આપો, ટ્રેન ચૂકી જવા પર આ રીતે સરળતાથી મળશે રિફન્ડ

News18 Gujarati
Updated: November 3, 2019, 12:14 PM IST
રેલ યાત્રિ ધ્યાન આપો, ટ્રેન ચૂકી જવા પર આ રીતે સરળતાથી મળશે રિફન્ડ

  • Share this:
ભારતીય રેલ્વે (Indian Railway) સતત પોતાના યાત્રિઓની સુવિધાને સરળ બનાવવા માટે પગલાં ભરી રહ્યું છે. જો તમે દિવાળીની લાંબી રજાઓ પછી ઘરે પરત ફરી રહ્યા હોવ, તો આપને જણાવી દઈએ કે રેલ્વે એ 1 એપ્રિલ થી પીએનઆર સંબંધી એક નિયમમાં બદલાવ કર્યો છે. નવા નિયમ અનુસાર જો તમે ટ્રેન ચૂકી જાવ છો તો રિફંડ (Train Ticket Cancels Refund) મેળવવું સરલ બની ગયું છે. જો સરળ શબ્દોમાં કહેવામાં આવે તો કોઈ યાત્રી એ કનેક્ટિંગ ટ્રેનની ટિકિટ લીધી છે, અને તેમની ટ્રેન છૂટી જાય તો તે યાત્રીને પૂરા પૈસા રિફંડ કરવામાં આવશે. પરંતુ આ ત્યારે થશે, જ્યારે પહેલી ટ્રેન મોડા પોતાના સ્ટેશન પર પહોંચે છે અને આ કારણે યાત્રી પોતાની બીજી ટ્રેન ન પકડી શકે. આ સિવાય રેલ્વે બોર્ડિંગથી જોડાયેલો નિયમ પણ બદલાઈ ગયો છે.

PNR સાથે જોડાયેલો નિયમ- IRCTC એ ટ્વિટ્ કરી જણાવ્યું છે કે યાત્રિઓના 2 PNR એક યાત્રા દરમિયાન સાથે લિંક થશે. હને યાત્રિઓએ IRCTC 'ઈ ટિકિટ' અને PNR એકાઉન્ટ ટિકિટ બંનેને એક સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રેલ યાત્રિ ધ્યાન આપો, ટ્રેન ચૂકી જવા પર આ રીતે સરળતાથી મળશે રિફન્ડ

- અત્યાર સુધી બે PNR એક સાથે લિંક ન હોવાના કારણે ટ્રેન છૂટી જવાના કારણે યાત્રિઓને રિફંડ નહોતું મળી શકતું.

 - આ નવા નિયમ અનુસાર જો 2 ટિકિટ એક સાથે લિંક હોવાના કારણે એક ટ્રેનના મોડા પડવાથી બીજી ટ્રેન છૂટી જવા પર ફક્ત પહેલી ટ્રેનના પ2સા કપાશે અને બીજી ટ્રેનના પૈસા સમય પર રિફંડ કરવામાં આવશે.

- આ સિવાય નવા નિયમ અનુસાર પહેલી ટિકિટનું ગંતવ્ય સ્તલ અને બીજી ટિકિટ દ્વારા યાત્રા શરૂ કરવાનું સ્થળ એક હોવું જોઈએ..

SBI ના બચત ખાતા પર વ્યાજનો દર ઘટ્યો, વધારે નફા માટે અહીં રોકાણ કરો

સરકારની મદદથી 2 લાખ રૂપિયામાં શરૂ કરો આ ધંધો, કરશે મોટી કમાણી

પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત
First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading