રેલવેએ બદલ્યા નિયમ, હવે ID પ્રૂફની હાર્ડ કોપી સાથે રાખવી નહીં પડે

હવે ID પ્રૂફની હાર્ડ કોપી સાથે રાખવી નહીં પડે

તે હવે એમ-આધાર (M-Aaadhaar)નો આઇડી પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકશે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન આઇડી પ્રૂફની હાર્ડ કોપી રાખવાની જરૂર નહીં પડે. ભારતીય રેલવેએ મુસાફરોને એક નવી સુવિદ્યા આપી છે. તે હવે એમ-આધાર (M-Aaadhaar)નો આઇડી પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)ની ટ્વિટ પ્રમાણે, મુસાફરો હવે યાત્રા દરમિયાન એમ-આધાર, ઇ-આધાર, ડ્રાઇવિંગ લાયસન્સ વેલિડ આઇડી પ્રૂફનું કામ કરશે. એટલે કે યાત્રી મોબાઇલની મદદથી પોતાનું વેરિફિકેશન કરાવી શકે છે.

  ફોનમાં ડાઉનલોડ કરો m-Aadhaar- આધારકાર્ડ હોલ્ડર પ્લેસ્ટોરમાંથી m-Aadhaar એપ ફોનમાં ડાઉનલોડ કરે. આનાથી પોતાની ઓળખ વેરિફાઇ કરવાની અને આઇડી પ્રૂફ બતાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ ઇન્ટરફેસ દ્વારા આધારકાર્ડ હોલ્ડર પોતાનું નામ, સરનામું, ઉંમર, ફોટો જેવી માહિતી ફોનમાં સાથે લઇને ચાલી શકે છે. આ એપ હાલ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ યુઝર્સ આ એપને ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે.

   આ પણ વાંચો: સરકારી કર્મચારીઓના GPF ખાતા પર થયો નિર્ણય, 30 જુન સુધી આટલું વ્યાજ મળશે

  શું છે ઇ-આધાર: ઇ-આધાર પાસવર્ડથી સુરક્ષિત આધારની ઇલેક્ટ્રોનિક કોપી છે. આની પર યુઆઇડીએઆઇની ડિજિટલ સહી હોય છે. આધાર એક્ટ અનુસાર, ઇ-આધાર તમામ કામો માટે આધારની ફિઝિકલ કોપી જેટલું જ માન્ય છે.
  Published by:Azhar Patangwala
  First published: