તેજસ એક્સપ્રેસની ટિકિટ બુક કરાવનારા મુસાફરો માટે ડબલ ફાયદો, આ રીતે ઉઠાવો લાભ

તેજસ એક્સપ્રેસ (ઉદ્ઘાટન સમયની તસવીર)

IRCTC launches scheme for Tejas Express Booking: IRCTCએ તેજસ એક્સપ્રેસથી મુસાફરી કરનાર મુસાફરો માટે ખાસ સ્કીમ લૉંચ કરી છે. આ સ્કીમની લાભ લેવા માટે તમે SBIના ગ્રાહકો હોવ તે જરૂરી છે.

  • Share this:
    નવી દિલ્હી: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન લિમિટેડે (Indian Railway Catering And Tourism Corporation Limited -IRCTC) આગામી મહિનાથી તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેનો દોડાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. IRCTC લખનઉ-દિલ્હી-લખનઉ (82501-82502) અને અમદાવાદ-મુંબઈ-અમદાવાદ (82901-82902) ટ્રેન ચલાવશે. આ પ્રથમ ખાનગી ટ્રેન છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનાર મુસાફરો માટે IRCTC આનંદના સમાચાર લાવ્યું છે. આ ટ્રેનના બુકિંગમાં મુસાફરોને બેવડો ફાયદો મળશે. IRCTCએ તેજસ એક્સપ્રેસથી મુસાફરી કરનાર મુસાફરો માટે ખાસ સ્કીમ લૉંચ કરી છે. આ સ્કીમની લાભ લેવા માટે તમે SBIના ગ્રાહકો હોવ તે જરૂરી છે. આ માટે તમારે SBI પ્રીમિયમ કાર્ડથી તમારી ટિકિટ બુક કરાવવી પડશે.

    IRCTC પ્રમાણે SBI પ્રીમિયમ કાર્ડ બનવાના 45 દિવસની અંદર તેજસ એક્સપ્રેસની ટિકિટ બુકિંગ કરાવવા પર 500 રિવૉર્ડ પોઇન્ટ આપવામાં આવશે. આ પોઇન્ટ ટિકિટ કેન્સલ કરાવ્યા વગર મુસાફરી કર્યાંના પાંચ દિવસ પછી આપવામાં આવશે. બીજી વખત IRCTC SBI પ્રીમિયમ કાર્ડથી બુકિંગ કરાવવા પર કાર્ડ ધારકને જાતે મુસાફરી કરવા પર 100 રૂપિયામાં 15 પોઇન્ટ આપશે. આ વખતે આશરે 15 ટકાનું વળતર મળશે. મુસાફર 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી મહત્તમ 1500 પોઇન્ટ લઈ શકે છે. જે 25 વખત તેજસ ટ્રેનમાં બુકિંગ કરાવવા પર મળશે.

    આ પણ વાંચો: વધુ એક સ્ટાર્ટઅપ IPO લાવશે, નાઇકા 50 કરોડ ડૉલરનો આઈપીઓ લાવે તેવી શક્યતા

    IRCTC SBI પ્રીમિયમ કાર્ડની ખાસિયત

    >> કાર્ડ ચાર્જની ચૂકવણી પર 1,500 રૂપિયાના મૂલ્યમાં 1,500 બોનસ રિવૉર્ડ પોઇન્ટ મળશે.
    >> આખું વર્ષ રેલવે ખર્ચ માટે રિવૉર્ડ પોઇન્ટ્સના રૂપમાં ફ્લેટ 10 ટકા ડિસ્કાઉન્ટ.
    >> એર ટિકિટ અને ઈ-કેટરિંગ ખર્ચ પર પાંચ ટકા રિવૉર્ડ પોઇન્ટ્સ.
    >> રેલવે દુર્ઘટના કવર, 10 લાખ રૂપિયા.
    >> ક્રેડિટ કાર્ડ લાયાબિલીટી કવર, 1 લાખ રૂપિયા.

    આ પણ વાંચો: તમે શૉપિંગ સાઇટ્સ પર કઈ પ્રોડક્ટ જુઓ છો તેનો રિપોર્ટ કંપનીઓને ન મળે તે માટે એડ ટ્રેકિંગને કરો બંધ

    ઑનલાઇન ટિકિટ માટે IRCTCનો નવો નિયમ

    ભારતીય રેલવે (Indian Railways) પોતાની સેવાને વધારે સારી કરવા માટે જરૂરી ફેરફાર કરતું રહે છે. રેલવેએ પોતાની ટિકિટ બુકિંગ (Railway ticket booking) સેવામાં ખૂબ સુધારો કર્યો છે. પહેલા રેલવેની ટિકિટ લેવા માટે બુકિંગ કાઉન્ટર સુધી લાંબા થવું પડતું હતું. હવે મોબાઇલમાંથી પણ ટિકિટનું બુકિંગ થઈ શકે છે. રેલવેની ટિકિટ બુક કરવા માટે તમારે IRCTCની વેબસાઇટ કે એપ પર જવાની જરૂર રહે છે. હવે રેલવેએ ટેકિટ બુકિંગ માટે મોબાઇલ અને ઇ-મેલ વેરિફિકેશન (Mobile and E-Mail Verification) અનિવાર્ય કર્યું છે. જે બાદમાં જ તમે ટિકિટની ખરીદી (Online Rail Tickets Booking Rule) કરી શકશો. આ નિયમ એવા લોકો માટે છે જેમણે લાંબા સમયથી ટિકિટ નથી ખરીદી. જોકે, આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં કરી શકાય છે. (વાંચો સમગ્ર અહેવાલ....)



    શું છે નવો નિયમ?

    કોરોના સંક્રમણ બાદ લાંબા સમય સુધી રેલવેની સેવા બંધ રહી હતી. અનેક મુસાફરોએ રેલવેની સેવા શરૂ થયા બાદ પણ મુસાફરી કરવાનું ટાળ્યું હતું. આથી અનેક લોકોએ લાંબા સમય સુધી રેલવેની ટિકિટ બુક કરાવી ન હતી. હવે આવા લોકોએ આઈઆરસીટીસીની વેબ કે એપ મારફતે ટિકિટ ખરીદતા પહેલા મોબાઇલ નંબર અને ઇ-મેલનું વેરિફિકેશન કરાવવું પડશે. જે બાદમાં જ ટિકિટ બુક થઈ શકશે. બીજી તરફ જે લોકો નિયમિત રીતે ટિકિટ બુક કરાવતા રહ્યા છે તેમણે આ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે.
    Published by:Vinod Zankhaliya
    First published: