નવી દિલ્હી : ભારતીય રેલવેની (Indian Railways)સહયોગી કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation) હવે દેશમાં બસોની ટિકિટની બુકિંગ (Bus Ticket Booking)પણ કરશે. યાત્રી કોઇપણ શહેર માટે આઈઆરસીટીસીના (IRCTC) રેલ કનેક્ટ એપ (rail connect app)દ્વારા આસાનીથી બુકિંગ કરાવી શકે છે. આ માટે યાત્રી પાસેથી કોઇ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. જોકે આ સેવા ટ્રાયલના રૂપમાં ઘણા પહેલા શરૂ કરવામાં આવી હતી પણ સોમવારે ટ્રાયલ સફળ થયા પછી તેને પૂરી રીતે શરૂ કરવામાં આવી છે.
દેશભરમાં 50 હજાર બસ ઓપરેટર IRCTC સાથે જોડાયા
આઇઆરસીટીસી અત્યાર સુધી ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ જ બુકી (Ticket Booking)કરી રહ્યું હતું. જોકે યાત્રીને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પણ આપવામાં આવશે. આસાન શબ્દોમાં સમજો તો ફ્લાઇટ અને ટ્રેન પછી જો યાત્રી બસથી જઈ રહ્યો છે તો તેના બસ ટિકિટની બુકિંગ સુવિધા પણ આઈઆરસીટીસી ઉપલબ્ધ કરાવશે. આ માટે આઇઆરસીટીસી સાથે દેશભરમાં લગભગ 50,000 બસ ઓપરેટ જોડાઇ ચૂક્યા છે, જે 22 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં યાત્રીઓને પોતાના સ્થળ સુધી પહોંચાડશે.
યાત્રીઓ પાસેથી કોઇ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં
બસ ઓપરેટરોમાં પ્રાઇવેટ ઓપરેટ અને રાજ્ય સરકારની બસ સામેલ છે. આઈઆરસીટીસીના મતે નવી સુવિધાનો ટ્રાયલ ઘણા મહિના પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન રોજના લગભગ 2000થી 2500 યાત્રીઓ આઈઆરસીટીસી રેલ કનેક્ટ એપ દ્વારા બસ ટિકિટ બુકિંગ કરી રહ્યા હતા.