Railwayએ આજે 524 ટ્રેનોને કેન્સલ કરી, સ્ટેશન જતાં પહેલા ચૅક કરી લો યાદી

ભારતીય રેલવેએ કેન્સલ કરેલી ટ્રેનોમાં જનશતાબ્દી, સુપરફાસ્ટ, મેલ, એક્સપ્રેસ ટ્રનોનો પણ સમાવશે

ભારતીય રેલવેએ કેન્સલ કરેલી ટ્રેનોમાં જનશતાબ્દી, સુપરફાસ્ટ, મેલ, એક્સપ્રેસ ટ્રનોનો પણ સમાવશે

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railways)એ ગુરુવાર એટલે કે 19 માર્ચ 2020ના રોજ અનેક ટ્રનોને કેન્સલ કરી છે. આ ટ્રેનોને કેન્સલ કરવાના અલગ-અલગ કારણ છે. આ યાદીમાં એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેનની સાથે કેટલીક સ્પેશલ ટ્રેનોનો પણ રદ કરવામાં આવી છે. રેલવે તરફથી મળેલી અધિકૃત જાણકારી મુજબ, આજે 524 ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. તેમાં જનશતાબ્દી, સુપરફાસ્ટ ટ્રેનો, મેલ એક્સપ્રેસ, પેસેન્જર સહિત અનેક મુખ્ય ટ્રેનો સામેલ છે.

    કોરોનાના કારણે આ 80 ટ્રેનો રદ થઈ

    દેશભરમાં કોરોના વાયરસ ફેલાવાના ખતરાને જોતાં મુસાફરોની ઘણી ઓછી સંખ્યાના કારણે ભારતીય રેલવેએ તમામ ઝોનની મળીને તકેદારીના ભાગ રૂપે બુધવાર સુધી 80 ટ્રેનોને રદ કરી હતી. જેમાં ઉત્તર રેલવેની 8 ટ્રેનો સામેલ છે. તેમાં દિલ્હી સરાય રોહિલ્લા પઠાણકોટ એક્સપ્રેસ, અંબાલા કેન્ટ શ્રીગંગાનગર અંબાલા ઇન્ટરસિટી એક્સપ્રેસ, નવી દિલ્હી ફિરોજપુર શતાબ્દી એક્સપ્રેસ, છત્રપતિ શિવાજી મહારાજ નિજામુદ્દીન રાજધાની એક્સપ્રેસ અને હજરત નિજામુદ્દીનથી છત્રપતિ શિવાજી ટર્મિનસ રાજધાની એક્સપ્રેસ સામેલ છે.

    ઑફિશિયલ વેબસાઇટ પર કરી શકો છો ચૅક

    મુસાફરો તેને રેલવેની ઑફિશિયલ વેબસાઇટ પર જઈને ટ્રેનનું સ્ટેટસ અને ડિટેલ ચેક કરી શકે છે. આ ઉપરાંત સ્ટેશન ઉપર પણ જાહેરાત કરીને ટ્રેન કેન્સલ કરવા વિશેની જાણકારી મળી જાય છે. મુસાફરો 139 નંબર પર મેસેજ મોકલીને પણ ટ્રેન કેન્સલ અંગની માહિતી મેળવી શકે છે.

    આ પણ વાંચો, Corona Effect: ભીડ ટાળવા ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો ચાર્જ 10થી વધારી 50 રૂપિયા કર્યો

    પૂરું રિફન્ડ મળશે

    રેલવેએ જે પણ ટ્રેનોને કેન્સલ કરી છે અને જો તમે તેમાં રિઝર્વેશન કરાવ્યું છે તો વિભાગ દ્વારા આપને પૂરું રિફન્ડ આપવામાં આવશે. તો તમે ચેક કરીને પોતાની મુસાફરી માટે કોઈ પણ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી શકો છો.

    આ પણ વાંચો, Coronaને લઈ રેલવેનો મોટો નિર્ણય : AC કોચમાંથી પડદા હટાવ્યા, બ્લેન્કેટ નહીં અપાય
    Published by:Mrunal Bhojak
    First published: