ટ્રેન ટિકિટ ખોવાઇ જાય તો પણ તમને નહીં રોકી શકે TTE, આ છે નિયમ

તમે ટ્રેનમાં જતા પહેલા અથવા પછી ટિકિટ ખોવાઇ જાય છે, તો તમે ગભરાશો નહીં અથવા પરેશાન થવાની જરુરી નથી. રેલવેએ મુસાફરો માટે આવા અનેક નિયમો બનાવ્યા છે. જે મુસાફરી સરળ બનાવે છે.

News18 Gujarati
Updated: June 2, 2019, 11:52 AM IST
ટ્રેન ટિકિટ ખોવાઇ જાય તો પણ તમને નહીં રોકી શકે TTE, આ છે નિયમ
તમે ટ્રેનમાં જતા પહેલા અથવા પછી ટિકિટ ખોવાઇ જાય છે, તો તમે ગભરાશો નહીં અથવા પરેશાન થવાની જરુરી નથી. રેલવેએ મુસાફરો માટે આવા અનેક નિયમો બનાવ્યા છે. જે મુસાફરી સરળ બનાવે છે.
News18 Gujarati
Updated: June 2, 2019, 11:52 AM IST
ટ્રેનની મુસાફરી ખૂબ જ આર્થિક અને આરામદાયક છે, પરંતુ મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે બિનજરુરી મુશ્કેલીઓ વધી જાય છે. નિયમોને જાણતા હોવા છતા પણ એક મોટું નુકસાન થઇ જાય છે. તેથી આજે આપણે તમારી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે ટ્રેન ટિકિટોથી સંબંધિત અનેક મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યાં છીએ. તમે ભૂલથી ટિકિટ ઘર પર ભુલી ગયા છો અથવા રિઝર્વેશન ટિકિટ ભૂલી ગયા છો તો તમે શું કરી શકો. આ માટે રેલવેના અનેક નિયમો છે.

(1) જો ટ્રેન ટિકિટ ગુમ થઇ જાય તો TTE નહીં કરે પરેશાન- જો તમે રેલવે મુસાફરી માટે ઈ-ટિકિટ લઇને આવ્યાં છો અને ટ્રેનમાં બેઠા બાદ તમને ખબર પડે કે ટિકિટ ખોવાઇ ગઇ છે તો તમે ટિકિટ ચેકર TTE ને 50 રુપિયા પેનલ્ટી આપીને તમારી ટિકિટ મેળવી શકો છો.(2) જો પેસેન્જર પાસે પ્લેટફોર્મ ટિકિટ હોય તો તે ટ્રેનમાં મુસાફરી કરી શકો છે. જો મુસાફરોને કટોકટીમાં ટ્રેનમાં મુસાફરી કરવી પડે તો તેને પહેલા TTE નો સંપર્ક કરીને ટિકિટની વિનંતી કરવી જોઈએ. આ માટે પેસેન્જર પાસેથી 250 રૂપિયા ચાર્જ અને મુસાફરી ભાડું લેવામાં આવશે.પ્લેટફોર્મ ટિકિટનો ફાયદો એ હશે કે પ્રસ્થાન સ્ટેશનની ટિકિટ ખરીદેલી જ માન્ય ગણાશે. જ્યાથી પ્લેટફોર્મ ટિકિટ ખરીદી હોય અને તે ભાડું પણ એ જ કેટેગરીમાં વસૂલવામાં આવશે જેમાં યાત્રી મુસાફરી કરશે.
Loading...

(3) ટ્રેન છુટી જવા પર પણ તમે રિફંડ મેળવવા માટે હકદાર છો - જો તમારી ટ્રેન ચૂકી ગઇ છે, તો તમે ટીડીઆર ભરી શકો છો અને રિફંડ તરીકે તમારી ટિકિટની મૂળ ફિના 50% મેળવી શકો છો,

4) જો તમારી ટ્રેન ચૂકી ગઈ છે, તો ટીટીઈ આગામી બે સ્ટેશનો સુધી તમારી સીટને અલૉટ ન કરી શકે. પરંતુ બે સ્ટેશનો પછી, ટીટીઈ આરએસી ટિકિટ યાત્રીઓને આપી શકે છે.

 
First published: June 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...