Home /News /business /

ટ્રેનમાં આટલા વજનથી વધારે સામાન લઈ જવા પર થશે દંડ, શું છે નિયમ?

ટ્રેનમાં આટલા વજનથી વધારે સામાન લઈ જવા પર થશે દંડ, શું છે નિયમ?

રેલ્વેની આ વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક ક્લાસ માટે વજનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

રેલ્વેની આ વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક ક્લાસ માટે વજનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

    શું તમે જાણો છો કે રેલ્વેના કયા કોચમાં એક પ્રવાસી કેટલા કિલોગ્રામ સામાન લઈ જઈ શકે છે. જો નહીં તો તમને જણાવી દઈએ કે, નક્કી કરેલ મર્યાદા કરતા વધારે વજનનો સામાન લઈ જવા માટે નિયમ છે. આ નિયમ કેટલાએ વર્ષ જુનો છે. જ્યારથી ટ્રેનમાં ટિકિટ અપાય છે ત્યારથી નિયમ છે, પરંતુ 29 ઓગષ્ટ 2006માં આમાં કેટલાક સંશોધન કરવામાં આવ્યા, પરંતુ આ જાણી તમે હંમેશા ટેંશન ફ્રી રહી શકો છો.

    રેલ્વેની આ વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક ક્લાસ માટે વજનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
    - ફર્સ્ટ એસીમાં 70 કિલોગ્રામ
    - સેકન્ડ એસીમાં 50 કિલોગ્રામ
    - થર્ડ એસી અને ચેરકારમાં 40 કિલોગ્રામ
    - સ્લીપરમાં 40 અને જનરલમાં 35 કિલોગ્રામ, જ્યારે વેંડર્સ માટે 65 કિલોગ્રામ

    પ્રશ્ન - રેલ્વે કેવી રીતે નક્કી કરશે કયા યાત્રી પાસે કેટલા વજનનો સામાન છે?
    રેલ્વે અનુસાર, પ્રતિ વ્યક્તિ વજન અનુસાર જોઈએ તો, એક પરિવારના ચાર સભ્યો સ્લીપરમાં સફર કરી રહ્યા હોય તો, આ પરિવાર 150 કિલોથી વધારે વજન લઈ જઈ શકે છે. આનાથી વધારે સામાન લઈ જાય તો અન્ય યાત્રીને મુશ્કેલી થઈ શકે છે.

    પ્રશ્ન - પૈસા આપી કેટલો સામાન લઈ જઈ શકાય છે?
    વધારે પૈસા આપી યાત્રી સ્લીપર ક્લાસમાં પણ વધારેમાં વધારે 80 કિલોગ્રામ સામાન લઈ જઈ શકે છે. સેકન્ડ ક્લાસવાળા પણ આ રીતે 70 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે.

    ટ્રેનમાં સામાન સાથેના અન્ય નિયમ
    ટ્રેનમાં યાત્રી પાસે આપત્તિજનક વસ્તુ લઈ જવાની મનાઈ છે. જેમ કે વિસ્ફોટક, ખતરનાક જ્વલનશિલ પદાર્થ, ખાલી ગેસ સિલિન્ડર, રમતનો સામાન, તેજાબ, અને અન્ય હથિયાર જેવી સામગ્રી. જોકે, ડોક્ટરી પ્રમાણપત્ર સાથે દર્દી પોતાની સાથે સપોર્ટીંગ સ્ટેન્ડવાળો ઓક્સિજન સિલિન્ડર લઈ જઈ શકે છે. વધારે સામાન હોય તો, લગેજ-યાનમાં લઈ જઈ શકાય છે.

    પાંચ વર્ષથી વઘારે અને 12 વર્ષથી ઓછા વર્ષના બાળક માટે નિશુલ્ક સામાન લઈ જવાની મર્યાદા 50 કિલોગ્રામ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: આઇઆરસીટીસી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन