મોંઘી થઈ શકે છે રેલવેની મુસાફરી, IRCTC વસૂલી શકે છે આ ચાર્જ

News18 Gujarati
Updated: August 9, 2019, 3:20 PM IST
મોંઘી થઈ શકે છે રેલવેની મુસાફરી, IRCTC વસૂલી શકે છે આ ચાર્જ
મોંઘી થઈ શકે છે રેલવેની મુસાફરી

નોટબંધી બાદ આપવામાં આવેલી છૂટ ફરીથી શરૂ થતાં પ્રવાસીઓને આપવો પડશે આ ચાર્જ

  • Share this:
જો તમે ઓનલાઇન રેલવેની ટિકિટ (Online Rail Reservation) બુક કરાવો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. હવે આપનો પ્રવાસ થોડો મોંઘો થવાનો છે. ભારતીય રેલ ઈ-ટિકિટ (E Ticket) પર સર્વિસ ચાર્જને ફરીથી વસૂલવાની તૈયારી કરી રહી છે. તે એક પ્રકારે સુવિધા ચાર્જ છે જે લોકોને ઘરે બેઠા ટિકિટ બુક કરાવવા પર ચૂકવવો પડે છે. નોટબંધી (Demonetization) પહેલા રેલવે સ્લીપર ક્લાસની ટિકિટો પર 20 રૂપિયા અને એસી ક્લાસની ટિકિટો પર 40 રૂપિયાનો સુવિધા ચાર્જ વસૂલાતો હતો. હવે આ ચાર્જ ફરીથી લાગુ થઈ શકે છે.

નોટબંધી સમયે આપવામાં આવી હતી છૂટ

નવેમ્બર 2016માં નોટબંધી સમયે ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે મુસાફરોને આ ચાર્જથી છૂટ આપવામાં આવી હતી. તે સમયે નાણા મંત્રાલય તરફથી રેલવેને આ નિર્દેશ આપવામાં આવ્યા હતા. આઈઆરસીટીસીની ઓનલાઇન ટિકિટ બુકિંગ સેવાથી દરરોજ લગભગ 7 લાખ લોકો ટિકિટ બુક કરાવે છે. આઈઆરસીટીસીને તેનાથી વાર્ષિક લગભગ 500 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી હતી. આ કમાણી બંધ થવાથી આઈઆરસીટીસી ઉપર પણ અનેક મુશ્કેલીઓ આવી ગઈ હતી. આવકનો મોટો સ્ત્રોત બંધ થવાથી તેના માટે સંચાલન ખર્ચને પહોંચી વળવા, મેન્ટેનન્સ અને નવું કામ કરવું અશક્ય બની ગયું હતું.

ઓનલાઇન ટિકિટો પર સુવિધા ચાર્જ લાગતાં મોંઘી થશે રેલવેની મુસાફરી


આ પણ વાંચો, કાશ્મીરમાં જમીન કેટલામાં પડશે? ત્યાંના પ્રોપર્ટી ડીલરે જણાવ્યા ભાવ

રેલવે બોર્ડ કરશે લેશે નિર્ણયસૂત્રો મુજબ, નાણા મંત્રાલયે સર્વિસ ચાર્જથી છૂટની આ વ્યવસ્થાને અસ્થાઈ જણાવીને રેલવેને આ ચાર્જ ફરીથી વસૂલવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. હવે આ મુદ્દે આઈઆરસીટીસી અને રેલવે બોર્ડની વચ્ચે મીટિંગ થશે અને ત્યારબાદ જ તેની પર અંતિમ નિર્ણય લેવામાં આવશે કે આઈઆરસીટીસીનો નવો સર્વિસ ચાર્જ શું હશે અને તે ફરીથી ક્યારે લાગુ થશે.

આ પણ વાંચો, FD નહીં પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો ઇન્વેસ્ટ, બેંકથી વધુ મળશે વ્યાજ અને બચશે ટેક્સ
First published: August 9, 2019
વધુ વાંચો
अगली ख़बर