Home /News /business /1 એપ્રિલથી ટ્રેન ટિકિટના PNRમાં થશે ફેરફાર, તમને થશે લાભ

1 એપ્રિલથી ટ્રેન ટિકિટના PNRમાં થશે ફેરફાર, તમને થશે લાભ

1 એપ્રિલથી ટ્રેન ટિકિટના PNRમાં થશે ફેરફાર

ભારતીય રેલવે એક એપ્રિલથી મુસાફરોને એક નવી સુવિદ્યા આપવા જઇ રહ્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય રેલવે એક એપ્રિલથી મુસાફરોને એક નવી સુવિદ્યા આપવા જઇ રહ્યું છે. એરલાયન્સની જેમ રેલવે પણ એક જ યાત્રા દરમિયાન એક પછી બીજી ટ્રેનો દ્વારા મુસાફરી કરવાની સ્થિતિમાં હવે સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ (PNR) આપશે. આ નવા નિયમ બાદ મુસાફરોને પહેલી ટ્રેન મોડી પડવાને કારણે આગામી ટ્રેન છૂટી જતાં વગર કોઇ ચાર્જે આગામી યાત્રા રદ કરવાની મંજૂરી આપશે. આ નિયમ તમામ ક્લાસ માટે લાગુ પડશે.

    બીજી ટ્રેનનું રિફંડ સરળતાથી મળશે

    જ્યારે તમે ટ્રેનની ટિકિટ બુક કરો છો, તો તમને એક PNR નંબર મળે છે. આ PNR એક યુનિક કોડ છે. જેનાથી તમારી ટ્રેન અને તમારા વિશે માહિતી મળે છે. જો તમે બે ટ્રેન બુક રી છે, તો તમારા નામે 2 PNR જનરેટ થશે. હાલમાં જ ભારતીય રેલવેએ નિયમમાં ફેરફાર કરી 2PNRને લિંક કરવાનું સરળ કરી દીધું છે. આવું કરવાથી પેસેન્જરને પહેલાંની સરખામણીએ સરળતાથી રિફંડ મળી જશે.

    રિફંડ માટે શરતો

    આ માટે બન્ને ટિકિટમાં પેસેન્જરની ડિટેલ સરખી હોવી જોઇએ.
    >> આ નિયમ તમામ લોકો માટે માન્ય હશે.
    >> જે સ્ટેશન પર પહેલી ટ્રેન પહોંચી છે અને જે સ્ટેશનેથી બીજી ટ્રેન પકડવાની છે તે બન્ને સ્ટેશન એક જ હોવા જોઇએ.

    આ પણ વાંચો: PHOTOS: આ કારણોસર ભારતીયોને નથી મળી રહી નોકરી!

    રિફંડના
    નવા નિયમ

    >> જો કોઇ સ્ટેશન પર રિફંડ ન મળે તો તમે ભરેલી TDR ત્રણ દિવસ માટે માન્ય રહેશે. તમને રિફંડના નાણાં CCM અથવા રિફંડ ઓફિસથી મળી જશે.
    >> જો તમે કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકિટ લીધી છે તો પહેલી ટ્રેનના ટાઇમના ત્રણ કલાકની અંદર તમે બીજી ટ્રેન કેન્સલ કરાવી શકો છો. રિફંડના નાણાં કાઉન્ટર પર મળી જશે.
    >> જો ટિકિટ ઓનલાઇન બુક કરાવી હોય તો જે સ્ટેશને પહેલી ટ્રેન પહોંચી છે અને જે સ્ટેશનથી બીજી ટ્રેન પકડવાની છે તે સ્ટેશને TDR ભરવું પડશે.
    તમને સંપૂર્ણ રિફંડ ત્યારે મળશે જ્યારે તમે TDRમાં મુખ્ય ટ્રેન મોડી પડવાને લીધે બીજી ટ્રેન છૂટી ગઇ હોવાનું કારણ આપશો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Change, આઇઆરસીટીસી, ભારતીય રેલવે

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन