Home /News /business /IRCTC Goa Tour Package: ફક્ત રૂ. 24660માં ગોવા ફરવા જવાની તક, IRCTC લાવ્યુ શાનદાર હવાઈ પેકેજ

IRCTC Goa Tour Package: ફક્ત રૂ. 24660માં ગોવા ફરવા જવાની તક, IRCTC લાવ્યુ શાનદાર હવાઈ પેકેજ

રેલવે ગોવા ટૂર પેકેજ

IRCTC Goa Tour Package by flight : ગોવા ટૂર પેકેજ 3 રાત અને 4 દિવસનુ છે. આ દરમિયાન તમે તમારા પરિવાર સાથે ઉનાળાના વેકેસનનો આનંદ માણી શકો છો. આ પેકેજ ની શરુઆતિ કિમત 24660 છે.

IRCTC Goa Tour Package : જો તમે ઉનાળાની રાજાઓમાં ગોવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ઉત્તમ તક આપી રહી છે. વાસ્તવમાં ઇંડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન એટલે કે IRCTC આ માટે ખુબજ વૈભવિ અને બજેટ પ્રવાસ પેકેજ ઑફર કરી રહ્યુ છે. આ એર ટૂર પેકેજ મા તમને શાનદાર બીચ, ચર્ચ અને સમુદ્રની મજા સાથે ફરવાની તક મળશે.

આ ટૂર પેકેજ 3 રાત અને 4 દિવસનુ છે. આ દરમિયાન તમે તમારા પરિવાર સાથે ઉનાળાના વેકેસનનો આનંદ માણી શકો છો. આ પેકેજ ની શરુઆતિ કિમત 24660 છે. આ માટે તમારે રાયપુરથી ફ્લાઈટ પકડવી પડશે. આ પેકેજ દરમ્યાન કાલંગુટ બીચ, અંજુના બીચ, વાગેટર બીચ, ઉત્તર ગોવામાં ફોર્ટ અગુઆડા અને બેસિલિકા ઓફ બોમ જીસસ, મીરામાર બીચ, માંગુશી મંદિર, દક્ષિણ ગોવામાં મંડોવી નદી ક્રુઝ વગેરે સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.

યાત્રા ક્યારે શરૂ થશે?

આ પેકેજ માટેની મુસાફરી 15 ઓગસ્ટ, 2022થી શરૂ થશે અને 18 ઓગસ્ટ, 2022 સુધી ચાલશે. પેકેજની કિંમત વિશે વાત કરીએ તો, આરામ વર્ગમાં ટ્રિપલ ઓક્યુપન્સી પર માથાદીઠ ખર્ચ 24,660 રૂપિયા છે. ડબલ ઓક્યુપન્સી પર વ્યક્તિ દીઠ રૂ. 24,840. તે જ સમયે, સિંગલ ઓક્યુપન્સીનો માથાદીઠ ખર્ચ રૂ. 29,825 છે. બેડ સાથે 5 થી 11 વર્ષના બાળક માટે 22,080 રૂપિયા અને બેડ વગરના 5 થી 11 વર્ષના બાળક માટે 21,710 રૂપિયા છે.

ટૂર પેકેજ 3 રાત અને 4 દિવસનું હશે
પેકેજનું નામ - ગોવા ડિલાઈટ્સ એક્સ રાયપુર
પ્રસ્થાન તારીખ - 15 ઓગસ્ટ 2022
મુસાફરી મોડ - ફ્લાઇટ
એરપોર્ટ પ્રસ્થાન સમય- રાયપુર એરપોર્ટ 15.08.2022 ના રોજ 10:40 કલાકે

આ પણ વાંચોસરકારનો મોટો નિર્ણય : પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કંપનીઓ પર લગાવ્યો 13 રૂપિયા પ્રતિ લિટર નિકાસ ટેક્સ

કેવી રીતે બુક કરવું

પ્રવાસીઓ આ ટૂર પૅકેજ માટે IRCTCની વેબસાઇટ www.irctctourism.com પર ઑનલાઇન બુકિંગ કરાવી શકે છે. આ સિવાય IRCTC ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, ઝોનલ ઓફિસ અને રિજનલ ઓફિસ દ્વારા પણ બુકિંગ કરાવી શકાય છે.
First published:

Tags: Goa News, Indian railways, Tour

विज्ञापन