Home /News /business /IRCTC Stock: આઈઆરસીટીસીના ચોખ્ખા નફામાં 167.41 ટકાનો જંગી વધારો, રોકાણકારોએ શું કરવું?

IRCTC Stock: આઈઆરસીટીસીના ચોખ્ખા નફામાં 167.41 ટકાનો જંગી વધારો, રોકાણકારોએ શું કરવું?

ભારતીય રેલવે (ફાઇલ તસવીર)

IRCTC Stock Target: ત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો (Profit) બમણાથી વધુ વધીને રૂ. 208 કરોડ થયો છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળામાં રૂ. 78 કરોડ હતો. રિવ્યૂ ક્વાર્ટર (Review Quarter)માં તેની આવક (Income) 141 ટકા વધીને રૂ. 540 કરોડ થઈ હતી.

વધુ જુઓ ...
મુંબઇ. IRCTC Stock Target: ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)નો ચોખ્ખો નફો (Profit) બમણાથી વધુ વધીને રૂ. 208 કરોડ થયો છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળામાં રૂ. 78 કરોડ હતો. રિવ્યૂ ક્વાર્ટર (Review Quarter)માં તેની આવક (Income) 141 ટકા વધીને રૂ. 540 કરોડ થઈ હતી. જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 224 કરોડ હતી. ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટર કરતા વધુ રહ્યો છે. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીને રૂ. 158.57 કરોડનો નફો થયો હતો. જોકે, છેલ્લા એક મહિનામાં IRCTC સ્ટોક (IRCTC Stocks)માંથી વળતર નકારાત્મક રહ્યું છે.

દરેક શેર પર મળશે રૂ.2નું વચગાળાનું ડિવિડન્ડ

કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2021-22 માટે પ્રત્યેક શેર દીઠ રૂ. 2નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. બોર્ડે તેના માટે વચગાળાના ડિવિડન્ડની ચૂકવણીના હેતુ માટે 18 ફેબ્રુઆરી, શુક્રવારને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.

શોર્ટ ટર્મ ટાર્ગેટ

શેર ઈન્ડિયા સિક્યોરિટીઝના વીપી અને રિસર્ચ હેડ રવિ સિંઘે જણાવ્યું કે, “ચોખ્ખા નફામાં ભારે ઉછાળો મુખ્યત્વે તમામ સેગમેન્ટના યોગદાન અને ગયા વર્ષના નીચા બેઝને કારણે છે. કંપનીએ વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે અને વધારાની વંદે ભારત ટ્રેનો પર તાજેતરના બજેટની જાહેરાતથી લાંબા ગાળે IRCTC શેરના ભાવને ફાયદો થશે. વર્તમાન સમયે ટેકનિકલ સેટઅપ નજીકના ગાળામાં રૂ. 950ના લેવલનું લક્ષ્ય સૂચવે છે.”

આ પણ વાંચો: આ Textile સ્ટૉકે રોકાણકારોના નાણા બે મહિનામાં ડબલ કરી દીધા

કેટરિંગ સેવાની આવકમાં 117% વધી

સેગમેન્ટ મુજબ, કેટરિંગ સેવાઓની આવક વાર્ષિક ધોરણે 117% વધીને (YoY) રૂ. 104 કરોડ થઈ છે, જ્યારે ઈન્ટરનેટ ટિકિટિંગ વ્યવસાયની આવક પણ બમણાથી વધુ વધીને રૂ. 312 કરોડ થઈ છે. દરમિયાન પ્રવાસન વિભાગની આવક ત્રીજા ક્વાર્ટરમાં જંગી 353% વધીને રૂ. 68 કરોડ થઈ ગઇ છે.

આ પણ વાંચો: આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં રોકાણકારોને આપ્યો બમણો નફો

રવિ સિંઘલનો ટાર્ગેટ

જીસીએલ સિક્યોરિટીઝના વાઇસ ચેરમેન રવિ સિંઘલ જણાવે છે કે, “IRCTC એ તમામ પરિમાણોમાં સારા પરિણામોની જાણ કરી છે. રોકાણકારો એક વર્ષની સમયમર્યાદા સાથે રૂ. 1,350ની ટાર્ગેટ પ્રાઈઝ રાખીને IRCTC સ્ટોક ઘટવા પર ખરીદી શકે છે.”

રાજ્ય સંચાલિત કંપની મજબૂત મોનોપોલીનો આનંદ ઉઠાવી રહી છે. કારણ કે તે એકમાત્ર એવી એન્ટિટી છે જે ટ્રેનો પર કેટરિંગ સેવાઓનું સંચાલન કરવા માટે અને રેલ્વે સ્ટેશનો પર મેજર સ્ટેટિક યુનિટ્સ ધરાવે છે.

(ખાસ નોંધ: શેરબજારમાં રોકાણ જોખમોને આધિન છે. ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
First published:

Tags: Investment, Share market, Stock tips, આઇઆરસીટીસી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો