Railwayની ખાસ ઓફર જનરલ ટિકિટ ખરીદી કરો AC ટ્રેનમાં યાત્રા, આ છે નિયમ અને શરત

IRCTC અનુસાર, છૂટ વાળી ટિકિટ, ફ્રી પાસ હોલ્ડર અને સિનિયર સિટિઝનની ટિકિટ અપગ્રેડ નથી થતી

IRCTC અનુસાર, છૂટ વાળી ટિકિટ, ફ્રી પાસ હોલ્ડર અને સિનિયર સિટિઝનની ટિકિટ અપગ્રેડ નથી થતી

  • Share this:
    જો આ ફેસ્ટિવલ સિઝનમાં રેલવેમાં મુસાફરી કરવાના હોય તો તમે જનરલ ટિકિટથી ACમાં સફર કરી શકો છો. IRCTC યાત્રિઓને ટિકિટ અપગ્રડ કરવાની મંજૂરી આપે છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ કરતા સમયે IRCTC યાત્રિઓને ક્લાસ અપગ્રેડેશનનો વિકલ્પ આપે છે. ઓટો અપગ્રેડેશન હેઠળ, રેલવે પૂરૂ ભાડુ આપનાર વેઈટિંગ પેસેન્જરની ટિકિટને ઉચ્ચ શ્રેણીમાં ખાલી સીટ પર અપગ્રેડ કરે છે.

    જો કોઈ પેસેન્જરે ટિકિટ બુકિંગ સમયે અપગ્રેડેશન સિસ્ટમમાં નો ઓપ્શન પસંદ કર્યું છે, તો તેનું પીએનઆર અપગ્રેડેશન લીસ્ટમાં નહી રહે.

    IRCTC અનુસાર, છૂટ વાળી ટિકિટ, ફ્રી પાસ હોલ્ડર અને સિનિયર સિટિઝનની ટિકિટ અપગ્રેડ નથી થતી.

    ચાર્ટ બનતા સમયે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા ટિકિટ અપગ્રેડેશન ઓટોમેટિક થાય છે. આ યોજના હેઠળ નિરિક્ષકને કોઈ પેસેન્જરની ટિકિટ અપગ્રેડ કરવાનો અધિકાર નથી હોતો.

    આ સ્કીમ હેઠલ માત્ર વેઈટિંગ લિસ્ટવાળા યાત્રિઓને કન્ફર્મ સીટ આપવામાં આવે છે. ત્યારબાદ શેષ સીટોની બુકિંગ પહેલાથી હાજર પ્રક્રિયા હેટલ હાજર કાઉન્ટરથી થાય છે. એવામાં જો ટ્રેનમાં કોઈ પ્રકારનું વેઈટિંગ લીસ્ટ નથી તો કોઈ ટિકિટનું અપગ્રેડેશન નહી થાય.

    ટિકિટ અપગ્રેડ થયા બાદ પણ પીએનઆર નંબર પહેલાનો જ રહે છે. તેજ પીએનઆર નંબરથી તપાસ કરવા પર પીઆરએસ દ્વારા પૂરી જાણકારી આપવામાં આવે છે.
    Published by:kiran mehta
    First published: