ટ્રેન સ્ટેશન પર પહોંચે તે પહેલા રેલવે કરશે SMS, આવશે ફોન

News18 Gujarati
Updated: May 15, 2019, 8:13 PM IST
ટ્રેન સ્ટેશન પર પહોંચે તે પહેલા રેલવે કરશે SMS, આવશે ફોન
ટ્રેન સ્ટેશન પર પહોંચે તે પહેલા રેલવે કરશે SMS, આવશે ફોન

જો તમે આ વેકેશનમાં ટ્રેનમાં સફર કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ

  • Share this:
જો તમે આ વેકેશનમાં ટ્રેનમાં સફર કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ટ્રેનમાં સફર કરનાર યાત્રીઓની યાત્રા આરામદાયક બનાવવા માટે ભારતીય રેલવેએ ઘણી સર્વિસ શરુ કરી છે. આ જ સર્વિસમાં એક છે ડેસ્ટિનેશન એલર્ટ બેકઅપ એલાર્મ સર્વિસ. આ સર્વિસની ખાસિયત એ છે કે રેલવે યાત્રીને તેના ડેસ્ટિનેશન સ્ટેશન આવવા પર ફોન કરીને કે એસએમએસ એલર્ટ મોકલીને જગાડી દેવાશે. જેના કારણે યાત્રા દરમિયાન ઊંઘમાં હોવા છતા સ્ટેશન છુટી જવાની સમસ્યા રહેશે નહીં.

આ સર્વિસમાં અડધા કલાક પહેલા ફોન કરીને યાત્રીને સ્ટેશન વિશે જણાવી દેવાશે. IVRથી આ સુવિધાને જોડતા એલાર્મ સેવા શરુ કરવામાં આવી છે. કસ્ટમર કેરના પ્રતિનિધિ સાથે 139 નંબર ઉપર યાત્રી વાત કરીને એલર્ટની સુવિધા પણ લઈ શકે છે.

આ પણ વાંચો - ઉનાળાની રજાઓમાં માત્ર 999 રુપિયામાં કરો હવાઇ સફર, આ છે પ્રોસેસ

આવી રીતે કરો ડેસ્ટિનેશન એલર્ટ
ડેસ્ટિનેશન (સ્થળ) એલર્ટ એક્ટિવેટ કરવા માટે યાત્રીએ પોતાના મોબાઈલથી 139 નંબર ઉપર કોલ કે એસએમએસ કરવો પડશે. કોલ રિસીવ થતા પહેલા ભાષાની પસંદગી કરો. આ પછી ડેસ્ટિનેશન એલર્ટ માટે પહેલા 7 નંબર અને પછી 2 નંબર દબાવો. આ પછી 10 અંકનો PNR નંબર એન્ટર કરો. જેને ડાયલ કર્યા પછી કન્ફર્મ કરવા માટે 1 ડાયલ કરવો પડશે. સિસ્ટમ PNR જાણી ડેસ્ટિનેશન સ્ટેસન માટે એલર્ટ ફીડ કરી દેશે.

આ પછી કન્ફોર્મેશન SMS મળશે. ડેસ્ટિનેશન આવ્યા પહેલા મોબાઈલ પર કોલ આવશે. પ્રતિ એલર્ટ SMSનો ચાર્જ 3 રુપિયા લાગશે. આવા કોલ માટે ચાર્જ આપવો પડશે.
First published: May 15, 2019, 8:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading