IRCTCએ ટિકિટ બુકિંગ અને કેન્સલેશનના નિયમમાં મોટો ફેરફાર કર્યો, ન જાણ્યું તો ભારે નુકસાન થશે

News18 Gujarati
Updated: October 30, 2019, 10:09 AM IST
IRCTCએ ટિકિટ બુકિંગ અને કેન્સલેશનના નિયમમાં મોટો ફેરફાર કર્યો, ન જાણ્યું તો ભારે નુકસાન થશે
ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે આઈઆરસીટીસી OTP આધારિત સિસ્ટમ લઈને આવ્યું છે

ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે આઈઆરસીટીસી OTP આધારિત સિસ્ટમ લઈને આવ્યું છે

  • Share this:
નવી દિલ્હી : ટિકિટ બુકિંગ પ્રક્રિયા (IRCTC Ticket Rule)માં પારદર્શિતા લાવવા માટે આઈઆરસીટીસી ઓટીપી (OTP) આધારિત સિસ્ટમ લઈને આવ્યું છે. આ સુવિધા દ્વારા પ્રવાસીઓને ટિકિટ કેન્સલ (Ticket Cancellation) કરાવવા અને આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવેલા પાસવર્ડનો ઉપયોગ કરી રિફન્ડ મેળવવાની સુવિધા આપશે. આઈઆરસીટીસી તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ માત્ર તેના અધિકૃત એજન્ટના માધ્યમથી બુક કરાવવામાં આવેલી ઈ-ટિકિટો પર લાગુ થશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓટીપી આધારિત રિફન્ડ પ્રક્રિયા ગ્રાહકોના લાભ માટે વ્યવસ્થામાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરશે. તે ગ્રાહકોને અનુકૂળ સુવિધા હશે, જ્યાં પ્રવાસી કેન્સલ કરાવવામાં આવેલી ટિકિટ કે પૂર્ણ વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે એજન્ટ દ્વારા પ્રાપ્ત થયેલા રિફન્ડની રકમની યોગ્ય માહિતી મેળવી શકશે.

આ રીતે પરત આવશે ટિકિટ બુક કરાવ્યાના પૈસા
Loading...

>> નવી સિસ્ટમ મુજબ, જ્યારે પણ કોઈ પ્રવાસી અધિકૃત આઈઆરસીટીસી એજન્ટ દ્વારા બુક કરાવવામાં આવેલી ટિકિટ કે પૂર્ણ વેટલિસ્ટ ટિકિટ કેન્સલ કરાવે છે તો રિફન્ડ રકમ અને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)નો એક એસએમએસ (SMS) પ્રવાસીના મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.

>> પ્રવાસીને રિફન્ડ મેળવવા માટે તે એજન્ટની સાથે આ ઓટીપી શૅર કરવો પડશે, જેણે ટિકિટ બુક કરાવી હતી. આઈઆરસીટીસીના એક અધિકારીએ પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવ્યું કે, હવે જ્યારે રિફન્ડ ઓટીપી આધારિત હશે, પ્રવાસીઓને બસ એટલું જ કરવું હશે કે તેઓ બુકિંગના સમયે પોતાનો જ નંબર આપે.

>> એક અધિકારીના જણાવ્યા મુજબ, દરરોજ 27 ટકા ટિકિટ અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાવવામાં આવી છે. તેમાંથી 20 ટકા ટિકિટ રોજની કેન્સલ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો,

વિક્રમ સંવત 2076માં Stock Marketમાં કેવી રીતે કમાશો? યાદ રાખો વૉરેન બફેની 5 Golden Tips
પૈસા આપ્યાં વગર ઘરે લઇ આવો આ ઇલેક્ટ્રિક સ્કૂટર, મેળવો 8000નું Paytm કેશબૅક
First published: October 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...