IRCTC: 35 રૂપિયા માટે 5 વર્ષ સુધી ચાલી લડાઈ, હવે રેલ્વેએ ચૂકવવા પડશે 2.5 કરોડ રૂપિયા, આખો મામલો છે રસપ્રદ
IRCTC: 35 રૂપિયા માટે 5 વર્ષ સુધી ચાલી લડાઈ, હવે રેલ્વેએ ચૂકવવા પડશે 2.5 કરોડ રૂપિયા, આખો મામલો છે રસપ્રદ
IRCTCનો વિચિત્ર કેસ
IRCTC Case : રાજસ્થાન (Rajasthan) ના કોટામાં રહેતા એન્જિનિયર સુજીત સ્વામીની આ લડાઈથી 2.98 લાખ વધુ લોકોને પણ ફાયદો થયો છે. હવે રેલવે આ તમામને 2.43 કરોડ રૂપિયા રિફંડ કરશે.
ઘણી વખત આપણે નાની રકમના કારણે થતા નુકસાનની અવગણના કરીએ છીએ. ત્યારે આપણે વિચારીએ છીએ કે અરે છોડો, આટલી નાની રકમમાં તસ્દી શા માટે લેવી? પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ નાણાંકીય નુકસાન કરતાં નિયમો અને તેમના અધિકારો વિશે વધુ વિચારે છે. આવા જ એક વ્યક્તિએ 35 રૂપિયા માટે રેલવે સાથે 5 વર્ષ લાંબી લડાઈ લડી અને અંતે તે જીતી ગયો.
રાજસ્થાનના કોટામાં રહેતા એન્જિનિયર સુજીત સ્વામીની આ લડાઈથી 2.98 લાખ વધુ લોકોને પણ ફાયદો થયો છે. હવે રેલવે આ તમામને 2.43 કરોડ રૂપિયા રિફંડ કરશે. આ લડાઈમાં એ પણ રસપ્રદ હતું કે તેને 2 વર્ષમાં 33 રૂપિયા મળ્યા, પરંતુ 2 રૂપિયા માટે વધુ 3 વર્ષ સુધી લડવું પડ્યું.
ટિકિટ કેન્સલેશન પર કાપવામાં આવ્યો હતો જીએસટી
મનીકંટ્રોલના અહેવાલ મુજબ સુજીત સ્વામીએ આઈઆરસીટીસી (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા આપવામાં આવેલા RTI જવાબમાં કહેવામાં આવ્યું છે કે આઈઆરસીટીસીએ 2.98 લાખ ગ્રાહકોને રિફંડમાં રૂ. 2.43 કરોડ મંજૂર કર્યા છે. સ્વામીએ 7 એપ્રિલ, 2017ના રોજ ગોલ્ડન ટેમ્પલ મેલમાં કોટાથી દિલ્હીની ટિકિટ બુક કરાવી હતી. તે 2 જુલાઈએ મુસાફરી કરવાનો હતો, પરંતુ તેનો પ્લાન બદલાઈ ગયો અને તેણે ટિકિટ કેન્સલ કરી દીધી. જીએસટીની નવી સિસ્ટમ 1 જુલાઈ, 2017થી લાગુ કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા જ તેણે ટિકિટ કેન્સલ કરી દીધી હતી. ટિકિટ 765 રૂપિયાની હતી અને તેને 100 રૂપિયાની કપાત સાથે 665 રૂપિયા પાછા મળ્યા હતા.
2 રુપિયા માટે 3 વર્ષ આપી લડત
સુજીત સ્વામીના જણાવ્યા અનુસાર, ટિકિટ કેન્સલેશન ચાર્જ તરીકે 65 રૂપિયા કાપવા જોઈએ, પરંતુ આઈઆરસીટીસીએ સર્વિસ ટેક્સ તરીકે 35 રૂપિયા વધુ કાપ્યા. આ પછી તેણે માહિતી અધિકાર કાયદા હેઠળ લડવાનું નક્કી કર્યું અને 50 RTI (Right to Information) દાખલ કરી. ચાર સરકારી વિભાગોને પત્રો પણ લખ્યા. તેમની આરટીઆઈના જવાબમાં આઈઆરસીટીસીએ કહ્યું હતું કે તેમના 35 રૂપિયા પરત કરવામાં આવશે. 1 મે, 2019ના રોજ તેને 33 રૂપિયા પાછા મળ્યા, પરંતુ 2 રૂપિયાની કપાત ફરી થઈ. આ પછી તેણે આગામી 3 વર્ષ સુધી 2 રૂપિયા પાછા મેળવવા માટે લડત ચલાવી અને તે રેલવે પાસેથી 2 રૂપિયા લેવામાં પણ સફળ રહ્યો.
તેણે કહ્યું કે તેણે વારંવાર ટ્વીટ કરીને પૈસા પરત કરવાની માંગણી કરી. તેમણે વડાપ્રધાન, રેલવે મંત્રી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, GST કાઉન્સિલ અને નાણાં મંત્રાલયને પણ ટેગ કર્યા હતા. આઈઆરસીટીસી દ્વારા તેમની RTIમાં આપવામાં આવેલા જવાબમાં હવે એવું કહેવામાં આવ્યું છે કે 35-35 રૂપિયા એવા 2.98 લાખ મુસાફરોને રિફંડ કરવામાં આવશે, જેમની ટિકિટ કેન્સલ કરવા પર GST લાગુ થયા પહેલા સર્વિસ ટેક્સ કાપવામાં આવ્યો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર