Home /News /business /

IRCTC બની 1 ટ્રિલિયન માર્કેટ કેપમાં સામેલ થનારી 9મી PSU, શેરમાં તેજી અંગે નિષ્ણાતોએ કહી આ વાત

IRCTC બની 1 ટ્રિલિયન માર્કેટ કેપમાં સામેલ થનારી 9મી PSU, શેરમાં તેજી અંગે નિષ્ણાતોએ કહી આ વાત

આઈઆરસીટીસી 1 ટ્રિલિયન માર્કેટ કંપ ધરાવતી PSU બની.

IRCTC 1 Trillion Market cap: મંગળવારે NSE પર આઈઆરસીટીસીનો શેર 15%ના ઘટાડા સાથે 4,996 રૂપિયા પર બંધ રહ્યો હતો.

મુંબઈ: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ આ વર્ષે અત્યાર સુધીમાં 300%થી પણ વધુના ઉછાળા સાથે 1 ટ્રિલિયન માર્કેટ કેપના ક્લબમાં સામેલ થનારી પબ્લિક સેક્ટરની 9મી કંપની બની ગઈ છે. હવે IRCTCને માત્ર યાત્રીઓની મુસાફરી નહીં પણ એક સારી કમાણી કરનાર કંપનીના રુપમાં પણ ઓળખ મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે મંગળવારે NSE પર આઈઆરસીટીસીનો શેર 15%ના ઘટાડા સાથે 4,996 રૂપિયા પર બંધ રહ્યો હતો. જોકે, ઇન્ટ્રા ડે દરમિયાન આ શેર નવી ઊંચાઈ પર પણ પહોંચ્યો હતો. નવા રેકોર્ડ આંકડાઓ સાથે IRCTC 1 ટ્રિલિયન માર્કેટ કેપ ક્લબમાં સામેલ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબર, 2019ના દિવસે IRCTCનો શેર લિસ્ટ થયો હતો. જે તે સમયે વખતે તેના શેર 320 રૂપિયાનું મુલ્ય ધરાવતા હતા. લિસ્ટેડ થયા બાદથી આ શેર 18 ગણો વધ્યો છે. જેમાં આ વર્ષે શેરોમાં 308.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, તો આ મહિને આ શેર અત્યારસુધી 58 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગમાં તેમાં 33 ટકાનો વધારો નોંધાયો છે.

કેમ વધી રહ્યા છે IRCTCનાં શેર?

આ વર્ષે IRCTCના શેરમાં જોરદાર તેજીનો સિલસિલો સપ્ટેમ્બર માસથી શરૂ થયો હતો. 1 સપ્ટેમ્બરે આ શેરની કિંમત લગભગ રૂ. 2730 હતી, જે સપ્ટેમ્બરનાં અંત સુધીમાં વધીને 4000 સુધી પહોંચી હતી. આ શેર થકી લોકો નફો કમાવવાનું વિચારી જ રહ્યા હતાં કે તેવામાં ઓક્ટોબરમાં પણ શેરમાં તેજી જોવા મળી. મહત્વનું છે કે ઘણા લાંબા સમય સુધી આ શેર રૂ. 2000ની કિંમતની આસપાસ જ સિમિત હતો, પણ જ્યારે કંપની એ શેર સ્પ્લીટ કરવાની જાહેરાત કરી ત્યાર બાદથી શેરમાં તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ શેરમાં આશીષ કચોલિયાએ કર્યું રોકાણ

શેર સ્પ્લ્ટી કરવાની જાહેરાત

શેર સ્પ્લીટ કરવાથી સ્ટોક વધુ અફોર્ડેબલ બની જાય છે જેથી નાના રોકાણકારો પણ તેમાં રોકાણ કરતા હોય છે. IRCTCના કેસમાં પણ આવું જોવા મળ્યું જેને કારણે કંપનીની લિક્વિડીટીમાં વધારો થયો અને તેનું માર્કેટ ઉંચું આવ્યું. વિશ્લેષકોના મત મુજબ કોવિડ 19નાં કેસોમાં ઘટાડો અને મજબૂત બનતા રસીકરણ અભિયાનને કારણે સમગ્ર દેશમાં હાલ અનલોક થયું છે, કોવિડની ત્રીજી વેવના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી, તેથી હવે માર્કેટ મજબૂત બનતું દેખાઈ રહ્યું છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

મિન્ટના કહેવા પ્રમાણે મારવાડી ફાઈનાન્શિયલ સર્વિસના ઉપાધ્યક્ષ અખીલ રાઠી કહે છે કે, એક કંપનીના રુપે IRCTC પ્યોર મોનોપોલી વેપાર કરે છે, તેવામાં સ્ટોકની કિંમતમાં આવેલી તેજી રોકાણકારો સાથે જ અર્થવ્યવસ્થા માટે પણ એક ઈનામ જેવી છે. કંપનીનાં શેરમાં આ પ્રકારની તેજી આગામી સમયમાં કંપની માટે ફાયદાકારક સાબિત થશે સાથે જ તેનાં રેવન્યૂમાં પણ વધારો કરશે.

વધુમાં અખીલ રાઠી જણાવે છે કે, ગત વર્ષે લો બેઝને કારણે ઈ-ટિકિટિંગમાં પહેલા ત્રિમાસિક ગાળામાં તેજી જોવા મળી હતી. આશા રાખી શકાય છે કે બીજા ત્રિમાસિક ગાળામાં પહેલાની સરખામણીએ 50 ટકાથી વધુનો વધારો જોવા મળશે. સાથે જ કોવિડ પછી ટૂરિઝમ વધવાને કારણે ટ્રેનોમાં પણ વધારો જોવા મળશે, અને આ વધારો યાત્રીઓની સંખ્યા પણ વધારશે જે એકંદરે આઈઆરસીટીસીનાં નફામાં વધારો કરશે.

ટિકિટ બુકિંગમાં વધારો થયો

જૂનનાં ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો તેમાં દૈનિક ટિકિટ બુકિંગની સંખ્યા 63.7 મિલિયન હતી જે ઓગસ્ટ અને જુલાઈમાં વધારે જોવા મળી. આ સમય દરમ્યાન કેટરિંગ સર્વિસમાં જે નફો જોવા મળ્યો તે નફો અનુમાન કરતા વધારે હતો. આવનારા સમયમાં ઈ-કેટરિંગની સર્વિસ માટે પણ હાલ કંપની પ્રયત્નશીલ છે. જો ઈ-કેટરિંગની સર્વિસ શરૂ કરવામાં આવે છે તો આગામી સમયમાં આ નવીનતા કંપનીના વિકાસમાં મદદરૂપ બની શકે છે.

સેન્કટમ વેલ્થના ડાયરેક્ટર આશિષ જણાવે છે કે રેલનીર એક ગેમ ચેન્જર છે. રેલનીરના ઉત્પાદનમાં વધારો થયો છે જેને કારણે નફામાં પણ વધારો જોવા મળે છે. કેટરિંગ સર્વિસમાં વધારો થવાથી અને ઈ-કેટરિંગ, ફુડ પ્લાઝા, ફાસ્ટ ફુડ યુનિટ તથા જન આહાર જેવી સેવાઓની શરુઆતને કારણે અને કોવિડ પછી તેનાં ભાવમાં થયેલા ફેરફારને કારણે માર્જીન વધ્યું છે જે ફાયદાકારક બની શકે છે.

આઈઆરસીટીસી આવક

ત્રિમાસિક ગાળા દરમિયાન ઈ-ટિકિટ બુકિંગની આવક 149 કરોડ રુપિયાની છે. આ આવકને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે તો 104 કરોડ રુપિયા કન્વિન્સ આવકના અને 45 કરોડ રુપિયા નોન કન્વિન્સ આવકના ગણી શકાય છે. રેલનીરની હાલની દૈનિક કેપેસિટી 1.48 મિલિયન લિટરની છે, જેનો પ્રથમ ત્રિમાસિક ગાળા દરમ્યાનનો યુટીલાઈઝેશન રેટ 32 થી 35 ટકાનો હતો.

આ પણ વાંચો: Multibagger Stocks: બે વર્ષે પહેલા લિસ્ટ થયેલો આ શેર 1600% ભાગ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

આઈઆરસીટીસી પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એનએમડીસી લિમિટેડ, ઓએમજીસી, પાવર ગ્રીડ કોર્પ લિમિટ્ડ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, ભારત પોટ્રોલિયમ અને એસબીઆઈ કાર્ડસ જેવા પીએસયૂ 1 ટ્રિલિયન રુપિયાના માર્કેટ કેપમાં શામેલ થઈ ચુક્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: PSU, Share, આઇઆરસીટીસી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन