Home /News /business /આ મલ્ટિબેગર શેરમાં રોકાણકારોને વધુ એકવાર જલસા, સ્પ્લિટ થઈ એકના 10 શેર બનશે

આ મલ્ટિબેગર શેરમાં રોકાણકારોને વધુ એકવાર જલસા, સ્પ્લિટ થઈ એકના 10 શેર બનશે

શેરબજારમાં આ શેરમાં લાખો કમાયા હવે પાછા 1ના 10 શેર બની જશે.

IRB Infrastructure Developers: આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપર્સના બોર્ડે ઈક્વિટી કેપિટલમાં ફેરફારના પ્રસ્તાવને હાલના શેરના વિભાજન સાથે 10 રુપિયાની ફેસવેલ્યુવાલા 1 શેરને 10 શેરમાં બદલવાની મંજૂરી આપી દીધી છે.

  IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ (IRB Infrastructure Developers)ના બોર્ડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ (Face Value) ધરાવતા એક શેરને 1 રૂપિયાની ફેસ વેલ્યૂ સાથે 10 શેરમાં રૂપાંતરિત કરવા વર્તમાન શેર વિભાજન (multibagger stock will be Split) સાથે ઇક્વિટી મૂડીમાં ફેરફારની દરખાસ્તને મંજરી આપી દીધી છે.

  શું કહ્યું કંપનીએ?


  કંપનીએ જણાવ્યું કે તે હવે સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગ માટે શેર વિભાજનને લાગુ કરવા માટે શેરધારકોની મંજૂરી અને નિયમનકારી મંજૂરી મેળવવા માટે શરૂઆત કરશે. કંપનીએ આગળ જણાવ્યું કે, મૂડી બજારમાં તરલતા વધારવા, શેરધારકોના આધારને વિસ્તૃત કરવા અને નાના રોકાણકારો માટે શેર વધુ પોસાય તેવા આશય સાથે આ પગલું લેવામાં આવ્યું છે. આઇઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સે કહ્યું કે આ પ્રક્રિયા 28 ફેબ્રુઆરી, 2023 સુધીમાં પૂર્ણ થઇ જશે.

  આ પણ વાંચોઃ ઉજ્જડ જમીનમાં Thai Apple Berની ખેતી, એકવાર વાવીને વર્ષો સુધી લાખોની કમાણી!

  BSE પર કંપનીનો શેર 1.56 ટકા વધીને રૂ. 319.65 પર બંધ થયો હતો. શેરમાં યર-ટૂ-યર લગભગ 31 ટકાનો વધારો થયો છે, જ્યારે સ્ટોક લગભગ 3 વર્ષમાં રૂ. 55થી રૂ. 290ના સ્તરે પહોંચી ગયો છે, આ સમયગાળા દરમિયાન 450 ટકાનો વધારો થયો છે.

  કેવી રહી કંપનીની શેર પ્રાઇસ હિસ્ટ્રી


  આપને જણાવી દઇએ કે ગત એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક લગભગ રૂ. 276થી વધીને રૂ. 318 પ્રતિ શેર થઇ ગયો છે. આ સમય દરમિયાન લગભગ 15 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા છ મહિનામાં શેરમાં 63 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.

  આ પણ વાંચોઃ વાહ! ખાદ્યતેલ થયું સસ્તું, જાણો ક્યા તેલના ભાવમાં કેટલો ઘટાડો થયો

  સ્ટોક રૂ. 340 સુધી જવાની ધારણા


  કોટક સિક્યોરિટીઝના રીસર્ચ રીપોર્ટ અનુસાર, આ મલ્ટીબેગર ઇન્ફ્રા સ્ટોક આગામી 12 મહીનામાં રૂ. 340ના સ્તર સુધી જવાની શક્યતા છે. લાંબા સમયગાળામાં તેના શેરધારકોને આ સ્ટોકે 20 ટકા વળતર આપ્યું છે.

  જાણો, કંપનીના કાર્યક્ષેત્રનો વિસ્તાર


  કોટક સિક્યોરિટીઝે જણાવ્યું અનુસાર, આઇઆરબી જીઆઇસી અને સિંટ્રા પાસેથી ફાઇનાન્સની સાથે રોડ એસેટ્સ માટે એક પ્લેટફોર્મ તરીકે ઊભરી રહ્યું છે. જેમાં નવી પરિયોજનાઓના ફાઇનાન્સ માટે ટોલ પરિયોજનાઓ, કન્સ્ટ્રક્શન શાખ અને ડેવલપમેન્ટ કેપિટલનો એક પોર્ટિફોલિયો છે. આઇઆરબીની મુખ્ય પરિયોજનાઓ મુંબઇ-પુણે એક્સ્પ્રેસ વે માટે ટોલ કલેક્શન એપ્રિલ 2022થી વધી રહ્યું છે.

  આ પણ વાંચોઃ મમાઅર્થ કંપનીના કો-ફાઉન્ડરે IPO અંગે કરી સ્પષ્ટતા, વાયરલ વેલ્ચૂએશન નંબર ફેક ગણાવ્યા

  વધુ સારી સ્થિતિમાં છે કંપની


  બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર NHAI તરફથી અત્યાર સુધી નબળો નાણાંપ્રવાહ હોવા છતાં, આઇઆરબીની ઇપીસી શાખા મજબૂત ઓર્ડર બુક પર સાથીદારોની સરખામણીમાં વધુ સારી સ્થિતિમાં છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Earn money, Multibagger Stock, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन