Home /News /business /IPO Alert: રોકાણ માટે થઈ જાઓ તૈયાર, આ તારીખે ખુલશે NBFC કંપનીનો IPO

IPO Alert: રોકાણ માટે થઈ જાઓ તૈયાર, આ તારીખે ખુલશે NBFC કંપનીનો IPO

9 નવેમ્બરે ખુલશે આ કંપનીનો IPO

IPO Alert: કંપનીની તરફથી બહાર પાડવામાં આવેલી જાણકારી અનુસાર, 16 નવેમ્બરે ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ તેના શેરની ફાળવણી કરશે. 18 નવેમ્બરે શેર રોકાણકારોના ડીમેટ ખાતામાં કેર્ડિટ થવાનું શરૂ થશે.

    નવી દિલ્હીઃ NBFC ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સનો 1,960 કરોડનો આઈપીઓ દાવ લગાવવા માટે નવ નવેમ્બરે ખુલશે. ચેન્નઈમાં આવેલી કંપનીનો આઈપીઓ 9 નવેમ્બરે ખુલશે અને 11 નવેમ્બરે બંધ થશે. એન્કર રોકાણકારો માટે બિડિંગ 7 નવેમ્બરે ખુલશે. ડ્રાફ્ટ દસ્તાવેજો અનુસાર, આઈપીઓ હેઠળ 1,960 કરોડ રૂપિયાના શેરોનું વેચાણ ઓફર કરવામાં આવશે. આમાં શેરધારકો અને પ્રમોટર જૂથના એકમોના શેર પણ સામેલ છે.

    વિવિધ રોકાણકારોનું સમર્થન


    NBFC ને ટીપીજી, મેટ્રિક્સ પાર્ટનર્સ, નોરવેસ્ટ વેન્ચર્સ, સિકોઈયા અને કેકેઆર જેવા વિવિધ રોકાણકારોનું સમર્થન મળેલું છે. વર્તમાનમાં ટીપીજી એશિયાની કંપનીની 21.45 ટકા, મેટ્રિક્સ પાર્ટનર્સની 12.67 ટકા, નોરવેસ્ટ વેન્ચરની 10.17 ટકા અને એસસીઆઈ ઈન્વેસ્ટમેન્ટની 8.79 ટકા ભાગીદારી છે.

    આ પણ વાંચોઃ બજાર આજે પણ વૈશ્વિક દબાણમાં ફ્લેટ ઓપન થયા, રોકાણકારોમાં નેગેટિવ સેન્ટિમેન્ટ

    16 નવેમ્બરે થશે શેરની ફાળવણી


    કંપનીની તરફથી બહાર પાડવામાં આવેલી જાણકારી અનુસાર, 16 નવેમ્બરે ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ તેના શેરની ફાળવણી કરશે. 18 નવેમ્બરે શેર રોકાણકારોના ડીમેટ ખાતામાં કેર્ડિટ થવાનું શરૂ થશે. આ સાથે જ 21 નવેમ્બરે કંપનીના શેર સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટ કરવામાં આવશે. જ્યારે કંપની 17 નવેમ્બર સુધી તે રોકાણકારોના રૂપિયા પરત આપી દેશે, જે આ આઈપીઓની બોલીમાં સામેલ તો થશે, પરંતુ તેમને શેર નહિ મળે.

    આ પણ વાંચોઃમહોગની, એક એવા વૃક્ષની ખેતી જે ખેડૂતોને બનાવી શકે છે કરોડપતિ


    કંપનીના વિશે વિગત


    ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ સૂક્ષ્મ સાહસિકો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓને સુરક્ષિત વ્યવસાય લોન પ્રદાન કરે છે. આ કંપની માઈક્રો entrepreneurs અને સ્વ રોજગાર ધરાવતા વ્યક્તિઓને સિક્યોર્ડ બિઝનેસ લોન પ્રોવાઈડ કરે છે. જાણકારી અનુસાર, વર્તમાન સમયમાં કંપનીની દેશભરમાં 311 શાખા છે. ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ કંપનીની સ્થાપના 1984માં થઈ હતી. આ કંપનીનો મોટાભાગનો વેપાર દક્ષિણના રાજ્યો તમિલનાડું, તેલંગણા અને કર્ણાટકમાં નિષ્ફળ ગયો છએ. નાણાકીય વર્ષ 2022માં કંપનીને 453 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment રોકાણ, IPO News

    विज्ञापन
    विज्ञापन