માલામાલ બનવાની સોનેરી તક: IRFCનો IPO ખુલ્યો, Indigo Paintsનો IPO 20મી જાન્યુઆરીએ ખુલશે

ફા

IRFC IPO: IRFCનો આઈપીઓમાં કુલ 178.20 કરોડ શેર જાહેર કરવામાં આવશે, જેમાં 118.80 કરોડ ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે અને 59.40 કરોડ શેર ભારત સરકાર ઑફર ફૉર સેલ અંતર્ગત વેચશે.

 • Share this:
  નવી દિલ્હી: રોકાણકારોને આ અઠવાડિયે બે IPOમાં રોકાણ કરવાનો મોકો મળશે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કૉર્પોરેશન (IRFC) અને ઇન્ડિગો પેઇન્ટ્સ (Indigo Paints)ના આઈપીઓ આ અઠવાડિયે ખુલશે. જેમાંથી IRFCનો આઈપીઓ આજે એટલે કે 18મી જાન્યુઆરીના રોજ ખુલી ગયો છે. આ આઈપીઓ 20મી જાન્યુઆરીના રોજ બંધ થશે. જ્યારે ઇન્ડિગો પેઇન્ટ્સનો આઈપીઓ 20મી જાન્યુઆરીના રોજ ખુલશે અને 22મી જાન્યુઆરી, 2021ના રોજ બંધ થશે. છેલ્લા બે મહિનામાં આઈપીઓમાં રોકાણ કરનાર લોકોને ખૂબ સારું વળતર મળ્યું છે. આથી આશા રાખવામાં આવી રહી છે કે આ બંને આઈપીઓ પણ રોકાણકારોને માલામાલ બનાવી શકે છે. બંને કંપનીઓના IPOની સાઈઝ 5,800 કરોડ રૂપિયા છે.

  IRFCનો આઈપીઓમાં કુલ 178.20 કરોડ શેર જાહેર કરવામાં આવશે, જેમાં 118.80 કરોડ ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે અને 59.40 કરોડ શેર ભારત સરકાર ઑફર ફૉર સેલ અંતર્ગત વેચશે. આઈઆરએફસીની પ્રાઇસ બેન્ડ 25થી 26 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીની 4,600 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે. આ પબ્લિક ઑફર બાદ IRFCમાં સરકારની ભાગીદારી (Government Stake) ઘટીને 86.4 ટકા થઈ જશે.

  આ પણ વાંચો: 2021ના વર્ષમાં માલામાલ થવું હોય તો આ 6 IPO પર રાખો નજર

  જ્યારે ઇન્ડિયોની યોજના આઈપીઓ મારફતે 300 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. કંપનીના પ્રમોટર્સ અને રોકાણકારો 54.40 લાખ શેર વેચશે. જેની પ્રાઇસ બેન્ડ 1488-1490 છે. આઈપીઓ મારફતે 1170.016 કરોડ રૂપિયા એકઠા કરવાની કંપનીની યોજના છે.  આઈઆરએફસીએ એન્કર ઇન્વેસ્ટર્સ મેળવ્યા 1,390 કરોડ રૂપિયા

  આઈઆરએફસીએ એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) પાસેથી 1,390 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. કંપનીની સ્થાપના 1986માં થઈ છે. આઈઆરએફસી ઇન્ડિયા રેલવે માટે ડૉમેસ્ટિક અને ઓવરસીઝ માર્કેટમાંથી ફંડ એકઠું કરવાનું કામ કરે છે. જ્યારે પુણેની ઇન્ડિગો પેઇન્ટ્સ કલર બનાવવાનો બિઝનેસ કરે છે. આખા દેશમાં ઇન્ડિગો પેઇન્ટ્સનું મોટું નેટવર્ક છે. કંપની પાસે રાજસ્થાન, કેરળ અને તામિલનાડુમાં ત્રણ ઉત્પાદન યુનિટ છે.

  લાંબા સમયગાળા માટે IPO ફાયદાકારક

  IRFCનો આઈપીઓ લાંબી મુદતની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. સૈમ્કો સિક્યોરિટીઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ નિરાલી શાહે કહ્યુ કે આઈઆરએફસી અને ઇન્ડિયો પેઇન્ટ્સના બંને આઈપીઓ ખૂબ સારા છે. આશા છે કે આ બે આઇપીઓ બાદ પણ બીજા આઈપીઓ આવશે.  2020માં લિસ્ટિંગના દિવસે જ 50%થી વધારે વળતર આપનારા IPO

  2020ના નાણાકીય વર્ષમાં કંપનીઓએ IPOના માધ્યમથી આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આ તમામ આઈપીઓમાંથી પાંચ આઈપીઓ એવા હતા જેમણે રોકાણકારોને પ્રથમ દિવસે જ 50 ટકાથી વધારે વળતર આવ્યું હતું. જેમાંથી બે આઈપીઓ એવા હતી જેમના શેરની કિંમત પ્રથમ દિવસે જ બેગણી થઈ ગઈ હતી.

  1) બર્ગર કિંગ ઇન્ડિયા: 14મી ડિસેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ રૂ. 60ની સામે 131 પર બંધ રહ્યો હતો. પ્રથમ દિવસે 138.40 ટકાનો લાભ.

  2) હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ: ઇશ્યૂ પ્રાઇસ 166 સામે પ્રથમ દિવસ શેરનો ભાવ 371.00 પર બંધ રહ્યો. 17 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ 123 ટકાનો લાભ થયો.

  3) મિસિઝ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટિઝ લિમિટેડ: ઇશ્યૂ પ્રાઇસ 288 સામે પ્રથમ દિવસ શેરનો ભાવ 595.55 પર બંધ રહ્યો. 24 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ 106.79 ટકાનો લાભ થયો.

  4) રૂટ મોબાઇલ: 21 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ 350 સામે 651.10 રૂપિયા બોલાયો. IPO લાગ્યો તે રોકાણકારોને પ્રથમ દિવસે 86 ટકા વળતર મળ્યું.

  5) રોસારી બાયોટેક: 23 જુલાઇના રોજ લિસ્ટેડ શેરમાં પ્રથમ દિવસે 75 ટકાનું વળતર જોવામાં આવ્યું. 425ના ઇશ્યૂ પ્રાઇસ સામે શેર 742.35 પર બંધ રહ્યો.
  Published by:Vinod Zankhaliya
  First published: