Home /News /business /આજે ખુલ્યો બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલનો IPO, રોકાણ કરતા પહેલા જાણી લો આ ખાસ બાબતો

આજે ખુલ્યો બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલનો IPO, રોકાણ કરતા પહેલા જાણી લો આ ખાસ બાબતો

કંપનીનો IPO આજે ખુલશે અને 7 નવેમ્બરના રોજ બંધ થશે.

bikaji foods IPO: કંપનીનો IPO આજે ખુલશે અને 7 નવેમ્બરના રોજ બંધ થશે. Bikaji Foods પોતાના IPOથી 881.2 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીનો આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. આ કંપનીના પ્રમોટર અને રોકાણકાર પોતાની ભાગીદારી વેચી રહ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ FMCG કંપની બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ (Bikaji foods international)નો IPO 3 નવેમ્બરના રોજ ઓપન થશે. આ IPO ખુલતા પહેલા કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 262.11 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. Bikaji foodsએ BSEને આપેલ જાણકારીમાં જણાવ્યું છે કે, કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સને 87.37 લાખ ઈક્વિટી શેર આપ્યા છે. Bikaji foodsએ એન્કર ઈન્વેસ્ટર્સને પ્રતિ શેર રૂ. 300માં વેચ્યો છે.

    એન્કર ઈન્વેસ્ટર્સને 87.37 લાખ ઈક્વિટી શેર આપ્યા


    કંપનીના એન્કર ઈન્વેસ્ટર્સમાં ગવર્મેન્ટ ઓફ સિંગાપોર, ICICI પ્રૂડેન્શિયલ, HDFC મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન લાઈફ ઈન્ડિયા, આદિત્ય બિરલા સન લાઈફ, વ્હાઈટ ઓફ કેપિટલ, બ્લેકરોક ગ્લોબલ ફંડ્સ, ગોલ્ડમેન સૈક્સ, મોર્ગન સ્ટેનલી, ઈસ્ટસ્પ્રિંગ ઈન્વેસ્ટમેન્ટ, ન્યૂબર્ગર બર્મન ઈમરજિંગ માર્કેટ્સ, ઈક્વિટી માસ્ટર ફંડ, મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, કાર્મિગ્નેક પોર્ટફોલિયો, કોટક મ્યુચ્યુઅલ ફંડ, બે કેપિટલ અને એડલવાઈઝ શામેલ છે.

    આ પણ વાંચોઃ  બહુ જ ઓછા ખર્ચે શરૂ કરો આ સાઈડ બિઝનેસ, દર મહિને લાખોમાં થશે કમાણી

    કંપનીની IPO ઈશ્યૂ પ્રાઈસ રૂ. 285-300 છે


    Bikaji Foodsએ જણાવ્યું છે કે, એન્કર ઈન્વેસ્ટર્સને 36.83 લાખ શેર એટલે કે, એન્કર બુકનો 42.16 ટકા ભાગ આપવામાં આવ્યો છે. 17 સ્કીમની મદદથી 10 ડોમેસ્ટીક મ્યુચ્યુઅલ ફંડને આ હિસ્સો આપવામાં આવ્યો છે. બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલનો ઈશ્યૂ આજે 3 નવેમ્બરે ખુલી રહ્યો છે. કંપનીની IPO ઈશ્યૂ પ્રાઈસ રૂ. 285-300 છે.

    IPO 7 નવેમ્બરના રોજ બંધ થશે


    કંપનીનો IPO 7 નવેમ્બરના રોજ બંધ થઈ રહ્યો છે. Bikaji Foods પોતાના IPOથી 881.2 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીનો આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. આ કંપનીના પ્રમોટર અને રોકાણકાર પોતાની ભાગીદારી વેચી રહ્યા છે.

    આ પણ વાંચોઃ વૈશ્વિક મંદીની અસરમાં સોના-ચાંદી પણ તૂટ્યા

    Bikaji Foodsના IPOમાં ન્યૂનતમ રોકાણ


    Bikaji Foodsના IPO માટે રોકાણકારે ઓછામાં ઓછા 50 શેરની બોલી લગાવવાની રહેશે. આ પ્રકારે એક રિટેલ રોકાણકારે ન્યૂનતમ 15,000 (50 શેર* રૂ.300) નું રોકાણ કરવાનું રહેશે. રોકાણકાર વધુમાં વધુ 13 લૉટ માટે રૂ. 1.95 લાખનું રોકાણ કરી શકે છે.


    કંપની વિશે ટૂંકમાં જાણકારી


    બિકાજી બ્રાંડને વર્ષ 1993માં લોન્ચ કરવામાં આવી હતી. ધીરે ધીરે સમગ્ર ભારતમાં આ કંપનીએ પોતાનો વિસ્તાર કર્યો છે. જૂન 2022 સુધીમાં આ કંપનીએ 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોતાની શાખા ઉભી કરી છે. ઉપરાંત 21 દેશોમાં પોતાની પ્રોડક્ટની નિકાસ કરે છે. આ 21 દેશોમાં અમેરિકા, ખાડી દેશ, આફ્રિકા અને એશિયા પ્રશાંતના દેશ શામેલ છે. કંપનીના કુલ વેચાણમાં ઈન્ટરનેશનલ બિઝનેસનો 3.20 ટકા હિસ્સો છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, IPO News

    विज्ञापन
    विज्ञापन