ભારતના સૌથી મોટા IPOને SEBIની મંજૂરી, Paytm લાવશે 16,600 કરોડ રૂપિયાનો IPO

પેટીએમના આઈપીઓને સેબીની મંજૂરી

Paytm IPO: પેટીએમનો આઈપીઓ દેશમાં સૌથી મોટો આઈપીઓ હશે. આ પહેલા આ રેકોર્ડ કોલ ઇન્ડિયાના નામે હતો.

  • Share this:
    નવી દિલ્હી: દેશના આઈપીઓ (IPO news)નું બજાર ગરમ છે. એક પછી એક કંપની Initial public offering એટલે કે આઈપીઓ (IPO) લાવી રહી છે. હવે ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની પેટીએમ (Paytm IPO)ની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ (One97 Communications) પોતાનો 16,600 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે. પેટીએમને સેબી (SEBI) તરફથી આઈપીઓની મંજૂરી મળી ગઈ છે.

    આ અંગે જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, પીટીએમ 8,300 કરોડ રૂપિયાના શેર પ્રાઇમરી સેલમાં વેચશે, જ્યારે બાકીના 8,300 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (OFC)માં વેચશે. કંપનીની યોજના નવેમ્બરના મધ્યમાં શેર બજારમાં લિસ્ટ થવાની છે. કંપનીએ આઈપીઓ માટે જુલાઈ મહિનામાં સેબી સમક્ષ અરજી કરી હતી.

    ભારતીય શેર બજારના ઇતિહાસમાં સૌથી મોટો આઈપીઓ

    પેટીએમનો આઈપીઓ ભારતમાં અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. આ પહેલા આ રેકોર્ડ કોલ ઇન્ડિયા (Coal India)ના નામે હતો. કોલ ઇન્ડિયાએ આશરે એક દશકા પહેલા આઈપીઓના માધ્યમથી 15,000 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma)એ વર્ષ 2000માં પેટીએમની શરૂઆત કરી હતી. પહેલા આ કંપની વેલ્યૂ એડડ સર્વિસ આપતી હતી. જે બાદમાં તે ઑનલાઇન મોબાઇલ પેમેન્ટ્સ ફર્મ તરીકે જાણીતી બની ગઈ હતી.

    પ્રી-IPO શેરની યોજના રદ થઈ શકે

    બીજી તરફ પેટીએમ પ્રી-આઈપીઓ શેર સેલની યોજના રદ થઈ શકે છે. કંપનીએ એવું નક્કી કર્યું હતું કે તે આઈપીઓ લાવ્યા પહેલા પ્રી-આઈપીઓ સેલ મારફતે 2,000 કરોડ રૂપિયા એકઠા કરશે. આ અંગે જાણકારી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે વેલ્યૂએશનમાં તફાવતને પગલે કંપની પ્રી-આઈપીઓની યોજના ટાળી શકે છે. ઈટીના જણાવ્યા પ્રમાણે, નામ જાહેર ન કરવાની શરતે એક સૂત્રએ જણાવ્યું કે, એડ્વાઇઝર્સ પ્રમાણે હાલ પેટીએમ 20 અબજ ડૉલર વેલ્યૂએશનની માંગ કરી રહી છે. યૂનિકોર્ન ટ્રેકર CB Insightsના જણાવ્યા પ્રમાણે અંતિમ સમયે કંપનીનીનું વેલ્યૂએશન 16 અબજ ડૉલર નક્કી થયું હતું.

    આ પણ વાંચો: Nykaa IPO: પ્રાઇસ બેન્ડનો ખુલાસો, આ તારીખે ખુલશે IPO

    પેટીએમમાં કોને કેટલો હિસ્સો?

    પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા અને અન્ય શેરધારકો ઑફર ફૉર સેલના માધ્યમથી પોતાની ભાગીદારી વેચશે. કંપનીના મુખ્ય રોકાણકારોમાં અલીબાબા (Alibaba) અને તેની સહયોગી એન્ટ ગ્રુપ પાસે 38%, એલિવેશી કેપિટલ પાસે 17.65 ટકા અને જાપાનની સૉફ્ટબેંક પાસે 18.73 ટકા ભાગીદારી છે. વિજય શર્માનું આશરે 14.67% જેટલું હોલ્ટિંગ છે. આઈપીઓ બાદ તેઓ કંપનીના પ્રમોટર નહીં રહે.
    Published by:Vinod Zankhaliya
    First published: