Home /News /business /IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો તો થોભી જાઓ, પહેલા આ બાબતો ચેક કરી લો અને પછી કરો ઇન્વેસ્ટમેન્ટ

IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો તો થોભી જાઓ, પહેલા આ બાબતો ચેક કરી લો અને પછી કરો ઇન્વેસ્ટમેન્ટ

File Photo

IPO News: ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને જીઆર ઇન્ફ્રાના આઇપીઓમાં રોકાણ કરતાં પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

  મુંબઈ. કોરોના મહામારી (Corona Pandemic) હોવા છતા આ વર્ષે આઇપીઓ માર્કેટમાં ધૂમ છે. પહેલા ભાગમાં રેકોર્ડ આઇપીઓ (IPO) આવ્યા છે. આજે 7 જુલાઇએ પણ સ્પેશ્યાલિટી કેમિકલ કંપની ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (Clean Science and Technology) અને જીઆર ઇન્ફ્રા (GR Infraprojects)નો આઇપીઓ ઓપન થયો છે.

  ઘણા રિટેલ રોકાણકારો (Retail Stock Investors)ને આઇપીઓની રાહ હોય છે. તેવામાં આઇપીઓમાં રોકાણ (Investment in IPO) કરતા પહેલા તે જાણવું જરૂરી છે કે કઇ વાતોને ધ્યાનમાં રાખવી જોઇએ. આઇપીઓમાં જેટલો ફાયદો થવાનો ચાન્સ હોય છે, તેટલો જ નુકસાનનો પણ ચાન્સ હોય છે.

  આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા કંપની દ્વારા દાખલ કરાયેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ અને આરએચપીનો અભ્યાસ કરવો જોઇએ. તેનાથી કંપનીનો ગ્રોથ ભવિષ્યમાં કેવો રહેશે તેનો અંદાજ લગાવી શકાય છે. કોઇ પણ આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં તમે રોકાણ કરેલી રકમથી નફો કમાઇ શકો છો.

  IPO સબ્સક્રાઇબ કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

  - કોઈપણ આઇપીઓને સબ્સ્ક્રાઇબ કરતા પહેલા એક રોકાણકાર તરીકે પહેલા જ નક્કી કરી લો કે તમે તેના પર લિસ્ટિંગ ગેઈનનો ફાયદો લેવા માંગો છો કે તેમાં લાંબા સમય માટે રોકાણ કરી રહ્યા છો. ક્યારેક અમુક શેરોના કેસમાં એવું થાય છે કે, લિસ્ટિંગ ગેઈન ખૂબ વધુ મળે છે, પરંતુ જરૂરી નથી કે આગળ જતા પણ તેમાં તેજી જળવાઇ રહે.

  આ પણ વાંચો, હનુમાન છાપ ચમત્કારી સિક્કાથી અમીર બનાવવાની લાલચ આપીને ઠગી, પોલીસે ગેંગનો કર્યો પર્દાફાશ

  - આઇપીઓ માટે ફાઇલિંગ કરતી સમયે કંપની પ્રોસ્પક્ટમાં તેની જાણકારી પણ આપે છે કે, આઇપીઓ દ્વારા એકઠા કરાયેલા ફંડનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવશે. તે ધ્યાન રાખો કે કંપની પોતાનું દેણું ચૂકવવા માટે ફંડ એકઠું કરી રહી છે કે પોતાની ક્ષમતાને વધારવા માટે. સામાન્ય રીતે જો કંપની પોતાની કેપેસિટી વધારવા માટે ફંડ એકઠું કરી રહી છે, તો તેના ગ્રોથની સંભાવના વધુ હોય છે.

  - જો કોઇ કંપનીનો આઇપીઓ ખુલી રહ્યો છે, તેમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા અને રાધાકિશન દમાનીની ભાગીદારી છે તો રોકાણકારો તેના પ્રત્ય વધુ આકર્ષિત થાય છે. તેમની ભાગીદારીથી પ્રભાવિત થઈને રોકાણનો નિર્ણય ન લેવો જોઇએ. પરંતુ કંપનીના તમામ પ્રમોટર વિશે પણ જરૂરી જાણકારી મેળવવી જોઇએ.

  આ પણ જુઓ, PICS: ખુલ્લા વાળ, મદહોશ આંખો...જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ બન્યો ઇન્ટરનેટ સેન્સેશન

  - આઇપીઓ માટે કંપનીનું વેલ્યુએશન કેટલું નક્કી થયું છે, તેનું પણ ધ્યાન રાખવું જોઇએ. તેની ઇન્ડસ્ટ્રીમાં સામેલ અન્ય કંપનીઓની તુલના પણ અવશ્ય કરવી જોઇએ. જે કંપનીની આઇપીઓ સબ્સસ્ક્રીપ્શન ઓફર આવી છે, તેનો P/E(પ્રાઇઝ ટૂ અર્નિંગ્સ) રેશિયો, P/B(પ્રાઇઝ ટૂ બૂક) રેશિયો, D/E(ડેટ ટૂ અર્નિંગ્સ) રેશિયો જરૂર તપાસી લેવો. તે જેટલો ઓછો હશે એટલું સારું રહેશે. જોકે દરેક ઇન્ડસ્ટ્રી માટે તેના માપદંડો અલગ છે કે આ રેશિયો કેટલો હોવો જોઇએ.

  - ઘણા ટ્રેડર્સ/રોકાણકાર કોઇ પણ આઇપીઓ માટે સબ્સક્રાઇબ કરતા પહેલા ગ્રે માર્કેટના પરીણામ તપાસે છે. તેનાથી તેમને આઇપીઓ સબ્સક્રીપ્શન માટે નક્કી કરાયેલ કિંમત પર કેટલો નફો મળી શકે છે, તેનો અંદાજ લગાવે છે. જોકે આ રણનિતી માત્ર ઓછા સમય માટે કરાયેલા રોકાણ માટે અસરકારક સાબિત થઇ શકે છે, પરંતુ જો લાંબા સમય માટે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો તેનો નિર્ણય કંપનીના ફંડામેન્ટલના આધાર પર લેવો જોઇએ.
  First published:

  Tags: BSE, Business news, Earn money, Initial Public Offering, Investment, IPO, NSE, Share market, Stock market