IPO Market : Shyam Metalicsના શેર આઇપીઓ પહેલા જ ગ્રે માર્કેટમાં 43 ટકા વધ્યા, જાણો વિસ્તારથી

IPO Market : Shyam Metalicsના શેર આઇપીઓ પહેલા જ ગ્રે માર્કેટમાં 43 ટકા વધ્યા, જાણો વિસ્તારથી
પ્રતિકાત્મક તસવીર

આ પહેલા જ તેના શેર ગ્રે માર્કેટમાં 43 ટકા વધીને 436 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. શ્યામ મેટલિક્સ 909 કરોડ રૂપિયાનો આઇપીઓ લાવી રહ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી : શ્યામ મેટલિક્સ એન્ડ એનર્જીનો આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે 14 જૂને ખુલી રહ્યો છે. આ પહેલા જ તેના શેર ગ્રે માર્કેટમાં 43 ટકા વધીને 436 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. શ્યામ મેટલિક્સ 909 કરોડ રૂપિયાનો આઇપીઓ લાવી રહ્યું છે.

    શ્યામ મેટલિક્સના શેરની ઇશ્યુ પ્રાઇઝ 306 રૂપિયા છે, પરંતુ ગ્રે માર્કેટમાં તેના શેર 140-145 રૂપિયાથી વધીને 436થી 440 રૂપિયા સુધી વેપાર કરી રહ્યા છે. એન્કર ઇન્વેસ્ટરો તરફથી બિડિંગના એક દિવસ પછી એટલે કે ગુરૂવારે ગ્રે માર્કેટમાં તેના શેરની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ટિગ્રેટેડ મેટલ પ્રોડ્યૂસર શ્યામ મેટલિક્સે 10 રૂપિયા ફેસ વેલ્યૂ પર પોતાના શેરની પ્રાઇઝ બેન્ડ 303થી 306 રૂપિયા સુધી નક્કી કરી છે.



    એક્સપર્ટની સલાહ, શ્યામ મેટલિક્સના શેરને સારો રિસ્પોન્સ મળશે

    પ્રી-આઇપીઓ કન્સલટન્સી ફર્મ Planify Indiaના ફાઉન્ડર અને સીઇઓ રાજેશ સિંગલાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, કંપનીની વેલ્યૂએશન સાચી છે. જે રીતે આઇપીઓની માંગ દેખાઇ રહી છે, તેમાં તેના આઇપીઓના ઓવરસબ્સ્ક્રિપ્શન મળવાની આશા છે. પ્રી-આઇપીઓ અને અનલિસ્ટેડ શેરોમાં વેપાર કરનાર કંપની UnlistedArena.comના ફાઉન્ડર અભય દોશીએ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ઓનલાઇન સાથે વાતચીતમાં કહ્યું કે, શ્યામ મેટલિક્સનો આઇપીઓ એવા સમયે આવી રહ્યો છે, જ્યારે મેટલ સેક્ટરમાં ઘણી તેજી છે. મોમેન્ટમ સંપૂર્ણ રીતે મેટલ શેરોના પક્ષમાં છે.

    તેમણે કહ્યું કે, કંપની વિસ્તારની યોજના ખૂબ મોટી છે અને તે જોવું રસપ્રદ હશે કે આ તેને કેટલી મજબૂતી આપે છે. તેની અપર બેન્ડ પર કિંમત 306 રૂપિયા છે. નાણાકિય વર્ષ 2020-21ના વાર્ષિક ઇપીએસ પર આધારિત તેનો PE 12 ગણો છો. જે ઘણો સારો છે. તેનાથી રોકાણકારોને તેમાં કમાણીનો અવસર મળી શકે છે.

    આઇપીઓનો 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત

    શ્યામ મેટલિક્સના આઇપીઓના નેટ ઓફરનો 50 ટકા ક્યૂઆઇબી માટે રિઝર્વ છે. તો 35 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે. બાકી 15 ટકા બિન સંસ્થાગત રોકાણકારો માટે રિઝર્વ છે.
    Published by:News18 Gujarati
    First published:June 11, 2021, 17:39 pm

    ટૉપ ન્યૂઝ