IPO List: આ મહિને લોઢા ડેવલોપર્સ, આધાર હાઉસિંગ જેવી પ્રચલિત કંપનીઓ IPO લોન્ચ કરશે

IPO List: આ મહિને લોઢા ડેવલોપર્સ, આધાર હાઉસિંગ જેવી પ્રચલિત કંપનીઓ IPO લોન્ચ કરશે
પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક મહામારી વચ્ચે દેશની આર્થિક સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે. જાન્યુઆરી 2021થી માર્ચ 2021ના સમયગાળામાં 17 કંપનીઓએ IPO લોન્ચ કર્યા છે, જેની મદદથી કંપનીઓએ રૂ. 18,800 કરોડ પ્રાપ્ત કર્યા છે.

  • Share this:
    નવી દિલ્હીઃ આ વર્ષે એપ્રિલ (April) મહિનામાં 6 કંપનીઓ IPO લોન્ચ કરી રહી છે. વૈશ્વિક મહામારી (corona pandemic) વચ્ચે દેશની આર્થિક સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે. જાન્યુઆરી 2021થી માર્ચ 2021ના સમયગાળામાં 17 કંપનીઓએ IPO લોન્ચ કર્યા છે, જેની મદદથી કંપનીઓએ રૂ. 18,800 કરોડ પ્રાપ્ત કર્યા છે.

    કઈ કંપનીઓ IPO લોન્ચ કરશે


    Macrotech Developers:
    મેક્રોટેક ડેવલોપર્સ કંપની 7 એપ્રિલે IPO લોન્ચ કરશે, જે 9 એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. આ IPOની કિંમત રૂ. 483-486 નક્કી કરવામાં આવી છે. આ કંપની લોઢા ડેવલોપર્સના નામે પ્રચલિત હતી, જે હવે મેક્રોટેક ડેવલોપર્સના નામે જાણીતી છે. રૂ. 2500 કરોડના નવા શેર બહાર પાડવામાં આવશે. રૂ. 1500 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે તથા જમીન અધિગ્રહણનો અધિકાર મેળવવા માટે રૂ. 375 કરોડ સુધીનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ બાકી રહેલ રકમ કંપનીના અન્ય કામકાજના ખર્ચમાં ઉપયોગમાં લેવામાં આવશે.

    Dodla Diary:
    દક્ષિણ ભારતની કંપની ડોડલા ડેરી રૂ. 800 કરોડનો IPO લોન્ચ કરશે. જે માટે SEBI પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) જમા કરાવવામાં આવ્યું છે. IPO માટે રૂ. 50 કરોડના નવા શેર તથા કંપનીના પ્રમોટર અને ઈન્વેસ્ટર ઓફર ફોર સેલની મદદથી 1,00,85,444 ઈક્વિટી શેર જાહેર કરવામાં આવશે.

    Seven Islands Shipping :
    સેવન આઈસલેન્ડ શિપિંગ કંપનીને રૂ. 600 કરોડના IPO માટે સેબી પાસેથી મંજૂરી મળી ચૂકી છે. જેમાં રૂ. 200 કરોડના ફ્રેશ ઈશ્યુ તથા રૂ. 200 કરોડના શેર ઓફર ફોર સેલની મદદથી શેર જાહેર કરવામાં આવશે. મુંબઈની આ કંપની પાસે 20 જહાજ ઉપલબ્ધ છે.

    આ પણ વાંચોઃ-OMG! રૂ.163 એક કિલો ઘોંઘા ખરીદી લાવી ગરીબ મહિલા, રાતો રાત બની ગઈ કરોડપતિ, જાણો શું છે આખી કહાની

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

    Sona BLW Precision Forgings (Sona Comstar):
    Sona BLW Precision Forgings (Sona Comstar) દેશની સૌથી મોટી ઑટો પાર્ટસ ઉત્પાદન કરતી કંપની છે. જે રૂ. 6000 કરોડ મેળવવા માટે આ મહિને IPO લોન્ચ કરવા જઈ રહી છે. રૂ. 300 કરોડના ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે. બ્લેકસ્ટોનની સહયોગી કંપની Singapore VII Topco III Pte Ltd રૂ. 5700 કરોડના શેરનું વેચાણ કરશે. આ એક ગુડગાંવની પ્રમુખ ઑટો ટેકનોલોજી કંપની છે, જેની સ્થાપના 1995માં કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલ

    આ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

    Aadhar Housing Finance:
    આધાર હાઉસિંગ ફાઈનાન્સ કંપની મોર્ટગેજ ફાઈનાન્સર છે. જે ઓછી આવક ધરાવતા લોકોને હાઉસિંગમાં નાણાંકીય જરૂરિયાતોને પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. કંપનીએ રૂ. 7300 કરોડના IPO ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા છે. જે માટે કંપની રૂ. 1500 કરોડના ફ્રેશ શેર જાહેર કરશે અને રૂ. 5800 કરોડના શેર કંપનીના પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સને વેચવામાં આવશે. આધાર હાઉસિંગ ફાઈનાન્સની સ્થાપના વર્ષ 2010માં થઈ હતી.



    KIMS Hospitals :
    કૃષ્ણા ઈંસ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ લિમિટેડ IPO લોન્ચ કરીને રૂ. 700 કરોડ એકત્રિત કરશે. આ કંપની આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કોર્પોરેટ હેલ્થકેર ગૃપમાંથી એક છે. જાહેર જનતા માટે રૂ. 200 કરોડના ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે. પ્રમોટર અને શેરહોલ્ડર્સ 2,13,40,931 શેરનું વેચાણ કરશે.
    Published by:News18 Gujarati
    First published:April 05, 2021, 20:07 pm

    ટૉપ ન્યૂઝ