Nykaa IPO: નફામાં ચાલી રહેલું પ્રથમ સ્ટાર્ટઅપ જે લાવશે IPO

ફાઇલ તસવીર.

Nykaa IPO: આગામી થોડા દિવસોમાં કંપની સેબીમાં આઈપીઓ માટે સંબંધિત પેપર ( DRHP) દાખલ કરી શકે છે. કંપનીના પ્રસ્તાવિત આઈપીઓ માટે વેલ્યૂએશન 4-5 અબજ ડૉલર કરવાની સંભાવના છે.

 • Share this:
  મંબઈ: બ્યૂટી પ્રોડક્ટ વેચતી કંપની નાઇકા (Nykaa) IPO) આઈપીઓ લાવનારી પ્રથમ સ્ટાર્ટઅપ બનશે જેનો બિઝનેસ નફામાં ચાલી રહ્યો છે. મનીકંટ્રોલને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કંપની આઈપીઓ લાવવા અંગે વિચાર રહી છે. આઈપીઓ માટે કંપની તડામાર તૈયારી કરી રહી છે. આગામી થોડા દિવસોમાં કંપની સેબીમાં આઈપીઓ માટે સંબંધિત પેપર ( DRHP) દાખલ કરી શકે છે. કંપનીના પ્રસ્તાવિત આઈપીઓ માટે વેલ્યૂએશન 4-5 અબજ ડૉલર કરવાની સંભાવના છે.

  નાઈકાના આઈપીઓની સાઈઝ 50 કરોડ ડૉલર હોઈ શકે છે. જેમાં મોટા હિસ્સામાં સેકન્ડરી શેરનું વેચાણ શામેલ હોઈ શકે છે. એટલે કે આ આઈપીઓમાં ફ્રેશ ઇશ્યૂની સરખામણીમાં બીજા શેરધારકો દ્વારા કરવામાં આવતા વેચાણનો હિસ્સો વધી શકે છે.

  આશા છે કે આ આઈપીઓમાં TPG Growth, Steadview Capital, Fidelity, Hero Groupના સુનીલકાંત મુંજાલ પોતાના શેર વેચશે.

  આ પણ વાંચો: તમે શૉપિંગ સાઇટ્સ પર કઈ પ્રોડક્ટ જુઓ છો તેનો રિપોર્ટ કંપનીઓને ન મળે તે માટે એડ ટ્રેકિંગને કરો બંધ

  આ આઈપીઓનો ફ્રેશ ઈશ્યૂ હિસ્સો ખૂબ નાનો હશે. આ ઈશ્યૂમાં આશરે 7-7.5 કરોડ ડૉલરનો જ ફ્રેશ ઇશ્યૂ હોઈ શકે છે. જ્યારે તેની કુલ સાઇઝ 4-5 કરોડ ડૉલર છે. આ કારણે કંપની નફામાં છે, અને તેને ગ્રોથ માટે તાત્કાલિક રોકડની જરૂર નથી.

  મનીકંટ્રોલને સૂત્રોના હવાલેથી મળેલી માહિતી પ્રમાણે નાઇકા (Nykaa) લિસ્ટિંગ બાદ પ્રમોટર્સના માલિકી હકવાળી કંપની બનશે. કારણ કે ફાલ્ગુન નાયર અને પરિવાર પાસે તેના 51 ટકાથી વધારે કંટ્રોલિંગ સ્ટેક હશે.

  Rolex Ringsનો IPO આજે ખુલ્યો:

  Rolex Rings IPO આજે ખુલ્યો છે. આ કંપની ઓટોમેટિવ કંપોનેંટ્સના ઉત્પાદન બાબતે જાણીતી છે. આ આઈપીઓ 28મીથી 30મી દરમિયાન ખુલ્લો રહેશે. આ વર્ષે બજારમાં આવનાર આ 29મો આઈપીઓ હશે. અત્યાર સુધીમાં 28 આઈપીઓ બજારમાં આવી ચૂક્યા છે અને આગામી મહિનાઓમાં વધુ ઉપયોગ લોન્ચ થવાના છે

  આઇપીઓ અંગે આટલું જાણી લો

  >> Rolex Ringsએ બેંકરો સાથે ચર્ચા કરી પબ્લિક ઇસ્યુ માટે ઈક્વિટી દીઠ રૂ.880-900નું પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યું છે.
  >> નીચા પ્રાઈઝ બેન્ડ પર રૂ. 716 અને નીચા સ્તરે રૂ. 731 એકઠા કરવાની કંપનીની ગણતરી છે.
  >> સબસ્ક્રીપશન માટે ઓફર 28મી જુલાઈએ ખુલશે અને 30મીએ બંધ થશે.
  >> પબ્લિક ઇસ્યુમાં રૂ.56 કરોડનો ફ્રેશ ઇસ્યુ હશે અને કંપનીના શેર ધારક PE LLC દ્વારા રૂ.75 લાખના ઈક્વિટી શેરના વેચાણની ઓફર શામેલ છે.

  આ પણ વાંચો: IRCTCએ રેલવેની ટિકિટ બુક કરવાનો નિયમ બદલ્યો, જાણો તમને શું અસર થશે

  >> રોકાણકારો ઓછામાં ઓછા 16 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 16ના ગુણાકારમાં બોલી લગાવી શકે છે. શેર દીઠ રૂ. 900ની કિંમતના ઉચ્ચ બેન્ડ પર 13 લોટ માટે રોકાણની લઘુતમ રકમ રૂ. 14,400 છે. જ્યારે વધુમાં વધુ રોકાણ રૂ.1,87,200 છે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ રૂ.2 લાખનું રોકાણ કરી શકશે.
  >> આ ઇસ્યુમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે 50 ટકા ફાળવણી અને રિટેલ સેગમેન્ટમાં માટે 35 ટકા ફાળવણી સામેલ છે.
  >> રોલેક્સ રિંગ્સના આઈપીઓના પ્રમોટર્સમાં રૂપેશ દયાશંકર મડેકા, જીતેન દયાશંકર મડેકા, મનેશ દયાશંકર મડેકા, પીનાકીન દયાશંકર મડેકા અને ભૌતિક દયાશંકર મડેકા સામેલ છે.
  >> આઈપીઓમાંથી એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની દ્વારા મૂડીની જરૂરિયાત તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: