Home /News /business /

IPOમાં ઊંચા વળતરની તક: 25મી સુધીમાં આ કંપનીમાં રૂ. 14,800નું રોકાણ કરી બની શકો લખપતિ

IPOમાં ઊંચા વળતરની તક: 25મી સુધીમાં આ કંપનીમાં રૂ. 14,800નું રોકાણ કરી બની શકો લખપતિ

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં એકથી એક ચઢિયાતા IPO આવ્યા છે. જેમાં રોકાણ કરીને રોકાણકારોએ નાની મોટી રકમ વળતર તરીકે મેળવી છે.

છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં એકથી એક ચઢિયાતા IPO આવ્યા છે. જેમાં રોકાણ કરીને રોકાણકારોએ નાની મોટી રકમ વળતર તરીકે મેળવી છે. જો તમે પણ શેરબજારમાં IPOથી પૈસા કમાવા ઈચ્છતા હોવ તો તમારી પાસે શાનદાર તક છે. જ્યાં તમે રોકાણ કરીને મોટી રકમ મેળવી શકો છો. 23 જૂનથી એગ્રો કેમિકલ બનાવતી કંપની India Pesticidesનો ઈશ્યુ સબસ્ક્રીપ્શન માટે ખુલ્યો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં 23 કંપનીઓએ ફૂલ રૂ. 37,000 કરોડ IPOના માધ્યમથી એકઠા કર્યા છે. હવે આ 24મો IPO છે. આ કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટ થશે. તેના બુક રનિંગ લીડ મેનેજર એક્સીસ કેપિટલ અને જેએમ ફાઇનાન્શિયલ છે.

જલ્દી ફાઇલ કરો Income Tax Return, નહીં તો આપવું પડશે ડબલ TDS

800 કરોડનો IPO

કંપની આ આઇપીઓના માધ્યમથી રૂપિયા 800 કરોડ એકત્રિત કરશે. જેમાંથી રૂ. 100 કરોડનું ફ્રેશ ઈશ્યુ રહેશે, જ્યારે રૂપિયા 700 કરોડના શેર ઓફર ફોર સેલમાં વેચવામાં આવશે. ઓફર ફોર સેલમાં રૂ. 281.4 કરોડ શેર પ્રમોટર આનંદ સ્વરૂપ અગ્રવાલ અને રૂ. 418.6 કરોડના શેર અન્ય શેર હોલ્ડર વેચશે.

ક્યારે છે ઈશ્યુ?

India Pesticidesનો ઇસ્યુ 23 જૂને ખુલશે અને 25મી જૂને બંધ થશે.

પ્રાઈઝ બેન્ડ

કંપનીના ઇસ્યુનો ભાવ રૂ. 290થી 296 નક્કી થયો છે.

ફંડનો ઉપયોગ ક્યાં થશે?

વર્કિંગ કેપિટલ અને કોર્પોરેટ જરૂરિયાત પૂરી કરવા ફંડનો ઉપયોગ થશે.

લીલા શાકભાજીથી લઈને સી ફૂડ એનીમિયાની સમસ્યાને કરી શકે છે દૂર, અહીં છે તેની વિસ્તૃત જાણકારી

શેર લોટ કેટલો છે?

India Pesticidesના ઈશ્યુનો લોટ 50 શેરનો છે. રોકાણકારોને ઓછામાં ઓછા 50 શેર માટે બોલી લગાવવી પડશે. આ રીતે રિટેલ રોકાણકારો ઓછામાં ઓછું રૂ. 14,800 અને વધુમાં વધુ રૂ. 1,92,400નું રોકાણ કરી શકે છે.

કોના માટે કેટલું રખાયું?

કંપનીએ કુલ ઈશ્યુનો 50 ટકા ભાગ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે અનામત રાખ્યો છે. 15 ટકા ભાગ નોન ઇન્સ્ટિટ્યુશનલ અને 35 ટકા ભાગ રિટેલ માટે રિઝર્વ રાખ્યો છે.

કંપનીની સ્થિતિ

ફોલ્પેટ અને થિયોકાર્બેમેટ હર્બિસાઇડ કેમિકલ્સ એટલે કે જંતુનાશકનું ઉત્પાદન કરતી વિશ્વની ટોચની 5 કંપનીઓમાં India Pesticidesનો સમાવેશ થાય છે.

કોની સાથે છે હરીફાઈ?

ધાનુકા એગ્રોટેક લિમિટેડ, ભારત રસાયણ લિમિટેડ, યુપીએલ લિમિટેડ, રેલીસ ઇન્ડિયા, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ, સુમિતોમો કેમિકલ ઇન્ડિયા અને અતુલ ઇન્ડિયા જેવી કંપનીઓ India Pesticidesની હરીફ છે.

શું છે કંપનીનો કારોબાર?

India Pesticides રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેકનોલોજીકલ એગ્રો કેમિકલ કંપની છે. હર્બિસાઇડ્સ, જંતુનાશકો અને ફૂગનાશક સેગમેન્ટમાં ફોર્મ્યુલેશનના વ્યવસાયમાં પણ કંપની કામ કરે છે. હાલના સમયમાં કંપની એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિએન્ટ્સ (APIs) પણ બનાવી રહી છે.



ઉલ્લેખનીય છે કે, કેપ્ટન, ફોલ્પેટ અને થિઓકાર્બેમેટ જંતુનાશક દવાઓની ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટિએ ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે.
First published:

Tags: India Pesticides, Investment, IPO

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन