Burger King Listing: 92 ટકા પ્રીમિયમ દરે લિસ્ટ થયો બર્ગર કિંગનો શેર, રોકાણકારોએ કરી મોટી કમાણી

Burger King Share Price: BSE પર બર્ગર કિંગનો શૅર પ્રાઇઝ 115.35 રૂપિયા પ્રતિ શૅર અને NSE પર તે 112.50 રૂપિયા પર લિસ્ટ થયો

Burger King Share Price: BSE પર બર્ગર કિંગનો શૅર પ્રાઇઝ 115.35 રૂપિયા પ્રતિ શૅર અને NSE પર તે 112.50 રૂપિયા પર લિસ્ટ થયો

  • Share this:
    મુંબઈઃ આજે બર્ગર કિંગ (Burger King)નો શૅર 92 ટકા પ્રીમિયમ દરે લિસ્ટ થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર બર્ગર કિંગનો શૅર પ્રાઇઝ 115.35 રૂપિયા પ્રતિ શૅર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર તે 112.50 રૂપિયા પર લિસ્ટ થયો છે. BSE પર તે 92.25 ટકા અને NSE પર તે 87.5 ટકાના પ્રીમિયમ દરે લિસ્ટ થયો છે. 810 કરોડ રૂપિયાના બર્ગર કિંગના IPOને રોકાણકારોએ જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.

    રોકાણકારો માટે આ આઇપીઓનું સબ્સસ્ક્રિપ્શન 2 ડિસેમ્બરે 59-60 રૂપિયા પ્રતિ શૅર પર ખુલ્યું હતું. રોકાણકારો તરફથી જોરદાર રિસ્પોન્સનું જ પરિણામ રહ્યું કે તેને 156 ગણું સબ્સક્રાઇબ કરવામાં આવ્યું. ત્યાં સુધી કે 2 ડિસેમ્બરે સબ્સક્રિપ્શન ખુલ્યાના થોડાક કલાકની અંદર જ પ્રારંભિક શૅરોને ઓવરસબ્સક્રાઇબ કરી લેવામાં આવ્યું.

    આ પણ વાંચો, Monkey Day 2020: કેમ ઉજવાય છે ‘મંકી ડે’? જાણો વાંદરાઓને સમર્પિત આ દિવસનો ઈતિહાસ અને મહત્ત્વ

    બર્ગર કિંગ 100 ગણો સબ્સક્રાઇબ થનારો આ વર્ષનો ચોથો આઇપીઓ

    ક્વૉલિફાઇડ ઇન્વેસ્ટર્સ માટે નિયત કરવામાં આવેલા શૅરોને 86.64 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો. આ પ્રકારે બિન-સંસ્થાગત રોકાણકારોએ 354.11 ગણો અને રિટેલ રોકાણકારોએ 68.15 ગણો સબ્સક્રાઇબ કર્યો. આ વર્ષે 100 ગણાથી વધુ સબ્સક્રાઇબ થનારો આ ચોથો IPO છે. આ પહેલા Mazagon Dock Shipbuildersને 157.41 ગણો, Happiest Mindsને 156.65 ગણો અને Chemcon Specialityને 149.3 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો, ફેસબુકે પોતાના બિઝનેસ અને સ્ટાફની સુરક્ષા માટે બજરંગ દળની વિરુદ્ધ હેટ સ્પીચ પર પગલાં ન ભર્યા- રિપોર્ટ

    આ આઇપીઓમાં 450 કરોડની વેલ્યૂવાળા શૅર્સ સામેલ છે. બર્ગર કિંગ ઈન્ડિયાએ એન્જલ ઇન્વેસ્ટર્સ (Angel Investors)ના માધ્યમથી 364.5 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, CLSA ઈન્ડિયા, એડલવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ, જેએમ ફાઇનાન્સિયલ આ ઓફરના મેનેજર્સ છે. હાલમાં ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ (QSR) ચેઇનની પાસે ભારતમાં કુલ 268 સ્ટોર્સ છે. તેમાંથી 8 ફ્રેન્ચાઇઝીના સ્ટોર્સ છે, જેમાંથી મોટાભાગના એરપોર્ટ્સ પર છે. જ્યારે અન્ય તમામનો માલિક હક કંપનીની પાસે જ છે.
    Published by:Mrunal Bhojak
    First published: