Home /News /business /રોકાણકારો આનંદો: IPOમાં 15,000ને બદલે 7,500 રૂપિયાનો એક લૉટ કરી શકે છે SEBI
રોકાણકારો આનંદો: IPOમાં 15,000ને બદલે 7,500 રૂપિયાનો એક લૉટ કરી શકે છે SEBI
17 માર્ચ ના રોજ સૂર્યદય સ્મોલ ફાઈનાન્સ બેંકનો આઇપીઓ 582.33 કરોડ રૂપિયાનો રહ્યો હતો. આ આઇપીઓ માટે પ્રાઈઝ બેન્ડ 303થી 305 રૂપિયા સુધીનો રાખવામાં આવી હતી. આ આઇપીઓ 19 માર્ચ 2021 સુધી ખુલ્લો રહ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
IPO minimum lot size: એક સૂત્રએ જણાવ્યું કે, "સેબીને અનેક રિટેલ ઇન્વેસ્ટર એસોસિએશન તરફથી ફરિયાદ મળી છે કે નાના રોકાણકારો લૉટ સાઇઝ મોટી હોવાથી IPOમાં રોકાણ કરી શકતા નથી."
મુંબઈ: શેર માર્કેટ અને કોમોડિટી માર્કેટનું સંચાલન કરતી SEBI (Securities and Exchange board of India) IPO (Initial public offering)માં રોકાણની રકમ 15,000થી ઘટાડીને 7,500 કરવાની તૈયારી કરી રહી છે. હાલ IPOમાં એક લૉટ માટે વધારેમાં વધારે 15,000 રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે.
મનીકંટ્રોલના જણાવ્યા પ્રમાણે, એક સૂત્રએ જણાવ્યું કે, "સેબીને અનેક રિટેલ ઇન્વેસ્ટર એસોસિએશન તરફથી ફરિયાદ મળી છે કે નાના રોકાણકારો લૉટ સાઇઝ મોટી હોવાથી IPOમાં રોકાણ કરી શકતા નથી."
અન્ય એક સૂત્રએ કહ્યું કે, "સેબી મિનિમમ એપ્લિકેશન સાઇઝ 15,000 રૂપિયાથી ઘટાડીને 7,000-8,000 રૂપિયા કરી શકે છે. જો રોકાણની રકમ ઓછી હોય તો વધારે રોકાણકારો આઈપીઓ ભરવા માંગશે."
ગત વર્ષે એવા અનેક IPO સફળ રહ્યા હતા જેમાં નાના રોકણકારોએ મોટા પ્રમાણમાં પૈસા લગાવ્યા હતા. Happiest Minds Technologiesનો IPO ગત વર્ષે સૌથી સફળ આઈપીઓમાં શામેલ છે. આ આઈપીઓ 150 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 70.94 ટકા ભરાયો હતો. ગતા વર્ષે બેક્ટર્સ ફૂડના આઈપીઓનો રિટેલ હિસ્સો 68 ગણો ભરાયો હતો.
મઝગાંવ ડોકના આઈપીઓમાં રિટેલ ઇન્વેસ્ટર્સનો ફાળો 36 ગણો અને IRCTCમાં 15 ગણો હતો. આ તમામ આઈપીઓ પ્રિમિયમમાં ખુલ્યા હતા. જોકે, રિટેલ રોકાણકારોને ખૂબ ઓછા શેર મળ્યાં હતાં.
2020માં લિસ્ટિંગના દિવસે જ 50%થી વધારે વળતર આપનારા IPO
1) બર્ગર કિંગ ઇન્ડિયા: 14મી ડિસેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ રૂ. 60ની સામે 131 પર બંધ રહ્યો હતો. પ્રથમ દિવસે 138.40 ટકાનો લાભ.
2) હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ: ઇશ્યૂ પ્રાઇસ 166 સામે પ્રથમ દિવસ શેરનો ભાવ 371.00 પર બંધ રહ્યો. 17 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ 123 ટકાનો લાભ થયો.
3) મિસિઝ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટિઝ લિમિટેડ: ઇશ્યૂ પ્રાઇસ 288 સામે પ્રથમ દિવસ શેરનો ભાવ 595.55 પર બંધ રહ્યો. 24 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ 106.79 ટકાનો લાભ થયો.
4) રૂટ મોબાઇલ: 21 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ 350 સામે 651.10 રૂપિયા બોલાયો. IPO લાગ્યો તે રોકાણકારોને પ્રથમ દિવસે 86 ટકા વળતર મળ્યું.
5) રોસારી બાયોટેક: 23 જુલાઇના રોજ લિસ્ટેડ શેરમાં પ્રથમ દિવસે 75 ટકાનું વળતર જોવામાં આવ્યું. 425ના ઇશ્યૂ પ્રાઇસ સામે શેર 742.35 પર બંધ રહ્યો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર