Home /News /business /IPO & NFO: રોકાણ માટે શ્રેષ્ઠ શું IPO કે NFO? જાણો બંને વચ્ચેનો તફાવત

IPO & NFO: રોકાણ માટે શ્રેષ્ઠ શું IPO કે NFO? જાણો બંને વચ્ચેનો તફાવત

જેમાં IPO એટલ Initial Public offering અને NFO એટલે New Fund Offer.

રોકાણકારોને ઘણી વખત IPO અને NFO વચ્ચેના તફાવતનો ખ્યાલ નથી હોતો. તો અહીં અમે બંને વિષે સમજવાની કોસીસ કરી છે. તમે આસાનીથી સમજી શકશો અને જાણી પણ શકશો કે સેમા રોકાણ કરવું હિતાવહ છે.

    IPO and NFO: કોઈપણ ફંડમાં રોકાણ કરતા પહેલા રોકાણકાર બજારનું સંપૂર્ણ જ્ઞાન મેળવતો હોય છે. તો પણ ઘણા એવા ટેક્નિકલ શબ્દો હોય છે કે જેને સમજવામાં મુશ્કેલીઓ રહેતી હોય છે. આવાજ બે શબ્દો છે IPO અને NFO. જેમાં IPO એટલ Initial Public offering અને NFO એટલે New Fund Offer. લોકોને લાગે છે કે બંને એક પ્રકારે જ રોકાણની તક આપે છે. આ ઉપરાંત બંનેને પ્રાઈમરી માર્કેટ ઓફરિંગ માનવામાં આવે છે. એટલે રોકાણ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે બંનેમાં શું અંતર છે અને બંનેના ફાયદા નુકસાન શું છે.

    IPO અને NFO તફાવત


    છેલ્લા થોડા સમયમાં મોટી મોટી કંપની પોતાના આઇપીઓ લઈને આવી. તેની મદદ્થી કંપની રિટેલર્સને પોતાના શેર ખરીદવાનો મોકો આપે છે. NFO દ્વારા કોઈ પણ એસેટ મેનેજમેન્ટ કંપની નવી સ્કીમ લોન્ચ કરતી હોય છે. બંનેમાં અંતરની વાત કરીએ તો કંપની જયારે પોતાનો વિસ્તાર કરે છે ત્યારે આઇપીઓ વડે રૂપિયા મેળવે છે. જ્યારે NFO માં રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરીને ફંડ હાઉસ તેને સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે.

    આ પણ વાંચો:ખેડૂતો માટે ખાસ, કોઈ અધિકારી હેરાન કરે કે વીમાની રકમ નથી મળી, ઘરબેઠાં કરી શકશો ફરિયાદ

    બંને વચ્ચેની સમાનતા


    બંનેમાં કંઈક તફાવત છે તો કંઈક સમાનતા પણ છે. આ બંને વ્યવસાય વિસ્તરણ માટે લોકો પાસેથી ભંડોળ એકત્ર કરે છે. જેમાં એક નિશ્ચિત સમયે સબ્સ્ક્રિપ્શન ઓફર કરવામાં આવે છે. IPO ની સરખામણીમાં NFOs લાંબા સમય સુધી ખુલ્લા રહે છે. બંનેનું મોનિટરિંગ સેબી દ્વારા જ કરવામાં આવે છે. જ્યારે બજાર સારી પરિસ્થિતિ પર હોય ત્યારે બંને વધુ સારું વળતર આપે છે.

    આ પણ વાંચો: 13 ડિસેમ્બરે ખુલશે આ કંપનીનો IPO, પહેલાથી જ દેખાઈ રહ્યા છે ભારે તેજીના અણસાર

    રોકાણ માટેની પસંદગી


    નાણાકીય સલાહકારોના મતે, રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં જરૂરિયાત અનુભવે ત્યારે જ તેમાં રોકાણ કરવું જોઈએ. ખાસ કરીને NFO માં રોકાણ કરતા પહેલા કેટલીક બાબતોને સમજવી જોઈએ. જો તમારી પાસે કોઈ ચોક્કસ પ્લાન હોય ત્યારે જ NFO માં રોકાણ કરવું જોઈએ. IPO એક સ્ટોક સાથે સંબંધિત છે, તેવી જ રીતે NFO મ્યુચ્યુઅલ ફંડ સાથે સંબંધિત છે. ફંડને લઈને તમારા ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય અને તમે નફા નુકસાનથી વાકેફ હોય તો તમે કોઈ પણમાં રોકાણ કરી શકો છો.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, IPO, NFO, Stock market

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन