Home /News /business /IPL ટીમ રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબના હોદ્દેદારોનું પેંડોરા પેપર્સ સાથે કનેક્શન: રિપોર્ટમાં ઘટસ્ફોટ

IPL ટીમ રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબના હોદ્દેદારોનું પેંડોરા પેપર્સ સાથે કનેક્શન: રિપોર્ટમાં ઘટસ્ફોટ

પનામા પેપર્સમા હવે આઈપીએલની ટીમોના નામ પણ સામેલ થયા છે.

પાંચ વર્ષ પહેલા પનામા પેપર લીકે (Panama paper leaks) સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. જેમાં બનાવટી કંપનીઓનું સત્ય અને મોટી હસ્તીઓની કરચોરી (Tax evasion) ખુલ્લી પડી હતી.

નવી દિલ્હી:  પાંચ વર્ષ પહેલા પનામા પેપર લીકે (Panama paper leaks) સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. જેમાં બનાવટી કંપનીઓનું સત્ય અને મોટી હસ્તીઓની કરચોરી (Tax evasion) ખુલ્લી પડી હતી. હવે ફરી એકવાર ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્ (ICIJ)એ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કરી સનસનાટી મચાવી દીધી છે. જેમાં ભારતીય સેલિબ્રિટીઓ અને વિશ્વભરના નામી ચહેરાઓએ બ્લેકમની (Black money) છુપાવવા કરેલા કારસ્તાનનો પર્દાફાશ થયો છે. હવે આ ખુલાસા અંગે વધુ દાવો IPL ટીમ્સ અંગે સામે આવ્યો છે. અહેવાલો અનુસાર ઇન્ડિયન પ્રીમીયર લીગ(IPL) ફ્રેન્ચાઇઝી રોયલ મલ્ટિસ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ(Owner of Rajasthan Royals) અને KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ (કિંગ્સ ઇલેવન પંજાબના માલિક)માં રોકાણ કરનારા ઓફશોર એકમોનો ઉલ્લેખ પેંડોરા પેપર્સમાં કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આલ્કોગલ તરીકે ઓળખવામાં આવતા કાનૂની ફર્મ અલેમાન, કોર્ડેરો, ગલીન્ડો એન્ડ લી. ટ્રસ્ટ(BVI)ના લીક દસ્તાવેજોમાં બહાર આવ્યું છે કે, આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ સંપૂર્ણ રીતે અથવા અંશતઃ ભારતીયોની માલિકીની હતી, જે બ્રિટિશ નાગરિકો છે અને આઇપીએલના સ્થાપક લલિત મોદી સાથે જોડાયેલા છે. આપને જણાવી દઇએ કે ન્યૂઝ18 ગુજરાતીએ આ રીપોર્ટની અલગથી તપાસ કરી નથી. ડાબરના ગૌરવ બર્મન મોદીની સાવકી દીકરી કરીમાના પતિ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે સંકળાયેલા છે. આ સિવાય નાઇજીરિયાના બિઝનેસમેન સુરેશ ચેલારામ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા છે.

અહેવાલ અનુસાર, ગૌરવ બર્મને તેની મોરિશિયન પેટા કંપની કોલવે ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડને શેરહોલ્ડર લોન આપવાના હેતુસર બીવીઆઇ કંપની બંત્રી ઇન્ટરનેશનલ લિમિટેડને 2 મિલિયન ડોલર આપ્યા હતા. જેના બદલામાં કેપીએચ ડ્રીમ ક્રિકેટમાં શેરહોલ્ડર હતા.

બર્મને અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કેપીએચ કિંગ્સ ઇલેવન સાથે કરવાની દરેક બાબતની બીસીસીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. BCCIએ ખરેખર અમારી ફ્રેન્ચાઇઝી સમાપ્ત કરી દીધી હતી. અમે કોર્ટમાં ગયા અને કેસ જીત્યા હતા. અમને અમારી ફ્રેન્ચાઇઝી ફરી મળી હતી.

આલ્કોગોલ દસ્તાવેજોમાં તે પણ બહાર આવ્યું છે કે, લલિત મોદીના સાળા ચેલારામ બીવીઆઇ કંપની ટ્રેસ્કો ઇન્ટરનેશનલ લિમિટેડમાં એકમાત્ર શેરહોલ્ડર હતા. જે રોયલ મલ્ટિસ્પોર્ટના માલિક મોરિશિયન કંપની ઇએમ સ્પોર્ટિંગ હોલ્ડિંગ્સમાં 44.15 ટકા હિસ્સો ધરાવે છે. રિપોર્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, ટ્રેસ્કોના અંતિમ લાભાર્થી માલિકો(UBO) ચેલ્લારામની પત્ની કવિતા, પુત્ર આદિત્ય અને પુત્રી અમિષા હતા. ચેલ્લારામે જણાવ્યું કે, ટ્રેસ્કોએ બંધ થતા પહેલા રાજસ્થાન રોયલ્સમાંથી પોતાનો ઇન્ટરેસ્ટ સ્થાનાંતરિત કરી દીધી હતી. ટ્રેસ્કોએ પોતાના અંત સુધીમાં તમામ ન્યાયાલયોમાં તમામ ફાઇલિંગ અને ખુલાસાઓ કર્યા છે.

આ પણ વાંચો: આ 7 સ્ટેપ સાથે સરળતાથી ફાઈલ કરો ઈન્કમટેક્સ રિટર્ન

2016માં પનામા પેપર્સ અને 2017માં પેરેડાઇઝ પેપર્સના પગલે મીડિયા દસ્તાવેજોની લીક લિસ્ટમાં પેંડોરા પેપર્સ ત્રીજા ક્રમે છે. નવા ખુલાસાઓમાં અત્યાર સુધીમાં સમાવિષ્ટ લોકોમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર, પોપ સિંગર શકીરા, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સહાયકો અને ચેક રિપબ્લિકના નેતાઓ, સાયપ્રસ, જોર્ડન અને યુક્રેનના નેતાઓ ઉપરાંત અઝરબૈજાનમાં શાસક પરીવારના સભ્યો અને વ્લાદિમીર પુતિનની નજીકના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. કુલ મળીને 100થી વધુ અબજોપતિઓ આ કથિત કારસ્તાનમાં સામેલ છે.
First published:

Tags: Ipl new teams, Kings xi punjab, Rajasthan royals