ભારત માટે સારા સમાચાર! iphone મેન્યુફેક્ચરર કંપની Foxconn ભારતમાં કરશે રૂ.7500 કરોડનું રોકાણ

News18 Gujarati
Updated: July 11, 2020, 9:22 PM IST
ભારત માટે સારા સમાચાર! iphone મેન્યુફેક્ચરર કંપની Foxconn ભારતમાં કરશે રૂ.7500 કરોડનું રોકાણ
ફાઈલ તસવીર

ચેન્નાઈથી 50 કિલોમિટર દૂર શ્રી પેરમ્બૂર પ્લાન્ટમાં ફોક્સકોને રોકાણ કરવાની યોજના બનાવી છે. નવી યોજના બાદ શ્રી પેરમ્બુર પ્લાનમાં આશરે 6000 નવી નોકરીઓનો અવરસ ઊભો થશે.

  • Share this:
નવી દિલ્હીઃ ભારત માટે એક મોટા સમાચાર તાઈવાનથી આવી રહ્યા છે. તાઈવાનની (Taiwan) કંપની ફોક્સકોન (Foxconn) મોબાઈલ્સ જે એપલ આઈફોનને (Apple iphone) એસેમ્બલ કરે છે. તેણે ભારતમાં એક બિલનય ડોલર એટલે કે લગભગ 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે એપલ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ ઉત્પાદનને ચીનથી બહાર શિફ્ટ કરાવવાનું મન બનાવી રહ્યું છે. સૂત્રોના હવાલાથી ન્યૂઝ એજન્સી રોયટર્સે આ સમાચાર આપ્યા છે. ફોક્સકોન કોન્ટ્રાક્ટ અંતર્ગત એપલ સાથે કામ કરી રહી છે.

ચીનને બીજેથી પ્રોડક્શન કરવા માટે કરી રિક્વેસ્ટ
કોરોના વાયરસ સંકટના કારણે અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ જેવી હાલત છે. આ કારણે એપલ પોતાનું ઉત્પાદન ચીનથી બહાર કરવા માંગે છે. માનવામાં આવી રહ્યું છે કે ધીરે ધીરે કંપની પોતાનું બધું જ પ્રોડક્શન ચીનથી સમેટવાની તૈયારમાં છે. આ પહેલા અનેક સમાચાર આવ્યા હતા કે કંપની હવે ચીનમાંથી કારોબાર સમેટવાનું મન બનાવી રહી છે.

રોયટર્સના સૂત્રોના હવાલેથી લખાયું છે કે એપલ તરફથી પોતાના ક્લાઈન્ટ તરફથી અનેક વખત અનુરોધ કરવામાં આવ્યું છે કે આઈફોનના ઉત્પાદનમાં ચીનથી બહાર બીજે ક્યાંય શિફ્ટ કરવામાં આવે. ચેન્નાઈથી 50 કિલોમિટર દૂર શ્રી પેરમ્બૂર પ્લાન્ટમાં ફોક્સકોને રોકાણ કરવાની યોજના બનાવી છે. આ પ્લાન્ટમાં પહેલાથી જ આઈફોન એકસઆર મોડલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી ત્રણ વર્ષ સુધી કંપની આ પ્લાનમાં રોકાણને અંજામ આપશે. એપલના આઈફોન મોટલ્સને ચીનમાં ફોક્સકોનની તરફથી જ તૈયાર કરવામાં આવે છે. હવે આને પણ આ પ્લાનમાંજ તૈયાર કરવામાં આવશે.

6000 નોકરીઓ આવશે
ફોક્સકોનના હેડક્વાર્ટર તાઈપેમાં છે અને આ નવી યોજના બાદ શ્રી પેરમ્બુર પ્લાનમાં આશરે 6000 નવી નોકરીઓનો અવરસ ઊભો થશે. ફોક્સકોનનો એક પ્લાન્ટ આંધ્ર પ્રદેશમાં છે. આંધ્ર પ્રદેશમાં ચીનની શ્યોમી કોર્પ અને બીજી કંપનીઓ માટે સ્માર્ટફોન તૈયાર થાય છે. ફોક્સકોનના ચેરમેન લિયૂ યંગ-વેને ગત મહિને કહ્યું હતું કે, કંપની ભારતમાં રોકાણ કરવામાં ગતિ લાવશે. ભારતમાં આઈફોનના આશરે એક ટકા સ્માર્ટફોન વેચાય છે. અને આમ છતાં પણ આ કંપની બીજું મોટું બજાર છે. ભારતમાં ઉંચી કિંમતોના કારણે આઈફોનને એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે.આ પણ વાંચોઃ-સોનામાં રોકાણ નફાનો ધંધો! ફટાફટ જાણીલો અમદાવાદમાં સોના-ચાંદીના નવા ભાવ

ભારત બની શકે છે એપલનું એક્સપોર્ટ હબ
ભારતમાં આઈફોનનું નિર્માણ થવાથી અનેક પ્રકારે ઈમ્પોર્ટ ટેક્સેસમાં છુટકારો મળશે અને આ કારણે કિંમતોમાં પણ ઘટાડો આવી શકે છે. એપલના કેટલાક ફોન તાઈવાનની વિસ્ટ્રોન કોર્પ દ્વારા પણ એસેમ્બલ કરવામાં આવે છે. બિસ્ટ્રોન કોર્પનો પ્લાન્ટ બેંગલુરુમાં છે. વિસ્ટ્રોન હવે એક નવો પ્લાન્ટ ખોલવાની તૈયાર કરી રહી છે. હવે એપલના બીજા ડિવાઈસ તૈયાર થશે. હોંગકોંગ બેસ્ડ ટેક્નોલોજી રિસર્ચર નીલ શાહનું કહેવું કે ભારતમાં ચીનની તુલનામાં મજૂરી ખૂબ જ સસ્તી છે. ધીરે ધીરે અહીં સપ્લાયર્સ પોતાના કામ વધારશે. એપલ એક્સપોર્ટ હબ તરીકે પ્રયોગ કરી શકે છે.

આ પણ વાંચોઃ-ધરમ કરતા ધાડ પડી! સુરતમાં રોડ પર ઝઘડતા દંપતીને છોડાવવા જતાં TRB જવાનને માર ખાવાનો વારો આવ્યો

આ પણ વાંચોઃ-સુરતઃ કોરોનાના કહેર વચ્ચે પરિવારે રાખ્યું બેસણું, મહોલ્લાના લોકોએ વિરોધ કરતા મામલાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

મેક ઈન ઈન્ડિયા અંતર્ગત પ્રોડક્શન
ભારત, ફોક્સકોન જેવી કંપનીઓ અંતર્ગત તૈયાર થનારા બીજા ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્સના ઉત્પાદન ઉપર પણ ભાર આપી રહી છે. ગત મહિને ભારત તરફથી 6.65 બિલિયન ડોલરની યોજના શરૂ કરવામાં આવી છે.

આ અંતર્ગત સ્માર્ટફોન બનાવનારી પાંચ કંપનીઓ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન રકમ આપવાની રજૂઆત કરી છે. એપલ ફોનને ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયા યોજના અતંર્ગત એસેમ્બલ કરવામાં આવશે. સાઉથ કોરિયાની કંપની સેમસંગ પહેલા પણ પોતાનો નોઈડા સ્થિત પ્લાન્ટ્સમાં નિર્મિત ફોનને બીજા દેશોને નિકાસ કરવાની યોજના બનાવી રહી છે.
Published by: ankit patel
First published: July 11, 2020, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading