Home /News /business /Russia Ukraine News : રશિયા-યુક્રેન જંગ વચ્ચે મોંધુ થયુ ક્રૂડ ઓઇલ, જાણો પેટ્રોલ-ડિઝલનો લેટેસ્ટ ભાવ

Russia Ukraine News : રશિયા-યુક્રેન જંગ વચ્ચે મોંધુ થયુ ક્રૂડ ઓઇલ, જાણો પેટ્રોલ-ડિઝલનો લેટેસ્ટ ભાવ

પેટ્રોલ ડીઝલનો આજનો ભાવ

IOCL, Petrol-Diesel Price Today 24 February 2022: રશિયા અને યૂક્રેન વચ્ચે તાણ ભરેલી પરિસ્થિતિને કારણે આતંરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)ના ભાવમાં જંગી વધારો થોય છે. યૂક્રેન પર રશિયાની સેનાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે આ સાથે જ આંતરરાષ્ટ્રિય સ્તર પર કાચા તેલનાં ભાવ (Crude Oil Price) 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે. આમ છથાં સ્થાનિક સ્તર પર પેટ્રોલ- ડીઝલનાં ભાવ સ્થિર છે. ભારતીય ઓઇલ કંપનીઓએ આજે ગુરુવારે 24 ફેબ્રુઆરીનાં રોજ પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કર્યો નથી.

વધુ જુઓ ...
    IOCL, Petrol-Diesel Price Today 24 February 2022:  રશિયા અને યૂક્રેન વચ્ચે તાણ ભરેલી પરિસ્થિતિને કારણે આતંરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)ના ભાવમાં જંગી વધારો થોય છે. યૂક્રેન પર રશિયાની સેનાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે આ સાથે જ આંતરરાષ્ટ્રિય સ્તર પર કાચા તેલનાં ભાવ (Crude Oil Price) 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે. આમ છથાં સ્થાનિક સ્તર પર પેટ્રોલ- ડીઝલનાં ભાવ સ્થિર છે. ભારતીય ઓઇલ કંપનીઓએ આજે ગુરુવારે 24 ફેબ્રુઆરીનાં રોજ પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કર્યો નથી.

    અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ

    ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં 02 ડિસેમ્બર 2021 બાદ પેટ્રોલ-ડીઝલનાં ભાવ સ્થિર છે. અમદાવાદમાં પેટ્રોલ 95.13 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેંચાઇ રહ્યું છે. તેમનાં ભાવમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. ભારતીય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL)નાં લેટેસ્ટ અપડેટ અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલ (Indian Oil) પંપ પર આજે (ગુરૂવારે) એટલે 24 ફેબ્રુઆરી 2022નાં પેટ્રોલનો ભાવ (Petrol Price) 95.41 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ (Diesel Price) 86.67 રૂપિયા પ્રતિ લીટર પર છે.

    પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઇમાં 110 રૂપિયાની આસપાસ છે. જ્યારે હૈદરાબાદમાં 108.20 રૂપિયા લીટર તે વેચાય છે. ખરેખરમાં મોદી સરકારે દેશનાં ઘણાં ભાગમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી વધુ થયા બાદ 4 નવેમ્બર 2021નાં પેટ્રોલ ઉપર ઉત્પાદ શુલ્ક 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી હતી. કહેવાય છે કે, રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને મોંઘવારીને જોતા સરકારે ઇંધણનાં ભાવ વધારતાં અચકાઇ રહી છે. સરકારે 15 જૂન, 2017થી ઓઇલનાં ભાવ બજાર આધીન કરી દીધા છે. જેનાંથી તેનો ભાવ રોજ-બરોજ નક્કી થાય છે.

    દેશનાં ચાર મહાનગર સહિત મુખ્ય શહેરોમાં આજનો ભાવ

    -દિલ્હી પેટ્રોલ - 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર
    -મુંબઇમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર
    -ચેન્નઇ પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 9143 રૂપિયા પ્રતિ લીટર
    -કોલકત્તા પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર
    -ગાંધીનર પેટ્રોલ 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર
    -અમદાવાદ પેટ્રોલ 95.13 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર
    -બેંગલુરુ પેટ્રોલ 100.58 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયા પ્રતિ લીટર
    -લખનઉ પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર
    -પટના પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ-

    દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાવ થાય છે. સવારે 6 વાગ્યે જ નવાં રેટ્સ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચાર્જ જોડાયા બાદ તેનો ભાવ બમણોથઇ જાય છે.

    આ રીતે જાણી શકો છો આજનો તાજા ભાવ-

    પેટ્રોલ ડીઝલનાં રોજનાં ભાવ આપ SMS દ્વારા પણ જાણી શકો છે. (How to check diesel petrol price daily) ઇન્ડિયન ઓઇલનાં કસ્ટમર RSP લખી 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP લખી 9223112222 નંબર પર મોકલી જાણકારી મેળવી શકો છો. તો, HPCLનાં ગ્રાહકો HPPrice લખી 9222201122 નંબર પર મોકલી ભાવ મેળવી શકો છો.

    ક્રૂડ ઓઇલ- ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)નાં આંતરરાષ્ટ્રીય ભાવમાં 99.38 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે. ક્રૂડ ઓઇલનો આ રેટ ગત સાત વર્ષમાં હાઇએસ્ટ છે. જેમાં તેજીની આશંકા જતાવવામાં આવી રહી છે. માંગની સરખામણીએ ઓછી ગ્લોબલ સપ્લાય રશીયા અને પશ્ચિમી દેશ વચ્ચે વધતો તણાવ અને અમેરિકામાં ખરાબ હવામાનને કારણે ક્રૂડનાં ભાવ સતત વધી રહ્યાં છે.

    એક્સપર્ટ્સનું કહેવું છે કે, મજબૂત ડિમાન્ડને જોતા જલદી જ ક્રૂડનાં ભાવ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ફક્ત આ વર્ષે તેનો ભાવ આશરે 20 ટકા વધ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Diesel Price Today, Petrol diesel prices, Petrol diesel prices today, Petrol Price Today, Russia Ukraine, Russia ukraine news, Russia-Ukraine Conflict

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन