હવે પેટ્રોલ સસ્તું થઈ શકે છે, સરકારે લીધો મોટો નિર્ણય

News18 Gujarati
Updated: November 10, 2019, 8:53 PM IST
હવે પેટ્રોલ સસ્તું થઈ શકે છે, સરકારે લીધો મોટો નિર્ણય
રિફાઈનરીની ફાઇલ તસવીર

જાવડેકરે ટ્વિટર ઉપર કહ્યું હતું કે, 'આ જાણકારી આપતા ખુશી થાય છે કે, આઈઓસીએલને પાનીપતમાં નવા 2જી ઈથેનૉલ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે પર્યાવરણ મંજૂરી આપી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ પર્યારણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયએ (Ministry of Environment) હરિયાણાના પાનીપતમાં પેટ્રોલિયમ ઈંધણના રૂપમાં બાયોમાસ ઈથેનૉલનો પ્લાન્ટ લગાવવા માટે ઇન્ડિય ઑઇલ કૉર્પોરેશનને મંજૂરી આપી દીધી છે.

મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, એનવાયરનમેન્ટ ફ્રેન્ડલી ફ્યુઅલના (Environmentally friendly fuel) રૂપમાં ઈથેનૉલને પ્રોત્સાહિત કરવા માટે મંત્રાલયે આ પરિયોજનનાને મંજૂરી આપી છે. આ અંતર્ગત IOCLને બીજી પેઢીના બાયોમાસ આધારિક ઈંધણ 2જી ઈથેનૉલના પ્લાન્ટને (2G Ethanol Plant) લગાવવાની મંત્રાલયે પર્યાવરણ મંજૂરી (Environment Clearance) આપી છે.

આ પણ વાંચોઃ-હવે ડુંગળીના ભાવ થઈ જશે સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

ખેડૂતોની આવક બેગણી કરવામાં મદદ મળશે
જાવડેકરે ટ્વિટર ઉપર કહ્યું હતું કે, 'આ જાણકારી આપતા ખુશી થાય છે કે, આઈઓસીએલને પાનીપતમાં નવા 2જી ઈથેનૉલ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે પર્યાવરણ મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આ પરિયોજના પર્યાવરણ ફ્રેન્ડલી ફ્યુઅલને પ્રાત્સાહિત કરશે. ઉપરાંત ખેડૂતોની આવકને બેગમુ કરવાના સરકારના લક્ષને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.'

આ પણ વાંચોઃ-ડાયટિંગ કર્યા વગર જ ઓછું થશે વજન, આ બાબતોનું નિયમિત રીતે પાલન કરોઉલ્લેખનીય છે કે, આઈઓસીએલે 100 કિલોમિટર પ્રતિદિન ઉત્પાદન ક્ષમતાવાળા 2જી ઈથેનૉલ પ્લાન્ટથી પર્યાવરણ ઉપર પડનાર સંભવિત અસરનો એક રિપોર્ટ આ જૂનમાં મંત્રાલય પાસે રજૂ કર્યો હતો. આ પ્લાન્ટની મંજૂરી લેવા માટે અરજી થઈ હતી.

આ પણ વાંચોઃ-રસોડાંની આ ત્રણ વસ્તુઓ પીળા દાંતને મોતી જેવા સફેદ બનાવશે

766 કરોડ રૂપિયા ખર્ચ થશે
પેટ્રોલિયમ ઉત્પાદોની દેશની સૌથી મોટી છૂટક વેપાર કંપની IOCLએ પાનીપત સ્થિત પોતાની રિફાઇનરીમાં 766 કરોડ રૂપિયાના ખર્ચથી ઈથેનૉલ પ્લાન્ટ લગાવવાની પરિયોજના માટે સરકાર પાસેથી પર્યાવરણ મંજૂરી માંગી હતી. જેમાં બાયોમાસ આધારિત ઈંધણના રૂપમાં ઈથેનૉલનું ઉત્પાદન માટે અનાજ અને અન્ય કૃષી ઉત્પાદનોની પરાલીનો ઉપયોગ કરવામાં આવશે. પ્લાન્ટમાં 100 કિલોમિટર ઈથેનૉલના ઉત્પાદનના લક્ષ્યના પ્રાપ્તિ માટે પ્રતિદિન 473 ટન પરાલીની (Parali)જરૂરિયાત રહેશે.
First published: November 10, 2019, 7:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading