Big News: હવે LPG સિલિન્ડર ફક્ત 30 મિનિટમાં તમારા ઘરે પહોંચશે, જાણી લો ક્યારથી આ સુવિધા શરૂ થશે?

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઈએ કે, જે ગ્રાહકો પાસે ફક્ત એક જ સિલિન્ડર એટલે કે સિંગલ બોટલ સિલિન્ડર છે, તે ગ્રાહકોને ગેસ પતવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

  • Share this:
    નવી દિલ્હી: એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ (LPG gas cylinder booking)પછી, તમારે હવે 2-4 દિવસ રાહ જોવાની જરૂર નથી. સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ (IOC) એ એલપીજી તત્કાલ સેવા (Tatkal LPG Seva) શરૂ કરવાનો પ્લાન બનાવ્યો છે, જેના દ્વારા તમારા ઘરે ગેસ સિલિન્ડર ફક્ત અડધા કલાકમાં પહોંચી શકશે. એટલે કે, જે દિવસે તમે સિલિન્ડર બુક કરશો, તે જ દિવસે તમને સિલિન્ડર મળશે. આઇઓસી શરૂઆતમાં દરેક રાજ્યના 1 શહેરમાં આ સેવા શરૂ કરશે. એલપીજી સેવા તુરંત જ અહીંથી શરૂ થશે.

    સિલિન્ડર 30 થી 45 મિનિટમાં તમારા ઘરે પહોંચશે

    બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર અનુસાર, આઇઓસી દરેક રાજ્યમાં એક શહેર અથવા જિલ્લાની પસંદગી કરશે અને ત્યાં આ સેવા શરૂ કરશે. આ સેવા હેઠળ, કંપની 30 થી 45 મિનિટમાં તેના ગ્રાહકોને સિલિન્ડર પહોંચાડશે. સરકારી તેલ કંપનીએ કહ્યું કે, આ અંગે હજી કામ ચાલી રહ્યું છે. આ સુવિધાને ટૂંક સમયમાં જ આખરી ઓપ અપાશે.

    આ સેવા 1 ફેબ્રુઆરીથી શરૂ થશે

    આઇઓસીએ કહ્યું કે, કંપનીની આ પહેલ અમને અમારા સ્પર્ધકોથી અલગ ઓળખ આપશે. કંપનીના અધિકારીઓએ કહ્યું કે, આ સેવા 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. બધા લોકો આ પ્રયાસમાં રોકાયેલા છે કે, આ સેવા વહેલી તકે શરૂ થઈ શકે.

    આ પણ વાંચો - વાહન ચાલકો માટે Big New! પેટ્રોલના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારા માટે રહો તૈયાર, ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો વધારો

    આઇઓસીના 14 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે

    આઇઓસી તેના ગ્રાહકોને ઈન્ડેન બ્રાન્ડ હેઠળ સિલિન્ડર પ્રદાન કરે છે. દેશમાં હાલમાં 28 કરોડ એલપીજી ગ્રાહકો છે, જેમાંથી 14 કરોડ ગ્રાહકો ઇન્ડેન ગેસનો ઉપયોગ કરે છે.

    જાણો કે આ સેવા માટે કેટલો ચાર્જ લેવામાં આવશે

    આઇઓસી અધિકારીએ જણાવ્યું હતું કે, તત્કાલ એલપીજી સેવા અથવા 'સિંગલ ડે ડિલીવરી સર્વિસ' નો લાભ લેવા ગ્રાહકોને થોડી વધારે કિંમત ચૂકવવી પડશે. આ ચાર્જ કેટલો હશે? હાલમાં તે ચર્ચામાં છે. આ અંગેની માહિતી ટૂંક સમયમાં ગ્રાહકોને આપવામાં આવશે.

    આ પણ વાંચો - work from home માટે સરકારે જાહેર કર્યો ડ્રાફ્ટ, એપ્રિલમાં લાગુ થઈ શકે છે નવા નિયમો

    એસબીસી ગ્રાહકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે

    ચાલો અમે તમને જણાવી દઈએ કે, જે ગ્રાહકો પાસે ફક્ત એક જ સિલિન્ડર એટલે કે સિંગલ બોટલ સિલિન્ડર છે, તે ગ્રાહકોને ગેસ પતવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે, ડબલ બોટલના ગ્રાહકોની વાત કરતીએ તો, તેમની પાસે બીજી બોટલનો વિકલ્પ હોય છે, જેના કારણે તેમને કોઈ સમસ્યા નથી.
    Published by:kiran mehta
    First published: