INX મીડિયાકેસ: પી ચિદમ્બરમની ધરપકડ પહેલી ઓગસ્ટ સુધી ટળી

News18 Gujarati
Updated: July 3, 2018, 7:41 PM IST
INX મીડિયાકેસ: પી ચિદમ્બરમની ધરપકડ પહેલી ઓગસ્ટ સુધી ટળી

  • Share this:
દિલ્હી હાઇકોર્ટમાં INX મીડિયાકેસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની અગાઉની જામીન અરજી પર સુનાવણી પહેલી ઓગસ્ટ સુધી ટળી ગઈ છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી સુનાવણી એટલે કે પહેલી ઓગસ્ટ સુધી પી. ચિદમ્બરમની ધરપકડ નહિ થઈ શકે.

સીબીઆઈ તરફથી હજી સુધી આ મામલામાં નોટિસનો જવાબમાં કોર્ટને આપવામાં આવ્યો નથી. સીબીઆઈ તરફથી આ મામલો રજૂ કરનાર એએસજી તુષાર મેહતાએ જણાવ્યું હતું કે પી. ચિદમ્બરમનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે અને શા માટે જરૂરી છે એને લઈને તેઓ મંગળવાર સાંજ સુધીમાં કોર્ટને લેખિતમાં જવાબ આપી દેશે. હકીકતમાં સીબીઆઇ ચિદમ્બરમને કોર્ટથી મળેલા ધરપકડ સામેના પ્રોટેક્શનથી ખુશ નથી.

આના અગાઉના મહિનામાં INX મીડિયાકેસમાં પી. ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટ દ્વારા 3 જુલાઇ સુધી ધરપકડ મનાઈ કરવામાં આવી હતી. જસ્ટિસ પાઠકે પોતાનો આદેશ સંભાળવતાં જણાવ્યું હતું કે આગામી સુનાવણી એટલે કે 3 જુલાઇ સુધી પી ચિદમ્બરમની ધરપકડ પર મનાઈ રહેશે, પરંતુ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ સ્પષ્ટ કર્યું હતું કે પી. ચિદમ્બરમની સીબીઆઇને જ્યારે જ્યારે તપાસની જરૂર હોય ત્યારે તેમણે સહકાર આપવો પડશે. કોર્ટના આદેશ બાદ CBIએ INX મીડિયાકેસમાં પૂછપરછ માટે જ્યારે પી. ચિદમ્બરમને તપાસ માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ તપાસમાં સહયોગ આપવા માટે CBIની પૂછપરછમાં હાજર થયા હતા.

ચિદમ્બરમને એવો ડર છે કે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની જેમ ક્યાંક સીબીઆઇ પોતાની પણ ધરપકડ ન કરી લે. જોકે હજુ સુધી કોર્ટ દ્વારા પહેલી ઓગસ્ટ સુધી તેમની ધરપકડ માટે મનાઈ કરવામાં આવી છે. આ ધરપકડની મનાઈ હજી આગળ વધશે કે નહીં એનો આધાર સીબીઆઈ આ કેસ સાથે જોડાયેલા પુરાવા કોર્ટમાં રજૂ કરી શકે છે કે નહિ એના પર રહેલો છે.

જોકે પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી આ મુદ્દે ચિદમ્બરમની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સીબીઆઈ તરફના એએસજી તુષાર મેહતાનું કહેવું છે કે કાયદો બધા માટે બરાબર છે, કોઈના સ્ટેટસ અથવા તેની હેસિયતથી નક્કી નથી થતું કે જામીન મળશે કે નહીં. તપાસમાં બધાનો સહયોગ લેવો જરૂરી છે.
First published: July 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading