Home /News /business /આ કંપનીના રોકાણકારોનો બેડો પાર, તિજોરી છલકાયા બાદ હવે આપશે બોનસ શેર; જાહેર કરી રેકોર્ડ ડેટ
આ કંપનીના રોકાણકારોનો બેડો પાર, તિજોરી છલકાયા બાદ હવે આપશે બોનસ શેર; જાહેર કરી રેકોર્ડ ડેટ
આ કંપની આપશે બોનસ શેર
એસ્ટ્ર્લ લિમિટેડના શેર 13 માર્ચ 2009ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 2.01 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 7 ફેબ્રુઆરી 2023ના રોજ બીએસઈમાં 2075 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. કંપનીના શેરોએ આ પીરિયડમાં 10,3000 ટકાનું દમદાર વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 13 માર્ચ 2009ના રોજ એસ્ટ્રલના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને તેને કાયમ રાખ્યા હોત તો, વર્તમાન સમયમાં તેનું રોકાણ 10.32 કરોડ રૂપિયા થઈ ગયું હોત.
નવી દિલ્હીઃ ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કામ કરનારી કંપની એસ્ટ્રલ લિમિટેડે તેના રોકાણકારોને મોટી ભેટ આપવા જઈ રહી છે. મલ્ટીબેગર કંપનીએ 1:3ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે, એસ્ટ્રલ દરેક 3 શેર પર 1 બોનસ શેર આપશે. એસ્ટ્રલએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યુ કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1:3 ના રેશિયોમાં બોનસ ઈક્વિટી શેર ઈશ્યૂને મંજૂરી આપી છે. કંપનીના બોનસ શેરની રેકોર્ડ ડેટ 14 માર્ચ મંગળવાર 2023એ નક્કી કરવામાં આવી છે. 6 એપ્રિલ 2023 સુધી કે 2 મહિનાની અંદર બોનસ શેર રોકાણકારોના ખાતામાં આવી જશે.
કંપનીના શેરોએ આપ્યું 10,3000 ટકાનું વળતર
એસ્ટ્ર્લ લિમિટેડના શેરોએ ગત કેટલાક વર્ષોમાં તાબડતોબ વળતર આપ્યું છે. એસ્ટ્ર્લ લિમિટેડના શેર 13 માર્ચ 2009ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 2.01 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 7 ફેબ્રુઆરી 2023ના રોજ બીએસઈમાં 2075 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. કંપનીના શેરોએ આ પીરિયડમાં 10,3000 ટકાનું દમદાર વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 13 માર્ચ 2009ના રોજ એસ્ટ્રલના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને તેને કાયમ રાખ્યા હોત તો, વર્તમાન સમયમાં તેનું રોકાણ 10.32 કરોડ રૂપિયા થઈ ગયું હોત.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુ (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર