Home /News /business /Multibagger Share: આ સ્મોલ કંપનીના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, માત્ર ત્રણ વર્ષમાં 1 લાખને બનાવી દીધા 47 લાખ

Multibagger Share: આ સ્મોલ કંપનીના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, માત્ર ત્રણ વર્ષમાં 1 લાખને બનાવી દીધા 47 લાખ

S&T કોર્પોરેશનના શેરે આ વર્ષે પણ તેના રોકાણકારોને મલ્ટીબેગર વળતર આપ્યુ છે

Multibagger Share: ગત ત્રણ વર્ષોમાં S&T કોર્પોરેશનના શેરોની કિંમત લગભગ 4,650 ટકાથી વધીને 6.75 રૂપિયાખી 318.95 રૂપિયાના ભાવ પર પહોંચી ગઈ છે.

    નવી દિલ્હીઃ રિયલ એસ્ટેટ કંપનીમાં વેપાર કરનારી કંપની એસએન્ડટી કોર્પોરેશન લિમિટેડના શેરોમાં ગત કેટલાક સમયથી સતત વધારો દેખાઈ રહ્યો છે. શેરોમાં વધારાને કારણે આ કંપની તે મુખ્ય કંપનીમાં સામેલ થઈ ગઈ છે, જેણે ગત 3 વર્ષો દરમિયાન તેના રોકાણકારોને વધારે નફો કરાવ્યો છે. આટલું જ નહિ, S&T કોર્પોરેશનના શેરે આ વર્ષે પણ તેના રોકાણકારોને મલ્ટીબેગર વળતર આપ્યુ છે અને તેમની મૂડીમાં લગભગ 12 ટકા જેટલો વધારો કર્યો છે. મલ્ટીબેગર શેર તે શેરોને કહેવાય છે, જેણે તેના રોકાણકારોને શાનદાર વળતર આપ્યુ હોય.

    3 વર્ષમાં 1 લાખને બનાવી દીધા 47 લાખ


    S&T કોર્પોરેશનના શેર આજે એટલે કે બુધવારે 2 નવેમ્બરના રોજ બીએસઈ પર 5 ટકાનું અપર સર્કિટ લાગેલું છે અને તે 318.95 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. જો કે આજથી ત્રણ વર્ષ પહેલા, 31 ઓક્ટોબર 2019ના રોજ આ શેરોની કિંમત માત્ર 6.75 રૂપિયા હતી. આ રીતે તમે જોઈ શકો છો કે, ગત ત્રણ વર્ષોમાં S&T કોર્પોરેશનના શેરોની કિંમત લગભગ 4,650 ટકાથી વધીને 6.75 રૂપિયાખી 318.95 રૂપિયાના ભાવ પર પહોંચી ગઈ છે.

    આ પણ વાંચોઃ બજાર ભારે 380 પોઇન્ટના કડાકા સાથે ખૂલ્યું, નિફ્ટી પણ 18000 નીચે

    તેનો અર્થ છે કે, જો કોઈ રોકાણકારે આજથી ત્રણ વર્ષ પહેલા S&T કોર્પોરેશનના શેરોમાં રોકાણ કર્યુ હોત અને તે રોકાણને કાયમ રાખ્યુ હોત તો આજે તેના એક લાખ રૂપિયાનું મૂલ્ય 4,650 ટકા વધીને 47.5 લાખ રૂપિયા થઈ ગયુ હોત.

    S&T કોર્પોરેશનના શેરોનું હાલનું પ્રદર્શન


    S&T કોર્પોરેશનના શેર ગત એક વર્ષમાં 1,200 ટકા વધ્યા છે. જ્યારે આ વર્ષની શરૂઆતથી હજુ સુધી આ શેરોમાં લગભગ 1317.56 ટકા તેજી આવી છે. ગત એક મહિનામાં તેના શેરમાં 16 ટકાનો વધારો થયો છે.

    આ પણ વાંચોઃઅમેરિકામાં આ વર્ષમાં છઠ્ઠીવાર વ્યાજ દર વધ્યા, આજે RBIની બેઠક; તો શું ભારતમાં પણ વધશે?

    એક વર્ષમાં 1200 ટકા વળતર


    તેનો અર્થ છે કે, જો કોઈ રોકાણકારે આજથી 1 વર્ષ પહેલા S&T કોર્પોરેશનના શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત અને તેને આજ સુધી કાયમ રાખ્યુ હોત તો, આજે તેના એક લાખ રૂપિયાનું મૂલ્ય 1,200 ટકાથી વધીને 13 લાખ રૂપિયા થઈ ગયુ હોત. જો કોઈ રોકાણકારે આ વર્ષની શરૂઆતમાં તેના એક લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત તે, આજે તેના 1 લાખ રૂપિયાનું મૂલ્ય વધીને 14.17 લાખ રૂપિયા થી ગયુ હોત.


    કંપની વિશે વિગતો


    S&T કોર્પોરેશન, 203 કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યૂ સાથે એક સ્મોલ કેપ કંપની છે. કંપની મુંબઈની સાથે સાથે નાસિક અને ગોવા જેવા અન્ય શહેરોમાં પણ મોટા પાયે રિયલ એસ્ટેટ યોજનાઓને આગળ વધારવા માટે એક લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી બિઝનેસમાં લાગેલી છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, Multibagger Stock

    विज्ञापन
    विज्ञापन