Home /News /business /

Stock Market : જૂન મહિનો રોકાણકારો માટે રહ્યો Unlucky, એક જ મહિનામાં ગુમાવ્યા 13 લાખ કરોડ

Stock Market : જૂન મહિનો રોકાણકારો માટે રહ્યો Unlucky, એક જ મહિનામાં ગુમાવ્યા 13 લાખ કરોડ

સતત શેરબજારમાં આવી રહેલા ઘટાડાના કારણે રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઇ ચૂક્યું છે. આ સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં (Sensex) લગભગ 2300 પોઇન્ટ એટલે કે 4.5 ટકાનો ઘટાડો (Sensex swoops over 2300 points) નોંધાયો હતો.

સતત શેરબજારમાં આવી રહેલા ઘટાડાના કારણે રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઇ ચૂક્યું છે. આ સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં (Sensex) લગભગ 2300 પોઇન્ટ એટલે કે 4.5 ટકાનો ઘટાડો (Sensex swoops over 2300 points) નોંધાયો હતો.

વધુ જુઓ ...
    શેરબજારમાં રોકાણ (Share Market Investors) કરનારાઓ માટે જૂન મહિનો કંઇ ખાસ રહ્યો નથી. સતત શેરબજારમાં આવી રહેલા ઘટાડાના કારણે રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઇ ચૂક્યું છે. આ સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં (Sensex) લગભગ 2300 પોઇન્ટ એટલે કે 4.5 ટકાનો ઘટાડો (Sensex swoops over 2300 points) નોંધાયો હતો.

    આના પરિણામે રોકાણકારોને 13 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન (investors lost 13 lakh crore in June) થયું હતું. 30 જૂને બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટીને 243.65 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જે એક મહિના પહેલાની તુલનામાં 13 લાખ રૂપિયા ઓછી છે. જૂનમાં સેન્સેક્સ ઘટીને 50,921.22 પોઇન્ટ પર આવી ગયો હતો. જે તેની 52 સપ્તાહની નીચી સપાટી છે. જૂન ક્વાર્ટરમાં શેર બજારમાં લગભગ 9.5 ટકાનો ઘટાડો થયો છે. જે 2020ના માર્ચ ક્વાર્ટર પછીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે.

    આ પણ વાંચો -GSTના પાંચ વર્ષ થયા પૂર્ણ, એક લાખ કરોડની પાર પહોંચ્યું કલેક્શન

    નિફ્ટી મેટલ આ ક્વાર્ટરમાં સૌથી વધુ 27.4 ટકા ઘટ્યો છે. જો કે આ દરમિયાન નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં લગભગ 11 ટકાનો વધારો થયો છે. ઝોમેટોએ સતત ચોથા દિવસે ઘટાડો નોંધાવ્યો હતો. આ મહિને સેન્સેક્સના 30માંથી માત્ર 11 શેરમાં વધારો થયો છે. જેમાં એક્સિસ બેન્ક, એસબીઆઇ અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટેક મહિન્દ્રા, બજાજ, બંને શેરો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા સ્ટીલ લગભગ બે ટકા તૂટ્યા હતા.

    આ પણ વાંચો -સોનાનો ભાવ ફરી 51 હજારને પાર, ચાંદીના ભાવમાં પણ થયો વધારો

    આ શેરોમાં થઇ છે વધઘટ


    સેક્ટરલ ઇન્ડાઇસિસની વાત કરીએ તો જૂનમાં માત્ર બીએસઇ ઓટો ઇન્ડેક્સમાં જ વધારો જોવા મળ્યો હતો. આ મહિને ઇન્ડેક્સમાં લગભગ બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટીવીએસ મોટર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અશોક લેલેન્ડ અને મારુતિ સુઝુકી ટોપ ગેઇનર્સ રહ્યા હતા. તો બીજી તરફ બીએસઇ મેટલમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વેદાન્તા, નાલ્કો, હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ અને હિન્દુસ્તાન ઝિંક સૌથી વધુ નુકસાનમાં રહ્યા હતા. નિફ્ટીના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ સુઝુકી લગભગ 7 ટકા વધીને ટોપ ગેઇનર્સ રહ્યા હતા. આ ઉપરાંત જેએસડબ્લ્યૂ સ્ટીલ અને આઇટીસીએ પણ જોર પકડ્યું હતું. જ્યારે હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને શ્રી સિમેન્ટ્સમાં 10 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો.
    First published:

    Tags: Indian Stock Market, Share bazar, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन