સરકારના આ નિર્ણયથી બે દિવસમાં ડૂબ્યા 4.66 લાખ કરોડ રૂપિયા!

નાણા મંત્રી અરુણ જેટલી તેમની બજેટ સ્પીચના મધ્ય ભાગમાં પહોંચ્યા હતા ત્યારથી શેરબજારમાં ઘટાડાની શરૂઆત થઈ ગઈ હતી.

નાણા મંત્રી અરુણ જેટલી તેમની બજેટ સ્પીચના મધ્ય ભાગમાં પહોંચ્યા હતા ત્યારથી શેરબજારમાં ઘટાડાની શરૂઆત થઈ ગઈ હતી.

  • Share this:
    નાણા મંત્રી અરુણ જેટલી તેમની બજેટ સ્પીચના મધ્ય ભાગમાં પહોંચ્યા હતા ત્યારથી શેરબજારમાં ઘટાડાની શરૂઆત થઈ ગઈ હતી. આ ઘટાડાને કારણે બે દિવસમાં રોકાણકારોના આશરે 5 લાખ કરોડ ડૂબી ગયા હતા.

    બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના શેરની કિંમત 31મી જાન્યુઆરીના રોજ 1,53,20,977.74 કરોડ રૂપિયા હતી. બજેટના દિવસે એટલે કે પહેલી ફેબ્રુઆરીના દિવસે તે ઘટીને 1,53,13,033.38 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. બીજી ફેબ્રુઆરીના દિવસે ભારે વેચવાલીને કારણે શેરની કિંમત ઘટીને 1,48,54,452 રૂપિયા થઈ ગઈ હતી. આ રીતે જોઈએ તો બે દિવસમાં રોકાણકારોના 4.66 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.

    નિષ્ણાતોનું કહેવું છે કે નાણા મંત્રી અરુણ જેટલીએ ગુરુવારે બજેટમાં 2018-19માં શેર્સ પર થનારી કમાણી પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લગાવવાની જાહેરાત કરી. આના કારણે રોકાણકારો નિરાશ થયા છે. આ અંતર્ગત એક વર્ષથી વધારે સમય સુધી રાખવામાં આવેલા શેર્સ પર જો એક લાખની કમાણી થાય છે તો રોકાણકારોએ 10 ટકા ટેક્સ ચુકવવો પડશે.

    હીલિયસ કેપિટલના સમીર અરોરાના જણાવ્યા પ્રમાણે બજારના ઘટાડાના કારણમાં લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સની થોડી અસર હોઈ શકે છે. પરંતુ ઘટાડાનું ખાસ કારણ એ છે કે છેલ્લા થોડા સમયથી મિડકેપ અને સ્મોલકેપ શેર્સ જરૂરથી વધારે વેલ્યૂએશનના કારણે ખૂબ જ ઉપર ચાલી રહ્યા હતા, હવે તેની હવા નીકળી ગઈ છે. જોકે, સમીર અરોરાનું માનવું છે કે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાવવાનો નિર્ણય અયોગ્ય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: