Home /News /business /આ કંપનીના IPOમાં રોકાણકારોએ દિલ ખોલીને લગાવ્યા રૂપિયા, બીજા દિવસે 70% સબસ્ક્રાઈબ થયો
આ કંપનીના IPOમાં રોકાણકારોએ દિલ ખોલીને લગાવ્યા રૂપિયા, બીજા દિવસે 70% સબસ્ક્રાઈબ થયો
,બીજા દિવસે 70% સબસ્ક્રાઈબ થયો
IPO
KFin Technologies IPO: કેફિન ટેકનોલોજી એક નાણાકીય સર્વિસિઝ કંપની છે. કંપનીને આઈપીઓ દ્વારા લગભગ 1500 કરોડ રૂપિયા મળવાની આશા છે. આ પૂરો આઈપીઓ ઓએફએસ થવાનો છે. તેનો અર્થ છે કે, આ આઈપીઓ દ્વારા મળનારા રૂપિયા કંપનીના પ્રમોટર્સ અને વર્તમાન રોકાણકારોની પાસે જશે.
નવી દિલ્હીઃ કેફિન ટેકનોલોજી લિમિટેડનો આઈપીઓને આજે પણ રોકાણકારોને જબરદસ્ત વળતર મળ્યુ છે. સબક્રિપ્શનના બીજા દિવસે આ આઈપીઓ 70 ટકા સબસ્ક્રાઈબ થયો છે. એનએસઈના આંકડા અનુસાર, બીજા દિવસના અંત સુધી કેફિન ટેકમાં ઈક્વિટી શેર્સ પર એકીકૃત બિડ 1,66,01,920 હતી. આ પબ્લિક ઈશ્યૂ સોમવારે સામાન્ય રોકાણકારો માટે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 21 ડિસેમ્બર એટલે કે કાલ સુધી ખુલ્લો રહેશે.
કેફિન ટેકનોલોજી IPO
કેફિન ટેકનોલોજી એક નાણાકીય સર્વિસિઝ કંપની છે. કંપનીને આઈપીઓ દ્વારા લગભગ 1500 કરોડ રૂપિયા મળવાની આશા છે. આ પૂરો આઈપીઓ ઓએફએસ થવાનો છે. તેનો અર્થ છે કે, આ આઈપીઓ દ્વારા મળનારા રૂપિયા કંપનીના પ્રમોટર્સ અને વર્તમાન રોકાણકારોની પાસે જશે.
ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ દ્વારા 1,29,68,300 ઈક્વિટી શેરોના આરક્ષિત આકારની સામે 1,32,00,520 ઈક્વિટી શેરોની બિડની સાથે 1.02 ટકા સબસ્ક્રિપ્શન મળ્યુ. આ શ્રેણીમાં એફઆઈઆઈએ 36,17,360 ઈક્વિટી શેરો પર બિડ લગાવી, જ્યારે અન્ય રોકાણકારોએ 87,99,520 ઈક્વિટી શેરો માટે બિડ લગાવી. બીજા દિવસે 7,94,640 ઈક્વિટી શેરોની બિડ સાથે મ્યુચ્યુઅલ ફંડો દ્વારા સૌથી વધુ માંગ જોવા મળી.
આ વચ્ચે, છૂટક વ્યક્તિગત રોકાણકારોએ 31,90,280 શેરો માટે બિડ લગાવી. બીજા તરફ, બિન-સંસ્થાકીય રોકાણકારોએ 64,84,149 ઈક્વિટી શેરોના આરક્ષિત આખારના પ્રમાણે, માત્ર 2,11,120 ઈક્વિટી શેરો માટે જ બોલી લગાવી.
29 ડિસેમ્બરે થશે લિસ્ટિંગ
આ આઈપીઓની ઈશ્યૂ કિંમત 347-366 રૂપિયા રાખવામાં આવી છે. 29 ડિસેમ્બરે તેનું લિસ્ટિંગ થશે. કંપની એન્કર રોકાણકારો પાસેથી પહેલાથી જ 674 કરોડ રૂપિયા મેળવી ચૂકી છે. 40 શેરોનો એક લોટ રાખવામાં આવ્યો છે. રોકાણકારોએ ઓછામાં ઓછો 1 લોટ ખરીદવો પડશે. તેનું મૂલ્ય 13640 રૂપિયા હશે. તેએ મહત્તમ 13 લોટ ખરીદી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર