Home /News /business /

Investment: મંદીના માહોલમાં પણ આ બે શેરમાં રોકાણકારોને મળ્યું બમ્પર રિટર્ન : ડબલ રિટર્ન બાદ હવે શું કરવું જોઈએ?

Investment: મંદીના માહોલમાં પણ આ બે શેરમાં રોકાણકારોને મળ્યું બમ્પર રિટર્ન : ડબલ રિટર્ન બાદ હવે શું કરવું જોઈએ?

ટાટા ગ્રુપના આ શેરે કમાણી કરાવી

Stock Market : ટાટા સમૂહ (Tata Group) ની બે કંપનીઓ ટાટા સ્ટીલ (tata steel) અને TCSએ છેલ્લા 2 વર્ષમાં રોકાણકારોને સારું વળતર આપ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ (russia ukraine war) બાદ આ બંને શેર 52-સપ્તાહના નીચલા સ્તરની નજીક પહોંચી ગયા હતા

વધુ જુઓ ...
    શેરબજાર (Stock market)માં છેલ્લા કેટલાક સપ્તાહથી એકતરફી મંદીનો માહોલ સર્જાયો છે. અનેક શેર 52 સપ્તાહની ટોચે (52 week high)થી 52 સપ્તાહના તળિયે પહોંચ્યા છે. જોકે, આ મંદીના અને અસમંજસના માહોલમાં પણ અનેક દિગ્ગજ કંપનીઓમાં રોકાણકારોને બમ્પર રિટર્ન (Bumper return) મળ્યું છે. જેમાં ટોચના સ્થાને ટાટા સમૂહ (Tata group)ની કંપનીઓ છે.

    ટાટા સમૂહની બે કંપનીઓ ટાટા સ્ટીલ અને TCSએ છેલ્લા 2 વર્ષમાં રોકાણકારોને સારું વળતર આપ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ આ બંને શેર 52-સપ્તાહના નીચલા સ્તરની નજીક પહોંચી ગયા હતા. આ ઘટાડા છતા આ બંને શેરોએ છેલ્લા બે વર્ષમાં રોકાણકારોના નાણાં લગભગ બમણા કર્યા છે.

    નોંધપાત્ર વાત એ છે કે, કોરોના મહામારી બાદ આવેલ ક્ડાકો પચાવીને બજાર શાનદાર સ્પીડે સુધર્યું હતુ. ઝડપી રિકવરીમાં બેંચમાર્ક ઈન્ડાયસિસ સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. આ તેજીના ચમકારામાં ટાટા સમૂહના બંને શેરોએ તેમના રોકાણકારોને મસમોટો નફો કમાવી આપ્યો છે.

    ટાટા સ્ટીલની રોકેટ ગતિ

    મંગળવારે શેરબજારમાં આવેલ બાઉન્સ બેકમાં ટાટા સ્ટીલના શેરમાં તેજી જોવા મળી હતી. જોકે અગાઉના એક મહિનામાં તેમાં 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કોમોડિટીના ભાવમાં તીવ્ર વધારાને કારણે શેરમાં સતત દબાણ વધતું જઈ રહ્યું છે. મંગળવારે આ શેર 1177 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે એક દિવસ પહેલા તે રૂ. 1094 સુધી પહોંચી ગયો હતો. મિન્ટના અહેવાલ મુજબ લગભગ 2 વર્ષ પહેલા 3 એપ્રિલ 2020ના રોજ તે NSE પર 253 રૂપિયા પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. તાજેતરની વેચવાલી છતા આ શેર તે સમયના લેવલેથી હજુ પણ 900 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

    આ પણ વાંચોStock Market : કયા શેરોએ રોકાણકારોને બનાવ્યા માલામાલ, કયા લાલ નિશાન પર થયા બંધ?

    TCS અને બાયબેક :

    સોમવારે TCSનો શેર પણ લાલ નિશાન પર બંધ થયો હતો, પરંતુ મંગળવારે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો. આ સ્ટોક હાલમાં 3430 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ શેરે છેલ્લા એક મહિનામાં શેર દીઠ રૂ. 185નું નુકશાન કરાવ્યું છે. જો આપણે 2 વર્ષ પહેલાની વાત કરીએ તો આ શેરની કિંમત 3 એપ્રિલ 2020ના રોજ 1654 રૂપિયા હતી. ત્યારથી આ શેરે લગભગ 105 ટકા અથવા બમણાથી વધુ વળતર આપ્યું છે. જોકે, બાયબેકની જાહેરાત છતા પણ TCSના શેર હાલ 52-સપ્તાહના નીચા સ્તરે છે અને તેમ છતા રોકાણકારોના નાણાં બમણા થયા છે એટલે કે, શેરમાં એક મહિનામાં જ એક વર્ષની તેજી ગાયબ થઈ છે પરંતુ એના અગાઉના વર્ષના લેવલેથી હજી પણ 100%થી વધુનું રિટર્ન જોવા મળી રહ્યું છે.
    First published:

    Tags: Indian Stock Market, Stock market, Stock market Tips, Stock Markets, TATA, Tata group, Tata steel, TCS

    આગામી સમાચાર